Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરે મધ્ય પ્રદેશમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે


પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો પણ થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડશે. આ સાથે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ગ્રીન એનર્જીમાં 100 મેગાવોટથી વધુનું યોગદાન આપશે. આ પ્રોજેક્ટ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરશે.

પ્રધાનમંત્રી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે. તેઓ 1153 અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે. આ ભવન સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓના વ્યવહારિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉર્જા પર્યાપ્તતા અને હરિયાળી ઉર્જાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર ખાતે સ્થાપિત ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના સરકારના મિશનમાં યોગદાન આપશે. તે પાણીના બાષ્પીભવનને ઘટાડીને જળ સંરક્ષણમાં પણ મદદ કરશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com