પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદી અને બ્રાઝિલ ફેડરેટિવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 10 સપ્ટેમ્બર, 2023ના રોજ જી20 શિખર સંમેલનની સાથે-સાથે નવી દિલ્હીમાં મળ્યા હતા.
વર્ષ 2023માં ઉજવવામાં આવેલા બ્રાઝિલ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો સામાન્ય મૂલ્યો અને સહિયારા ઉદ્દેશો પર વિકસ્યા છે, જેમાં શાંતિ, સહકાર અને સ્થાયી વિકાસનો પ્રયાસ સામેલ છે. તેમણે બ્રાઝિલ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને વૈશ્વિક બાબતોમાં તેમની વિશિષ્ટ ભૂમિકાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને પક્ષોએ વિવિધ સંસ્થાગત સંવાદ વ્યવસ્થા હેઠળ હાંસલ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં સમકાલીન પડકારોનો વધુ સારી રીતે સામનો કરવા માટે સુરક્ષા પરિષદની કાર્યક્ષમતા, અસરકારકતા, પ્રતિનિધિત્વ અને કાયદેસરતા સુધારવા માટે કાયમી અને અસ્થાયી બંનેમાં વિકાસશીલ દેશોના પ્રતિનિધિત્વમાં વધારો કરીને કાયમી અને અસ્થાયી શ્રેણીઓમાં તેના વિસ્તરણ સહિત સુરક્ષા પરિષદના વ્યાપક સુધારા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે વિસ્તૃત યુએનએસસીમાં તેમના દેશોના કાયમી સભ્યપદ માટે તેમના પરસ્પર સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ જણાવ્યું હતું કે, જી-4 અને એલ.69નાં માળખામાં બ્રાઝિલ અને ભારત ખભેખભો મિલાવીને કામ કરવાનું જાળવી રાખશે. તેઓ સુરક્ષા પરિષદના સુધારા પર નિયમિત દ્વિપક્ષીય સંકલન બેઠકો યોજવા પર પણ સંમત થયા હતા. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા પર આંતર-સરકારી વાટાઘાટોમાં સર્જાયેલા લકવા પર નિરાશા વ્યક્ત કરી હતી, જેણે નક્કર પ્રગતિ કરી નથી. તેઓ સંમત થયા હતા કે પરિણામલક્ષી પ્રક્રિયા તરફ આગળ વધવાનો સમય પાકી ગયો છે, જેનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં નક્કર પરિણામો હાંસલ કરવાનો છે.
પીએમ મોદીએ 2028-2029ના કાર્યકાળ માટે યુએનએસસીની અસ્થાયી બેઠક માટે ભારતીય ઉમેદવારીને બ્રાઝિલનાં સમર્થનની રાષ્ટ્રપતિ લુલાની જાહેરાતનું સ્વાગત કર્યું હતું.
બંને નેતાઓએ વાજબી અને સમાન ઊર્જા સંક્રાંતિની તાકીદનો સ્વીકાર કર્યો હતો. તેમણે ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રોમાં પરિવહન ક્ષેત્રને ડિકાર્બનાઇઝ કરવામાં જૈવિક-બળતણ અને ફ્લેક્સ-ઇંધણ વાહનોની મહત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે જૈવિક ઊર્જામાં વિવિધ દ્વિપક્ષીય પહેલની પ્રશંસા કરી હતી, જેમાં સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રો સામેલ હતાં તથા વૈશ્વિક ભારતનાં જી20નાં પ્રમુખપદ દરમિયાન જૈવઇંધણ ગઠબંધનની સ્થાપનાની ઉજવણી કરી હતી, જેમાં બંને દેશોનાં સ્થાપક સભ્યો છે.
બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે આબોહવામાં પરિવર્તન એ આપણા સમયના સૌથી મોટા પડકારો પૈકીનો એક છે, જેને સ્થાયી વિકાસ અને ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવાના પ્રયાસોના સંદર્ભમાં ઉકેલવાની જરૂર છે. બંને દેશો આબોહવા પર તેમના દ્વિપક્ષીય સહકારને વિસ્તૃત કરવા, ગાઢ બનાવવા અને તેમાં વિવિધતા લાવવા તેમજ આબોહવામાં પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન (યુએનએફસીસીસી), તેના ક્યોટો પ્રોટોકોલ અને તેના પેરિસ કરાર હેઠળ મજબૂત વૈશ્વિક શાસન તરફના તેમના સંયુક્ત પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. તેમણે સીઓપી28થી સીઓપી30 સુધીની યુએનએફસીસીસી બહુપક્ષીય પ્રક્રિયા આબોહવામાં સુધારાનો માર્ગ મોકળો કરે તે સુનિશ્ચિત કરવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયને કન્વેન્શનના અંતિમ ઉદ્દેશ અને તેના પેરિસ કરારના લક્ષ્યાંકોની આસપાસ એકતાંતણે બાંધવાની સાથે-સાથે ઇક્વિટી અને શ્રેષ્ઠ ઉપલબ્ધ વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને, ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (આઇપીસીસી)ના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલ (AR6) દ્વારા ઉદ્ભવેલી તાકીદની ગંભીરતા અને ભાવનાને ધ્યાનમાં રાખીને એકતાંતણે બાંધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આબોહવામાં પરિવર્તન સામે બહુપક્ષીય પ્રતિભાવને એ રીતે વધારવાના તેમના દ્રઢ નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો હતો કે, જે દેશોની અંદર અને દેશોની વચ્ચે અસમાનતાઓને પણ દૂર કરે, જેમાં ગ્રૂપ ઑફ 77 અને ચીનના જૂથ અને દેશોનાં મૂળભૂત જૂથની અંદર ખભેખભો મિલાવીને કામ કરવાનો સમાવેશ થાય છે. ભારત બ્રાઝિલનાં બેઝિકનાં પ્રમુખપદને આવકારે છે અને વર્ષ 2025માં યુએનએફસીસીસી (સીઓપી30)માં પક્ષોની 30મી કૉન્ફરન્સનાં બ્રાઝિલના સંભવિત પ્રમુખપદને સંપૂર્ણપણે ટેકો આપે છે. બંને દેશો ત્રીજા દેશોમાં આઇએસએ (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) અને સીડીઆરઆઈ (કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) સાથે ભાગીદારીમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ વધારવા પણ સંમત થયા હતા.
મુખ્ય વૈશ્વિક ખાદ્યાન્ન ઉત્પાદકો તરીકેની તેમની ભૂમિકા પર પ્રકાશ પાડતા, બંને નેતાઓએ બંને દેશો અને વિશ્વમાં ખાદ્ય અને પોષક તત્વોની સુરક્ષાનું રક્ષણ કરવાના ઉદ્દેશ સાથે બહુપક્ષીય સ્તર સહિત સંતુલિત કૃષિ અને ગ્રામીણ વિકાસમાં સહકાર વધારવાના તેમના સંકલ્પની પુષ્ટિ કરી. તેમણે ખુલ્લી, અવરોધમુક્ત અને વિશ્વસનીય ખાદ્ય પુરવઠા શ્રુંખલાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બહુપક્ષીય વેપાર નિયમોને યોગ્ય રીતે ધ્યાનમાં રાખીને એકપક્ષીય નિયંત્રણો અને સંરક્ષણવાદી પગલાંથી કૃષિ વેપારને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી. બંને નેતાઓએ કૃષિ અને પશુપાલન ઉત્પાદનોના વેપારને સુલભ બનાવવા માટે સંયુક્ત તકનીકી સમિતિઓની રચના પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં તાજેતરમાં થયેલા વધારાને સ્વીકારીને બંને નેતાઓ સંમત થયા હતાં કે, બ્રાઝિલ અને ભારત વચ્ચે આર્થિક આદાન-પ્રદાનમાં વધુ વૃદ્ધિની સંભવિતતા છે, જેનો લાભ લઈને બંને દેશોનાં અર્થતંત્રોનાં વ્યાપનો લાભ લેવામાં આવશે તથા ઔદ્યોગિક ભાગીદારી ઊભી કરવાની સંભવિતતા સામેલ છે.
ભારત અને મર્કોસુર વચ્ચે વધી રહેલા વેપાર પર સંતોષ વ્યક્ત કરીને બંને નેતાઓ બ્રાઝિલના મર્કોસુર પ્રમુખપદ દરમિયાન ભારત-મર્કોસુર પીટીએનાં વિસ્તરણ માટે સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા, જેથી આ આર્થિક ભાગીદારીની સંપૂર્ણ સંભવિતતાનો લાભ ઉઠાવી શકાય.
