Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત – ચિલી અધિમાન્ય વેપાર કરાર (પીટીએ) નો વિસ્તાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત તથા ચિલીના મધ્ય ભારત – ચિલી અધિમાન્ય વેપાર કરાર (પીડીએ) ના વિસ્તાર માટે પોતાની મંજૂરી આપી દીધી છે. ચિલીની સાથે ભારતના નિર્યાત બાસ્કેટમાં વિવિધતા છે તથા ચિલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ટેરિફ લાઇનોની વ્યાપક વિવિધતાને જોતા વિસ્તારીત પીટીએ દ્વારા ભારતને ખૂબ જ લાભ મળશે. વિસ્તારિત પીટીએના આધિન ચીલીએ 30 ટકાથી 100 ટકા સુધી અધિમાનના અંતર (એમઓપી) ની સાથે 1798 ટૈરિફ લાઇનો પર ભારતને છૂટછાટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે 10માંથી 100 ટકા સુધી એમઓપીની સાથે 8 અંકોના સ્તર પર 1031 ટૈરિફ લાઇનો પર ચિલીને છૂટછાટો આપવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવિત વિસ્તારિત પીટીએના આધિન ચિલીને થનારું ભારતનું 86 ટકા નિકાસ તે છૂટછાટોની અંતર્ગત આવશે, જેનાથી નજીકના ભવિષ્યમાં આપણી નિકાસ બે ગણી થવાની સંભાવના થઇ જશે.

ભારત તથા ચિલીની વચ્ચે એક અધિમાન્ય વેપાર કરાર પર માર્ચ 2006માં હસ્તાક્ષર થયા હતા. આ કથિત પીટીએ ઓગસ્ટ 2007થી લાગૂ થયું હતું. 2006 – 07 દરમિયાન ચિલી ભારત માટે 51માં નિર્યાત ગંતવ્ય સ્થાન પર રહ્યું હતું. 2006 – 07 વર્ષ દરમિયાન દ્વીપક્ષિય વેપાર 2.3 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો હતો. પીટીએ પ્રભાવી થયા બાદ સપ્ટેમ્બર 2007થી વેપાર ગતિશીલતામાં પરિવર્તન થયું હતું. વર્ષ 2006 – 07 થી 2014 – 15 સુધી દ્વીપક્ષીય વેપારમાં 58.49 ટકાનો વધારો નોંધાયો હતો. 2014 – 15 દરમિયાન વેપાર 3.65 બિલિયન અમેરિકન ડોલર થઇ ગયો હતો, જેમાં નિકાસ તથા આયાત અનુક્રમે : 0.57 બિલિયન અમેરિકન ડોલર તથા 3.08 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો હતો.

ચીલીની સાથે ભારતનો મૈત્રીભર્યો સંબંધ છે. ચિલી આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની સાથે સહયોગ કરી રહ્યું છે. ભારત અને ચિલી પીટીએના વિસ્તારથી બંને દેશોની વચ્ચે વેપાર તથા આર્થિક સંબંધોમાં વધુ વધારે થશે. આ વિસ્તાર ભારત – ચિલી સંબંધોમાં એક મહત્વપૂર્ણ પડાવ બનશે, જે ભારત તથા એલએસી દેશોની વચ્ચે વર્તમાન પરંપરાગત ભાઇચારાના સંબંધને વધુ મજબૂત બનાવશે.

J.Khunt