Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત તથા ભૂટાન વચ્ચે ક્ષમતા નિર્માણ, બેન્ચમાર્કિંગ તથા માળખાગત એન્જિનીયરીંગમાં દ્વીપક્ષીય આદાન – પ્રદાનના ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ પર કરારની માહિતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત તથા ભૂટાન વચ્ચે ક્ષમતા નિર્માણ, બેન્ચમાર્કિંગ તથા માળખાગત એન્જિનીયરીંગમાં દ્વીપક્ષીય આદાન – પ્રદાનના ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ પર કરાર માહિતી (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

ભારત તથા ભૂટાનના એકબીજાની સાથે લાંબા સમયથી કૂટનિતિક, આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. ભારત – ભૂટાન મૈત્રી સંધિ પર ફેબ્રુઆરી 2007માં હસ્તાંક્ષર થવાથી પરસ્પર સંબંધ વધારે મજબૂત થયા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૂન 2014માં ભૂટાનની રાજકિય યાત્રા કરી હતી. આ યાત્રાથી બંને દેશોની વચ્ચે નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય આદાન – પ્રદાનની પરંપરાને વધારે મજબૂત કરવામાં આવી છે. ભારતના પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન બંને પક્ષ રાષ્ટ્રીય હિત સંબંધિત ક્ષેત્રોમાં ઘનિષ્ઠ સમન્વય તથા સહયોગ જારી રાખવા પર સહેમત થયા હતા.

આ કરાર માહિતી ભારત – ભૂટાન મૈત્રી સંધિના અનુચ્છેદ 2,7 તથા 8ને આગળ વધારવાના ક્રમમાં છે. આ કરારથી શૈક્ષિક, વૈજ્ઞાનિક તથા ટેકનિકલ અનુસંધાન અને પર્યાવરણ સંરક્ષણમાં મદદ મળશે જે ઓગસ્ટ 2003 માં સ્થાપિત ભારત – ભૂટાન પ્રતિષ્ઠાનમાં નિર્દિષ્ટ ઉદ્દેશ્ય પણ છે. બંને દેશોની વચ્ચે પહેલેથી જ જળ – વિદ્યુત સહયોગ ચાલી રહ્યો છે, જે આપસી સહયોગનો અનુકરણીય નમૂનો છે.

આ કરારના માધ્યમથી કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબ્લ્યૂડી) ને પહાડી સડકના નિર્માણમાં અનુભવનો લાભ પ્રાપ્ત થશે, જે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા પૂર્વોત્તર ક્ષેત્રના જુદા જુદા રાજ્યો માટે ખુબ મહત્વનું છે. સીપીડબ્લ્યૂડીને પણ ભૂટાનમાં અમુક સડક નિર્માણ પરીયોજના મળવાની આશા છે.

J.Khunt