તેમણે ખાનગી ક્ષેત્રનાં જોડાણ માટે સમર્પિત મંચ તરીકે ઇન્ડિયા-બ્રાઝિલ બિઝનેસ ફોરમની સ્થાપનાને આવકારી હતી.
બંને નેતાઓએ ભારત અને બ્રાઝિલ વચ્ચે વધેલા સંરક્ષણ સહકારને આવકાર્યો હતો, જેમાં સૈન્ય કવાયતોમાં ભાગીદારી, ઉચ્ચ-સ્તરીય સંરક્ષણ પ્રતિનિધિમંડળોનું આદાનપ્રદાન અને એકબીજાના સંરક્ષણ પ્રદર્શનોમાં નોંધપાત્ર ઉદ્યોગની હાજરી સામેલ છે. બંને નેતાઓએ બંને પક્ષોમાંથી સંરક્ષણ ઉદ્યોગોને નવા જોડાણના માર્ગો શોધવા અને તકનીકી રીતે અદ્યતન સંરક્ષણ ઉત્પાદનોના સહ-ઉત્પાદન માટે અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ સામાજિક સુરક્ષા સમજૂતીના અમલમાં પ્રવેશ માટે સ્થાનિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ લુલાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ચંદ્રયાન-3નાં ઉતરાણની ઐતિહાસિક સિદ્ધિ તેમજ ભારતનાં પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1નાં સફળ પ્રક્ષેપણ માટે પ્રધાનમંત્રી મોદી અને ભારતને અભિનંદન પાઠવ્યા હતા, જે બંને મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ છે, જે અવકાશ સંશોધનમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
આઇબીએસએ ફોરમની 20મી વર્ષગાંઠની ઉજવણી કરતાં બંને નેતાઓએ IBSAનાં ત્રણ ભાગીદારો વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંવાદને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા બહુપક્ષીય અને બહુપક્ષીય સંસ્થાઓ સહિત વૈશ્વિક મંચ પર વૈશ્વિક દક્ષિણનાં હિતોનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા માટે IBSAનાં વ્યૂહાત્મક મહત્ત્વને પ્રતિપાદિત કર્યું હતું. પીએમ મોદીએ બ્રાઝિલનાં IBSAનાં અધ્યક્ષપદને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં યોજાયેલી બ્રિકસ શિખર પરિષદના સંદર્ભમાં, બંને નેતાઓએ તેના સકારાત્મક પરિણામોને સ્વીકાર્યા હતા, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારા માટે નવેસરથી અને મજબૂત સમર્થન અને છ દેશોને બ્રિકસનું સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ લુલાએ ભારતનાં સફળ જી20 પ્રમુખપદ માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને ડિસેમ્બર, 2023થી શરૂ થઈ રહેલા બ્રાઝિલના જી-20 કાર્યકાળ દરમિયાન ભારત સાથે ગાઢ સહયોગ સાધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ જી20માં વિકાસશીલ દેશોની સતત અધ્યક્ષતાને આવકારી હતી, જે વૈશ્વિક શાસનમાં ગ્લોબલ સાઉથના પ્રભાવને વધારે છે. તેઓએ બ્રાઝિલનાં પ્રમુખપદ દરમિયાન ત્રણ આઇબીએસએ દેશોનો સમાવેશ કરતી જી20 ટ્રોઇકાની રચના સંતોષ સાથે નોંધી હતી.
CB/GP/JD
PM @narendramodi and President @LulaOficial held a productive meeting in Delhi focusing on enhancing India-Brazil ties across diverse domains, including agriculture, commerce and more. The PM also extended best wishes for Brazil's forthcoming G20 Presidency. pic.twitter.com/OzS0zZplir
— PMO India (@PMOIndia) September 10, 2023
Excellent meeting with President @LulaOficial. Ties between India and Brazil are very strong. We talked about ways to boost trade and cooperation in agriculture, technology and more. I also conveyed my best wishes for Brazil’s upcoming G20 Presidency. pic.twitter.com/XDMjLdfyUi
— Narendra Modi (@narendramodi) September 10, 2023
Uma excelente reunião com o Presidente @LulaOficial. Os laços entre a Índia e o Brasil estão muito fortes. Falámos sobre formas de estimular o comércio e a cooperação na agricultura, tecnologia e muito mais. Também transmiti os meus melhores votos para a próxima presidência do… pic.twitter.com/YTxwaz690Q
— Narendra Modi (@narendramodi) September 10, 2023