પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ૧.૬ એકરની જમીનને ઓડિશા સરકાર દ્વારા પ્રસ્તાવિત સમાન વિસ્તારની ૧.૬ એકર જમીન સાથે બદલવાની મંજૂરી આપી દીધી છે.
રાજ્ય સરકારે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ૧.૬ એકર જમીનને બદલે પોતાની ૧.૬ એકર જમીન આપવાની દરખાસ્ત મૂકી હતી અને એએઆઈના ઉપરોક્ત જમીન પરના તમામ વર્તમાન બાંધકામને પોતાના ખર્ચે ફરીથી તૈયાર કરવાની તૈયારી દર્શાવી છે. વધુમાં, રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જમીન એ વર્તમાન એરપોર્ટને સંલગ્ન જ છે એએઆઈ દ્વારા તેનો ઉપયોગ પેરેલલ ટેક્ષી ટ્રેક બાંધવામાં કરવામાં આવશે.
ઓડિશા સરકાર વીઆઈપી મુવમેન્ટસની સુરક્ષા વ્યવસ્થાને સુધારવા તથા જાહેર ઉપયોગ માટે બફર ઝોન તૈયાર કરવા માટે ભુવનેશ્વર એરપોર્ટ નજીકના (એકમારા માર્ગ/પલાશપલ્લી રોડ તરીકે જાણીતા) રાજ્ય સરકારના રસ્તાને પહોળો કરવા માંગે છે.
TR