Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત-યુએઇ વર્ચ્યુઅલ સમિટ

ભારત-યુએઇ વર્ચ્યુઅલ સમિટ


આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ  શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આજે વર્ચ્યુઅલ સમિટ યોજી હતી. બંને નેતાઓએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં સતત વૃદ્ધિ પર ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો.

આદરણીય પ્રધાનમંત્રી અને મહામહિમ ક્રાઉન પ્રિન્સે “ભારત અને યુએઈ  વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારતા: નવા મુકામો, નવા સીમાચિહ્નો” સંયુક્ત વિઝન નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદન ભારત અને યુએઈ વચ્ચે ભાવિ-લક્ષી ભાગીદારી માટે રોડમેપ સ્થાપિત કરે છે અને ફોકસ વિસ્તારો અને પરિણામોને ઓળખે છે. અર્થતંત્ર, ઉર્જા, આબોહવા પગલાં, ઉભરતી ટેકનોલોજી, કૌશલ્ય અને શિક્ષણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્યસંભાળ અને સંરક્ષણ અને સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા વેપાર, રોકાણ અને નવીનતાને ગતિશીલ રીતે પ્રોત્સાહન આપવાનો સહિયારો ઉદ્દેશ્ય છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષ ગોયલ અને યુએઈ ના અર્થતંત્ર મંત્રી મહામહિમ અબ્દુલ્લા બિન તૌક અલ મરી દ્વારા ભારત-યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર અને આદાનપ્રદાન એ વર્ચ્યુઅલ સમિટની મુખ્ય વિશેષતા હતી. બંને નેતાઓની વર્ચ્યુઅલ હાજરીમાં આ કરાર ભારતીય અને યુએઈ  વેપારોને ઉન્નત બજાર પ્રવેશ અને ઘટાડેલા ટેરિફ સહિત નોંધપાત્ર લાભ પ્રદાન કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CEPA દ્વિપક્ષીય વેપારમાં વર્તમાન 60 અબજ અમેરિકી ડૉલર્સથી વધીને આગામી 5 વર્ષમાં 100 અબજ અમેરિકી ડૉલર્સનો કરશે.

બંને નેતાઓએ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અને યુએઈની સ્થાપનાનાં 50મા વર્ષ નિમિત્તે સંયુક્ત સ્મારક ટિકિટ પણ બહાર પાડી હતી. સમિટ દરમિયાન ભારતીય અને યુએઈની સંસ્થાઓ વચ્ચે હસ્તાક્ષર કરાયેલા બે સમજૂતી પત્રો(એમઓયુ)ની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ છે,  APEDA અને DP World Al Dahra વચ્ચે ખાદ્ય સલામતી કૉરિડોર પહેલ અંગેનો એમઓયુ અને નાણાકીય પરિયોજનાઓ અને સેવાઓ અંગે ભારતના ગિફ્ટ સિટી અને અબુધાબી ગ્લોબલ માર્કેટ વચ્ચેનો એમઓયુ. બે અન્ય એમઓયુ-એક આબોહવા પગલાંમાં સહકાર અંગેનો અને બીજો શિક્ષણ અંગે પર પણ બેઉ દેશો વચ્ચે સમજૂતી થઈ હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ મહામારી દરમિયાન ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ અબુ ધાબીના મહામહિમ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. તેમણે તેમને ભારતની વહેલી મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું.

SD/GP/JD