Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (ઓક્ટોબર 6, 2017)

ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (ઓક્ટોબર 6, 2017)

ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (ઓક્ટોબર 6, 2017)

ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (ઓક્ટોબર 6, 2017)


મહામહિમ પ્રેસિડન્ટ ટુસ્ક અને પ્રેસિડન્ટ યુંકર,

પ્રતિનિધિ મંડળના સભ્યો,

મિડીયાના સાથીઓ,

 

મને આનંદ છે કે 14માં ભારત – યુરોપીયન યુનિયન શિખર સંમેલનના અવસર પર મને પ્રેસિડન્ટ ટુસ્ક અને પ્રસિડેન્ટ યુંકરનું સ્વાગત કરવાનું સૌભાગ્ય મળ્યું.

 

યૂરોપિયન યુનિયનની સાથે બહુ-આયામી ભાગીદારી આપણા માટે ખૂબ જ મૂલ્યવાન છે, અને આપણી વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મહત્વ ધરાવે છે.

 

1962માં યૂરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટીની સ્થાપના પછી ભારત તેની સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કરનારા પહેલા દેશો પૈકીનો એક હતો.

 

યૂરોપિયન યૂનિયન ઘણાં લાંબા સમયથી આપણો સૌથી મોટો વ્યાવસાયિક ભાગીદાર છે. એફડીઆઈ માટે પણ યૂરોપિયન યૂનિયન આપણા સૌથી મોટા સ્ત્રોતોમાંનો એક રહ્યો છે.

 

વિશ્વની બે સૌથી મોટી લોકતાંત્રિક વ્યવસ્થાઓનાં નાતે આપણે એક પ્રકારે સ્વાભાવિક ભાગીદારો રહ્યા છીએ. આપણા ઘનિષ્ઠ સંબંધોનો પાયો લોકતાંત્રિક મૂલ્યો, વિધિ અનુસાર શાસન એટલે કે રૂલ ઑફ લો, મૂળભૂત સ્વતંત્રતાઓ અને બહુસંસ્કૃતિવાદ એટલે કે મલ્ટી કલ્ચરાલીઝમ જેવી સંક્યુક્ત માન્યતાઓ પર નાખવામાં આવ્યો છે.

 

સાથે જ આપણી વચ્ચે મલ્ટી પોલાર અને રૂલ્સ બેઝ્ડ ઇન્ટરનેશનલ ઑર્ડરની વિચારધારાનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે.

 

ગયા વર્ષે બ્રસેલ્સમાં 13 માં શિખર સમ્મેલન પછી આપણા સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા છે. પ્રેસિડન્ટ યુંકરનાં થોડા દિવસો પહેલાનાં જ સંબોધનનાં શબ્દો જો હું કહું તો ઇન્ડિયા-ઇયુ રિલેશન્સ ટુડે હેવ અ ગુડ વિન્ડ ઇન ધેઇર સેઇલ્સ!

 

મિત્રો,

આજની આપણી મુલાકાતમાં આપણા સહયોગનાં વ્યાપક એજન્ડા પર અત્યંત ઉપયોગી વિચાર-વિમર્શ માટે હું પ્રેસિડન્ટ ટુસ્ક અને પ્રેસિડન્ટ યુંકરનો હ્રદયથી આભાર પ્રગટ કરૂ છું.

 

આપણે કેટલાય નવા ક્ષેત્રોમાં આપણા સંબંધોને વધારવામાં સફળ થયા છીએ, અને આપણે એ વાત પર સહમત છીએ કે આપણી વચ્ચેનાં વિશ્વાસ અને સમજ પર આધારિત આ સંબંધોને આપણે અધિકૃત, વ્યાપક અને લાભદાયી બનાવવાની દિશામાં પ્રયાસ કરતા રહેવું જોઇએ.

 

ગયા વર્ષના આપણા એજન્ડા 2020 અને 13માં શિખર સમ્મેલનમાં લેવામાં આવેલા નિર્ણયોને કાર્યરત કરવાની અમે આજે સમીક્ષા કરી છે.

 

આતંકવાદની સામે મળીને કામ કરવું અને આ વિષય પર આપણા સુરક્ષા સહયોગને વધારવા માટે અમે સહમત થયા છીએ. આ વિષય પર અમે ફક્ત દ્વિપક્ષીય સ્તરે અમારી ભાગીદારી જ મજબુત ન કરતા એને વૈશ્વિક મંચ પર પણ પોતાનો સહયોગ અને સમન્વય વધારીશુ.

 

ક્લિન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જનાં વિષય પર અમે બન્ને 2015નાં પેરિસ અગ્રીમેન્ટ પર પ્રતિબદ્ધ છીએ.

 

ક્લાઇમેટ ચેન્જનાં વિષય પર કામ કરવું અને સલામત, સસ્તી અને ટકાઉ ઊર્જા, અમારી બંન્નેની સમાન પ્રાથમિકતા છે. અમે રિન્યુએબલ એનર્જીનો ખર્ચ ઘટાડવા માટે પણ એકાબીજાનો સહકાર કરતા રહીશું.

 

અમે સ્માર્ટ સિટીઝનાં વિકાસ અને અર્બન ઇન્ફ્રસ્ટ્રકચર સુધારવાનાં વિષય પર યૂરોપિયન યૂનિયન સાથેની ભાગીદારી મજબુત કરીશું.

 

અને આનંદ છે કે ભારત અને યૂરોપિય યૂનિયન વચ્ચેનું હોરિઝોન્ટલ સિવિલ એવિએશન અગ્રીમેન્ટ હવે કાર્યરત થઇ ગયું છે. મને વિશ્વાસ છે કે આ કરારથી આપણી એર કનેક્ટિવીટી વધશે અને લોકો વચ્ચેનાં સંબંધોને બળ મળશે.

 

આપણા સંબંધોનું એક મહત્વપૂર્ણ પરિમાણ છે આપણા સાયન્સ અને ટેકનોલોજી તેમજ રિસર્ચ અને ઇનોવેશનમાં ભાગીદારી. આ સંદર્ભે આજનાં યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોને અહિં આવવા અને આપણા વૈજ્ઞાનિકો અને સંશોધકોને ત્યા જવા માટે થયેલી સમજુતીનું પણ હું સ્વાગત કરૂ છું.

 

યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા ભારતનાં વિકાસ માટે કરવામાં આવેલા લોન સમજુતીનું પણ હું સ્વાગત કરૂ છું.

 

મને એ વાતનો પણ આનંદ છે કે યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક હવે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનાં સભ્ય દેશોમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે મદદ કરશે.

 

ટ્રેડ અને ઇનવેસ્ટમેન્ટનાં વિષય પર પણ ભારત અને યૂરોપિયન યૂનિયન પોતાનાં સંબંધો મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

 

મહાનુભાવો,

 

ભારત અને યૂરોપિયન યૂનિયનની વ્યુહાત્મક ભાગીદારીને મજબુત કરવામાં આપ બંન્નેનાં નેતૃત્વ અને યોગદાન માટે હું આપને અભિનંદન પાઠવું છું.

 

મારી એ જ આશા અને અપેક્ષા છે કે ભારતમાં આપનો હવે પછીનો પ્રવાસ આટલો ટુંકા સમયનો ન હોય.

 

આભાર.

J.Khunt/GP