Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને પશુપાલન અને ડેરીનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા ભારત અને ડેન્માર્ક વચ્ચે થયેલી સમજૂતીની માહિતી આપવામાં આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળને પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને ડેન્માર્ક વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી પર 16 એપ્રિલ, 2018નાં રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતીનો ઉદ્દેશ ડેરી વિકાસ અને સંસ્થાગત માળખાને મજબૂત કરવા અંગે વર્તમાન જાણકારીનો વ્યાપ વધારવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ એમઓયુ અંતર્ગત સંયુક્ત કાર્યક્રમો તૈયાર કરવા, સહયોગ અને ચર્ચાવિચારણા કરવા તથા સંબંધિત મૂલ્યાંકન માટે દરેક પક્ષનાં પ્રતિનિધિત્વની સાથે એક સંયુક્ત કાર્ય સમૂહ (જેડબલ્યુસી)ની રચના કરવામાં આવશે.

આ ભાગીદારી અંતર્ગત ડેન્માર્ક પશુ પ્રજનન, પશુ સ્વાસ્થ્ય અને ડેરી, ઘાસચારાનું વ્યવસ્થાપન વગેરે ક્ષેત્રમાં જ્ઞાન અને કુશળતા પ્રદાન કરાવશે, જેથી પારસ્પરિક હિત ધરાવતાં પશુનાં વેપાર સહિત ભારતીય પશુઓની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થઈ શકશે.

NP/J.Khunt/RP