પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળને યુરોપિયન યુનિયન સાથે સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા સંશોધન અને નવિનીકરણ માટેની પરસ્પર પ્રતિબદ્ધતા માટેના સાયન્ટિફિક અને ટેકનોલોજિકલ કોઓપરેશન માટેના સમજૂતી કરાર 17મી મે, 2015ના રોજની અસરથી વર્ષ 2020 સુધીના વધુ પાંચ વર્ષના ગાળા માટે રીન્યુ કરાયા હોવાની જાણ કરવામાં આવી.
કરારનો હેતુ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત વચ્ચે ફંડ સહિતનાં સાધનોનાં સંયુક્ત રોકાણો, સમાનતા અને આદાન-પ્રદાનના આધારે સમાન રસ હોય તેવાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓમાં સહકાર વધુ મજબૂત બનાવવાનો છે. સહકારની પ્રવૃત્તિઓમાં સંયુક્ત સંશોધન અને વિકાસના પ્રોજેક્ટો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના આદાન-પ્રદાન, અદ્યતન સંશોધન સવલતો વહેંચવી, સંયુક્ત સેમિનારો, સિમ્પોઝિયા અને વર્કશોપ્સ યોજવા, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવિનીકરણને લગતી નીતિ, કાર્યક્રમ તેમજ સંશોધન અને વિકાસના પ્રોજેક્ટોને લગતી સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
ભારત સરકારના વિજ્ઞાન અને તકનિકી વિભાગ તેમજ યુરોપિયન કમિશનના ડાયરેક્ટોરેટ જનરલ રિસર્ચ એન્ડ ઈનોવેશન દ્વારા સંયુક્તપણે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને તેઓ વિજ્ઞાન અને તકનિકી અંગેની જોઈન્ટ સ્ટિયરિંગ કમિટીની નિયમિત બેઠક દ્વારા કરારના અમલીકરણ પર દેખરેખ રાખે છે.
પશ્ચાદભૂમિઃ
આ કરાર પર અગાઉ નવેમ્બર, 2011માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે મે, 2015 સુધી અમલી હતો. મિશન ઑફ ઈન્ડિયા તેમજ બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતેના યુરોપિયન યુનિયન ઉપરાંત જનરલ સેક્રેટરિયેટ ઑફ ધ કાઉન્સિલ ઑફ ધ યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે માર્ચ, 2016માં પત્ર વ્યવહાર (નોંધ શાબ્દિક) દ્વારા કરારને રિન્યુ કરવામાં આવ્યો હતો.
SP/AP/J.Khunt