પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત દ્વારા સેવા વ્યાપારમાં અલ્પ વિકસિત દેશો (એલડીસી) ને ડબલ્યુટીઓમાં પ્રાથમિકતા આપવાની અધિસૂચનાને આજે પોતાની મંજૂરી આપી દીધી છે.
ભારત નીચે જણાવેલ સંદર્ભમાં સેવા વ્યાપારમાં એલડીસીને પ્રાથમિકતા આપવા અધિસૂચિત કરશેઃ
ગૈટ્સ (બજાર પહોંચ) ના અનુચ્છેદ-XVI
1.
2. તકનીકી સહાયતા અને ક્ષમતા સર્જન
3. ભારતીય વ્યવસાય તેમજ રોજગાર વિઝા માટે અરજી કરનારા એલડીસી અરજદારો માટે વિઝા શૂલ્કની માફી.
આ પ્રાથમિકતાઓ ભારત દ્વારા અધિસૂચના જારી કરવાની તારીખથી લઈને આગળના 15 વર્ષો સુધી માન્ય ગણાશે.
ભારત દ્વારા સેવા વ્યાપારમાં થયેલા ઉદાર પ્રસ્તાવને એલડીસીની શુભેચ્છા મળવી જોઈએ. ભારત શુલ્ક મુક્તિ ટેરિફ પ્રાથમિકતા (ડીએફટીએફ) યોજનાના રૂપમાં વસ્તુ વ્યાપારના ક્ષેત્રમાં એલડીસી સમક્ષ પહેલાથી એક અત્યંત આકર્ષક પ્રસ્તાવ કરી ચૂકી છે. સેવા વ્યાપારમાં સમાન ઉદાર પ્રસ્તાવથી ભારતને એલડીસી મુદ્દા પર પોતાની આગામી સ્થિતિને સંરક્ષિત રાખવા તેમજ તેને મજબૂતી પ્રદાન કરવામાં મદદ મળશે. એટલું જ નહીં, ડબલ્યુટીઓના દોહા રાઉન્ડના વિકાસ પરિમાણને ધ્યાનમાં રાખીને આ અત્યંત મહત્વપૂર્ણ છે કે ભારત સેવા વ્યાપારમાં પણ એલડીસી સમક્ષ ઉદાર પ્રસ્તાવ મૂકે. એક બીજી વિશેષ વાત એ છે કે, અનેક એલડીસી દક્ષિણ એશિયામાં સ્થિત છે. જ્યારે મોટા ભાગના આફ્રિકામાં સ્થિત છે. જેમની સાથે ભારત પોતાના વિશેષ સંબંધોને જાળવી રહ્યું છે.
ભારતે સેવા વ્યાપારમાં એલડીસીને પ્રાથમિકતા આપવાથી વિઝા શુલ્કની માફીને કારણે દર વર્ષે 6.5 કરોડ રૂપિયા અને એલડીસી અરજદારોને પ્રબંધન પ્રશિક્ષણ પ્રદાન કરવા તેમજ તકનીકી પરામર્શ પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવવાને કારણે દર વર્ષે 2.5 કરોડ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયા સુધીનો બોજ ઉઠાવવો પડશે. જ્યાં સુધી ગૈટ્સ (બજાર પહોંચ) ના અનુચ્છેદ-XVI અંતર્ગત પ્રસ્તાવનો સવાલ છે, તેની સીધી રીતે નાણાકીય અસર નહીં પડે.
UM/AP/J.Khunt/GP