પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રાજ્યસભાની પસદંગી સમિતિ દ્વારા રિપોર્ટ કરાયેલ રિયલ એસ્ટેટ (નિયામક અને વિકાસ) વિધેયક-2015ને મંજૂરી આપી દીધી છે. આ વિધેયક હવે સંસદમાં વિચાર-વિમર્શ અને પસાર કરવા માટે લાવવામાં આવશે.
રિયલ એસ્ટેટ (નિયામક અને વિકાસ) વિધેયક – ઉપભોક્તાઓના હિતની રક્ષા કરવા, રિયલ એસ્ટેટ લેવડ-દેવડમાં નિષ્પક્ષતા લાવવા અને સમય પર પરિયોજનાઓના અમલીકરણમાં માર્ગ પ્રશસ્ત કરનારું પગલું છે.
આ વિધેયકથી વાદ-વિવાદમાં ત્વરિત નિકાલ અને રિયલ એસ્ટેટ વિસ્તારની વ્યવસ્થિત રીતે વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સમાન નિયામક વાતાવરણ ઉપલબ્ધ કરાશે. આમાં રિયલ એસ્ટેટ વિસ્તારમાં ઘરેલૂ અને વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે અને ખાનગી પ્રતિભાગિતા વધારીને ‘સૌના માટે આવાસ’ પ્રદાન કરવાનો ભારત સરકારનો હેતુ હાંસલ કરવામાં મદદ મળશે.
આ વિધેયક રિયલ એસ્ટેટ નિયામક પ્રાધિકરણની સાથે રિયલ એસ્ટેટ પરિયોજનાઓ અને રિયલ એસ્ટેટ એજન્ટોના રજીસ્ટ્રેશન દ્વારા ઉપભોક્તાઓ માટે પ્રમોટર્સ દ્વારા આવશ્યક ખુલાસા કરવો સુનિશ્ચિત કરે છે. આ વિધેયકનો હેતુ રિયલ એસ્ટેટમાં સંસ્થાગત પારદર્શિતા અને જવાબદારી દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઉપભોક્તાઓનો વિશ્વાસ વધારવા તથા આવાસીય લેવડ-દેવડ, જેનાથી મૂડી અને નાણા બજારમાં આ ક્ષેત્રની પહોંચ વધુ વધે. આ વિધેયકથી પરિયોજનાના પ્રભાવી અમલીકરણ, વ્યાવસાયિક રીતે અને માનકીકરણ દ્વારા વ્યવસ્થિત રીતે આ ક્ષેત્રની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.
વિધેયકની પ્રમુખ વિશેષતાઓ નીચે મુજબ છે –
1. વ્યાવસાયિક અને આવાસીય રિયલ એસ્ટેટ પરિયોજનાઓ પર લાગુ.
2. રિયલ એસ્ટેટ લેવડ-દેવડને નિયમિત કરવા માટે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘રિયલ એસ્ટેટ નિયામક પ્રાધિકરણ’ની સ્થાપના.
3. રિયલ એસ્ટેટ પરિયોજનાઓ અને રિયલ એસ્ટેટ એજન્ટોનું પ્રાધિકરણની સાથે રજીસ્ટ્રેશન.
4. બધી રજીસ્ટર્ડ પરિયોજનાઓની બાબતમાં ખુલાસો અનિવાર્ય, જેમાં પ્રમોટર, પરિયોજના, લે-આઉટ, યોજના, ભૂમિની સ્થિતિ, મંજૂરીઓ, સમજૂતીઓ, રિયલ એસ્ટેટ એજન્ટો, ઠેકેદારો, વાસ્તુકારો અને એન્જીનીયરો વગેરેની બાબતમાં વિસ્તૃત જાણકારીનો સમાવેશ છે.
5. પરિયોજનાને સમય પર પૂર્ણ કરવામાં એના નિર્માણ ખર્ચ માટે એક અલગ બેંક ખાતામાં વિશેષ રાશિ જમા કરવી.
6. ન્યાયિક અધિકારીઓ તથા અપીલીય ટ્રીબ્યૂનલ દ્વારા વાદ-વિવાદનો નિકાલ કરવા માટે ત્વરિત વિવાદ ઉકેલ પ્રણાલીની સ્થાપના.
7. ન્યાયાલયોમાં વિધેયકમાં પરિભાષિત મુદ્દાઓ ઉઠાવવા પર પ્રતિબંધ, તેમ છતાં ઉપભોક્તા અદાલતોમાં રિયલ એસ્ટેટની બાબતો પર સુનાવણી થઈ શકે છે.
8. પ્રમોટર, ઉપભોકતાની સહમતિ વગર યોજના અને ડિઝાઈનમાં બદલાવ નહીં કરી શકાય.
9. વિધેયકમાં આપવામાં આવેલ વિશેષ બાબતો માટે નિયમ બનાવવા હેતુ ઉચિત સરકારી પ્રાવધાન અને નિયામક પ્રાધિકરણ આવશ્યક નિયમ બનાવી શકે છે.
UM/AP/J.Khunt/GP