Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સનાં ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલા સમજૂતીકરારની જાણ કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (એમઓયુ) વિશે જાણકારી આપી હતી.

આ એમઓયુ પર 15 જાન્યુઆરી, 2018નાં રોજ કાયદા અને ન્યાય તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે શ્રીલંકાની યાત્રા દરમિયાન હસ્તાક્ષર કર્યા હતાં.

એમઓયુનો ઉદ્દેશ ઇ-ગવર્નન્સ, એમ ગવર્નન્સ, ઈ-પબ્લિક સર્વિસીસ ડિલિવરી, સાઇબર સુરક્ષા, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વગેરે ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ પર બંને પક્ષોનાં પ્રતિનિધિઓનાં કાર્યસમૂહ બનાવીને સમજૂતીનો અમલ કરવામાં આવશે. આઇસીટી ક્ષેત્રમાં બી2બી અને જી2જી દ્વિપક્ષીય સહયોગ વધારવામાં આવશે.

પૃષ્ઠભૂમિઃ

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને દ્વિપક્ષીય તથા દ્વિપક્ષીય સહયોગનાં પ્રાદેશિક માળખા અંતર્ગત ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) વિકસી રહેલા અને અગ્રણી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આઈસીટીનાં ક્ષેત્રમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવા તથા સૂચનાનું આદાન-પ્રદાન કરવા માટે વિવિધ દેશોની સમકક્ષ સંગઠનો/એજન્સીઓ સાથે સમજૂતીકરાર/સંધીઓ કરી છે. વિવિધ દેશો સાથે સહયોગને વધારવા, ખાસ કરીને ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી નવી પહેલોને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો શોધવાની જરૂરિયાત વધી છે.

વર્ષ 2015માં પ્રધાનમંત્રીની શ્રીલંકા યાત્રાએ ભારતની પડોશી પ્રથમ – નીતિમાં ઊર્જાનો સંચાર કર્યો છે. આઇટી ક્ષેત્રમાં સહયોગ વિસ્તાર માટે કોલંબો સ્થિત ભારતીય મિશન અને વિદેશ મંત્રાલયે સક્રિય સહયોગ માટે એક રૂપરેખા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઈ-ગવર્નન્સ, સાઇબર સુરક્ષા, બી2બી ભાગીદારીનું ક્ષેત્ર, આઇટી શિક્ષણ અને સંશોધન/નવાચાર વગેરેનો આઇસીટી ક્ષેત્રોમાં સહયોગ માટે વ્યાપક સમજૂતીકરાર પર સંવાદનું આયોજન કર્યું હતું.

 

RP