Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રિમંડળે ભારત અને ભૂતાન વચ્ચેના વ્યાપાર, વાણીજ્ય અને પરિવહનને લગતા નવા સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ભૂતાન વચ્ચેના વ્યાપાર, વાણીજ્ય અને પરિવહનને લગતા નવા સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે.

ભારત અને ભૂતાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારી સંબંધો ભારત સરકાર અને ભૂતાન સરકારના વ્યાપાર, વાણીજ્ય અને પરિવહન પરના સમજૂતી કરારોને આધારે ચાલે છે. આ કરાર બંને દેશો વચ્ચે મફત વ્યાપારી પ્રદેશ પૂરો પાડે છે. આ કરાર ત્રીજા દેશ સાથે વ્યાપાર માટે ભુતાનીઝ વ્યાપારીઓનું કર મુક્ત પરિવહન પણ પૂરું પાડે છે.

આ કરારને ૨૯ જુલાઈ ૨૦૦૬ના રોજ આગામી દસ વર્ષ માટે ફરીથી રીન્યુ કરવામાં આવ્યો હતો. ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજથી આ કરારની સમય અવધી એક વર્ષ માટે અથવા ડિપ્લોમેટિક નોટ્સના આદાન પ્રદાન દ્વારા નવો કરાર અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી વધારવામાં આવી હતી.

વિશ્વાસ અને સમજદારી સાથેના ભારત અને ભૂતાન વચ્ચેના પારંપરિક રીતે અનન્ય એવા દ્વિપક્ષીય સંબંધો વર્ષો પર્યંત વધુ ગાઢ બન્યા છે અને વ્યાપાર, વાણીજ્ય અને પરિવહન સંબંધી નવા પ્રસ્તાવિત કરાર અમલમાં આવતા તે વધુ મજબુત બનશે.

TR