પ્રજાસત્તાક પોલેન્ડનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડોનાલ્ડ ટસ્કનાં આમંત્રણ પર પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21થી 22 ઓગસ્ટ, 2024 સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત લેવામાં આવી હતી.
તેમના લાંબા ગાળાના સંબંધોને માન્યતા આપીને, તેમના દેશો અને લોકો વચ્ચે મિત્રતાના ઊંડા મૂળિયાવાળા જોડાણની પુષ્ટિ કરીને અને તેમના સંબંધોની સંપૂર્ણ સંભાવનાને સમજવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, બંને નેતાઓએ ભારત–પોલેન્ડના દ્વિપક્ષીય સંબંધોને “વ્યૂહાત્મક ભાગીદારી” ના સ્તરે ઉન્નત કરવાનો નિર્ણય લીધો.
બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ દ્વિપક્ષીય રાજકીય સંવાદને મજબૂત કરવા અને પારસ્પરિક લાભદાયક પહેલો વિકસાવવા માટે નિયમિતપણે ઉચ્ચ–સ્તરીય સંપર્કો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારે ગાઢ બનાવવા, વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા તથા સહકારનાં નવાં પારસ્પરિક લાભદાયક ક્ષેત્રો ચકાસવા સંમત થયાં હતાં. આ સંબંધમાં, તેઓ આર્થિક સહકાર માટેના સંયુક્ત કમિશનનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંમત થયા હતા. નેતાઓ એ બાબતે પણ સંમત થયા હતા કે દ્વિપક્ષીય વેપારને સંતુલિત કરવા અને વેપારના બાસ્કેટને વિસ્તૃત કરવાના પ્રયાસો કરવા જોઈએ.
બંને નેતાઓએ ટેકનોલોજી, કૃષિ, જોડાણ, ખાણકામ, ઊર્જા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં આર્થિક સહકાર વધારવાનાં વધતાં મહત્ત્વને સ્વીકાર્યું હતું.
આર્થિક અને સામાજિક વિકાસમાં ડિજિટલાઇઝેશનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારીને બંને દેશો વચ્ચે સ્થિરતા અને વિશ્વાસ વધારવા સાયબર સુરક્ષા સહિત આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા બંને પક્ષો સંમત થયા હતા.
પ્રધાનમંત્રીઓએ બંને દેશો અને સંબંધિત પ્રદેશો વચ્ચે જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે ફ્લાઇટનાં સીધા જોડાણની શરૂઆતને આવકારી હતી અને બંને દેશોમાં નવા સ્થળો માટે સીધી ફ્લાઇટનાં જોડાણમાં વધારે વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ દરિયાઈ સહકારને મજબૂત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને માળખાગત કોરિડોરની જાળવણી પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, દુનિયાની બે સૌથી મોટી લોકશાહી દેશો તરીકે યુરોપિયન યુનિયન અને ભારત બહુધ્રુવીય દુનિયામાં સુરક્ષા, સમૃદ્ધિ અને સ્થાયી વિકાસ સુનિશ્ચિત કરવામાં સામાન્ય હિત ધરાવે છે. તેમણે ભારત–યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની તેમની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જેનો લાભ બંને પક્ષોને મળશે એટલું જ નહીં, પણ વૈશ્વિક સ્તરે દૂરગામી હકારાત્મક અસર પણ પડશે.
બંને પ્રધાનમંત્રીઓ એ શાંતિ અને નિયમો–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં યુએન ચાર્ટર તેના કેન્દ્રમાં છે અને સંમત થયા હતા કે વિશ્વના વિવિધ પ્રદેશોમાં ગંભીર સંઘર્ષો અને તણાવ દરમિયાન તેના બહુવિધ પરિમાણોમાં સુરક્ષા ક્ષેત્રમાં સહકાર મહત્વપૂર્ણ છે. તેમણે નિયમ–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે આદરને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવવા માટે બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવાનો નિર્ણય લીધો.
બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને મજબૂત અને ગાઢ બનાવવાની જરૂરિયાતને ઓળખી હતી. આ માટે તેઓ વર્તમાન દ્વિપક્ષીય વ્યવસ્થાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંમત થયા હતા, જેમાં સંરક્ષણ સહકાર માટે સંયુક્ત કાર્યકારી જૂથ સામેલ છે.
બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં તેના ભયંકર અને દુ: ખદ માનવતાવાદી પરિણામો સામેલ છે. તેમણે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે સન્માન સહિત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનાં ઉદ્દેશો અને સિદ્ધાંતો સાથે સુસંગત આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ વિસ્તૃત, ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક ખાદ્ય અને ઊર્જા સુરક્ષાના સંબંધમાં યુક્રેનમાં યુદ્ધની નકારાત્મક અસરોની પણ નોંધ લીધી હતી, ખાસ કરીને વૈશ્વિક દક્ષિણ માટે. આ યુદ્ધના સંદર્ભમાં, તેઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અણુશસ્ત્રોનો ઉપયોગ અથવા ઉપયોગની ધમકી અસ્વીકાર્ય છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાને જાળવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રને અનુરૂપ પુનઃપુષ્ટિ કરી હતી કે, તમામ દેશોએ પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમિકતા કે કોઈ પણ રાજ્યની રાજકીય સ્વતંત્રતા સામે બળનો ઉપયોગ કરવાની ધમકી કે તેની સામે બળનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ.
