પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની નિઃસ્વાર્થ સશક્ત આત્માઓ કે જેઓ કોરોના સામેની લડાઈ દરમિયાન સંપૂર્ણ બાહ્ય પરિપ્રેક્ષ્યમાં રહેલા હતા તેમની પ્રશંસા કરી હતી. આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવાના પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, “ગયા એક વર્ષમાં ભારતીયોએ એક વ્યક્તિ તરીકે, પરિવાર તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઘણું શીખ્યું છે અને સમજ્યું છે. મહાન તેલુગુ કવિ ગુરાજાડા વેંકટા અપ્પા રાવને ટાંકતા, શ્રી મોદીએ કહ્યું કે આપણે હંમેશા અન્યો માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ. એક રાષ્ટ્ર એ માત્ર જમીન, પાણી અને પથ્થર વડે નથી બનતું, પરંતુ રાષ્ટ્રનો અર્થ થાય છે, “આપણે લોકો”. ભારતમાં કોરોના વિરુદ્ધની લડાઈ આ જ ભાવના સાથે લડાઈ છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ દેશના લોકો વચ્ચે શરૂઆતના સમયમાં રહેલ અસહાય મૂંઝવણની લાગણીને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે યાદ કરી હતી કે જ્યારે લોકો પોતાના આત્મજનોને પણ જ્યારે ચેપ લાગતો તો તેમને મળી પણ નહોતા શકતા. આ બીમારીએ રોગગ્રસ્ત દર્દીને એક્લવાયો અને એકાંતમાં મૂકી દીધો હતો જ્યારે બીમાર બાળકોને તેમની માતાઓથી દૂર કરવામાં આવ્યા હતા અને વૃદ્ધ માતાપિતા દવાખાનામાં સાવ એકલવાયા રહીને એકલા હાથે આ રોગ સામે લડત આપવા માટે મજબૂર બની ગયા હતા. ત્યાં સુધી કે જેઓના સ્વજનો આ યુદ્ધ હારી જતાં હતા તેમને યોગ્ય પરંપરા અનુસાર તેમની અંતિમ વિદાય પણ નહોતી થઈ શકતી. આ બધી યાદો આપણને આજે પણ ઉદાસ બનાવી દે છે, ભાવુક દેખાઈ રહેલ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ યાદ કરતાં જણાવ્યું કે તે અંધકારના દિવસોમાં પણ કેટલાક લોકો આશા અને મુશ્કેલીમાં મદદ કરી રહ્યા હતા. તેમણે ડૉક્ટર્સ, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર્સ, આશા કાર્યકરો, સેનિટેશન કાર્યકરો, પોલીસ અને અન્ય આગળની હરોળના કાર્યકરો કે જેમણે બીજાના જીવ બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મૂકી દીધા હતા તેમના યોગદાન ઉપર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે પોતાના હિતની સામે માનવતા માટે તેમની ફરજને પ્રાથમિકતા આપી. તેમાંથી કેટલાક તો પાછા તેમના ઘરે પરત પણ નથી ફરી શક્યા કારણ કે તેમણે વાયરસ સામેની લડાઈમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો, ગંભીર બનેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગળની હરોળના યોદ્ધાઓ ભય અને નિરાશાના તે વાતાવરણમાં પણ આશા લઈને આવ્યા હતા. આજે તેમને સૌપ્રથમ રસી આપીને દેશ કૃતજ્ઞતા સાથે તેમના યોગદાનને બિરદાવી રહ્યો છે.
SD/GP/BT