પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળને દિવ્યાંગતાનાં ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી કરાર પર 22 નવેમ્બર, 2018નાં રોજ ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં હસ્તાક્ષર થયાં હતાં.
લાભ:
આ સમજૂતી કરારથી દિવ્યાંગતાનાં ક્ષેત્રમાં સંયુક્ત પહેલોનાં માધ્યમથી સહયોગને પ્રોત્સાહન મળશે. તેનાથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે. આ ઉપરાંત આ સમજૂતી કરાર બંને દેશોની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ, ખાસ કરીને બૌદ્ધિક દિવ્યાંગતા અને માનસિક બિમારી ધરાવતી વ્યક્તિઓનાં પુનર્વાસમાં સુધારો લાવવા માટે મદદરૂપ થશે. બંને દેશ તેનાં અમલીકરણ માટે પારસ્પરિક સંમતિ અનુસાર દિવ્યાંગતાનાં ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રસ્તાવો લાગુ કરશે.
RP