બંને નેતાઓએ તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદને સ્પષ્ટપણે વખોડી કાઢવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો તથા એ વાત પર ભાર મૂક્યો હતો કે, કોઈ પણ દેશે આતંકવાદી કૃત્યોને નાણાકીય સહાય, આયોજન, ટેકો કે આચરનારાઓને સુરક્ષિત આશ્રય સ્થાન પ્રદાન ન કરવું જોઈએ. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રસ્તુત ઠરાવોનાં કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમજ સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાનાં અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન (સીસીઆઇટી)ને વહેલાસર અપનાવવાની પણ પુષ્ટિ કરી હતી.
બંને પક્ષોએ યુએનસીએલઓએસમાં દર્શાવ્યા મુજબ સમુદ્રના આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર મુક્ત, ખુલ્લા અને નિયમો–આધારિત ઇન્ડો–પેસિફિક પ્રત્યેની તેમની કટિબદ્ધતાને તથા સાર્વભૌમિકતા, પ્રાદેશિક અખંડિતતા અને દરિયાઇ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાના લાભ માટે નેવિગેશનની સ્વતંત્રતા માટે સંપૂર્ણ આદર સાથે પ્રતિપાદિત કરી હતી.
આબોહવામાં ફેરફારને કારણે ઊભા થયેલા નોંધપાત્ર પડકારોને ઓળખીને બંને નેતાઓ આબોહવાની કામગીરીની પહેલોમાં સહકારનાં મહત્ત્વ પર સંમત થયા હતા. ભારતીય પક્ષે પોલેન્ડને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં પોલેન્ડનાં સભ્યપદનો વિચાર કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
સંસદીય સંપર્કોની ભૂમિકાની પ્રશંસા કરતા, બંને નેતાઓ સંમત થયા હતા કે તેમની વિધાનસભાઓ વચ્ચે આદાનપ્રદાન અને સહકારને વિસ્તૃત કરવાથી દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર સમજણમાં નોંધપાત્ર વધારો થશે.
પ્રધાનમંત્રીઓએ લાંબા સમયથી લોકો વચ્ચેનાં વિશેષ સંબંધોની નોંધ લીધી હતી અને તેને વધારે મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન, સંશોધન અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા પણ સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ભવિષ્યલક્ષી ભાગીદારી સ્થાપિત કરવા માટે વધારાનાં પગલાંને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસોને આવકાર આપ્યો હતો.
બંને નેતાઓએ આર્થિક અને વ્યાવસાયિક તકોને આગળ વધારવામાં તથા બંને દેશોનાં લોકો વચ્ચે સમજણ વધારવામાં પ્રવાસનની ભૂમિકાને સ્વીકારી હતી.
વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે, બંને પક્ષો 2024-2028 માટે પાંચ વર્ષીય સંયુક્ત કાર્યયોજના પર સંમત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીએ તેમને અને તેમના પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા આતિથ્ય–સત્કાર બદલ પ્રધાનમંત્રી ટસ્ક અને પોલેન્ડના લોકોનો આભાર માન્યો હતો તથા તેમણે પ્રધાનમંત્રી ટુસ્કને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
AP/GP/JD
Prime Ministers @narendramodi and @donaldtusk held a productive meeting in Warsaw, Poland. They explored avenues to enhance India-Poland cooperation in key sectors like food processing, AI, energy, and infrastructure. Both nations have also agreed on a social security agreement,… pic.twitter.com/ytoIIDY1rZ
— PMO India (@PMOIndia) August 22, 2024
I am glad to have met my friend, Prime Minister @donaldtusk. In our talks, we took stock of the full range of India-Poland relations. We are particularly keen to deepen linkages in areas such as food processing, urban infrastructure, renewable energy and AI. pic.twitter.com/a7VqCfj9Qa
— Narendra Modi (@narendramodi) August 22, 2024
PM @donaldtusk and I also discussed ways to expand cooperation in defence and security. It is equally gladdening that we have agreed on a social security agreement, which will benefit our people. pic.twitter.com/aQmb4zvPWR
— Narendra Modi (@narendramodi) August 22, 2024
Cieszę się, że dane mi było spotkać się z drogim Panem Premierem @donaldtusk. Podczas rozmowy podsumowaliśmy całość stosunków indyjsko-polskich. Szczególnie zależy nam na pogłębieniu relacji w dziedzinie przetwórstwa spożywczego, infrastruktury miejskiej, energii odnawialnej oraz… pic.twitter.com/ALDZVuokZK
— Narendra Modi (@narendramodi) August 22, 2024
Wraz z Premierem @donaldtusk dyskutowaliśmy również na temat poszerzenia współpracy w zakresie bezpieczeństwa i obronności. Równie zadowalające jest to, że przyjęliśmy wspólne założenia do porozumienia w sprawie zabezpieczenia społecznego, na którym skorzystają nowe narody. pic.twitter.com/p2s8RlNVEc
— Narendra Modi (@narendramodi) August 22, 2024