ભૂતાનની રાષ્ટ્રીય એસેમ્બલીના સ્પીકર શ્રી જિગ્મે જાંગપો અને ભૂતાનની રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ ડૉ. સોનમ કિંગાના નેતૃત્વમાં ભૂતા સંસદ સદસ્યોના એક પ્રતિનિધિ મંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
ભારતના ભૂતૂપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામના નિધન બદલ શ્રી જિંગ્મે જાંગપોએ ભૂટાનની જનતા તથા તેમની સરકાર તરફથી શોકની લાગણી વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનની સંસદના પ્રતિનિધિમંડળને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે ભૂટાનમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ બાદ પણ ભારત તથા ભૂટાન વચ્ચે રાજકિય સંબંધો સ્થપાય તેને સહારો આપવાની જરૂર છે. વડાપ્રધાને ભૂટાનની લોકશાહીમાં સફળતાપૂર્વક માર્ગદર્શન આપનારા ડ્રક ગ્યાલપોસની ચતુરાઇના વખાણ કર્યા હતા. ભૂતાને લોકશાહીના મૂલ્યો સ્થાપીને વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
શ્રી નરેન્દ્ર મોદીએ જૂન 2014માં તેમણે કરેલી ભૂતાનની યાત્રાના સંસ્મરણો વાગોળ્યા હતા, જે તેમની વડાપ્રધાન તરીકેની પ્રથમ વિદેશ યાત્રા હતી. વડાપ્રધાને તેમની એ યાત્રા બાદ બંને દેશો વચ્ચે સ્થપાયેલા હાઇડ્રો પાવર ક્ષેત્ર ઉપરાંતના અન્ય સંબંધો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભારત ભૂતાનના વિકાસમાં યોગ્ય સહકાર આપશે તે બાબતનો વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો.