મહામહિમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,
બંને દેશોના પ્રતિનિધિઓ,
મીડિયાના મિત્રો,
નમસ્તે!
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.
તેમના પહેલા કાર્યકાળમાં અમે જે ઉત્સાહ, ઉર્જા અને જે પ્રતિબદ્ધતા સાથે સાથે કામ કર્યું હતું. તે જ ઉત્સાહ, એ જ ઉર્જા અને એ જ પ્રતિબદ્ધતા મને આજે પણ અનુભવાઈ છે. આજની ચર્ચાઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાનની આપણી સિદ્ધિઓ અને ઊંડા પરસ્પર વિશ્વાસ પ્રત્યે સંતોષનો સેતુ હતો. નવા લક્ષ્યો હાંસલ કરવાનો સંકલ્પ પણ હતો. અમારું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની એકતા અને સહયોગ એક યોગ્ય વિશ્વને બનાવવામાં આકાર આપી શકે છે.
મિત્રો,
અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, “મેક અમેરિકા ગ્રેટ અગેઇન” અથવા “MAGA” થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ લઈને વારસો અને વિકાસના માર્ગ પર ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે.
અમેરિકન ભાષામાં જણાવું તો, વિકસિત ભારતનો અર્થ થાય છે મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન એટલે કે “મીગા” છે. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે “માગા” પ્લસ “મીગા”, ત્યારે તે બને છે – “મેગા” એટલે કે સમૃદ્ધિ માટેની ભાગીદારી. અને આ જ મેગા સ્પીરીટ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.
મિત્રો,
આજે આપણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધુ વધારીને $500 બિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી ટીમો ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરશે.
ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઓઈલ અને ગેસના વેપાર પર ભાર મૂકીશું. ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ વધશે. પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અમે નાના મોડ્યુલર રિએક્ટર્સ તરફ સહયોગ વધારવા વિશે પણ વાત કરી હતી.
મિત્રો,
ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના ટ્રાન્સફર તરફ સક્રિયપણે આગળ વધી રહ્યા છીએ.
આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને સાધનો આપણી ક્ષમતાઓમાં પણ વધારો કરશે. અમે ઓટોનોમસ સિસ્ટમ્સ ઇન્ડસ્ટ્રી એલાયન્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
આગામી દાયકા માટે સંરક્ષણ સહયોગ માળખું બનાવવામાં આવશે. સંરક્ષણ આંતર-કાર્યક્ષમતા, લોજિસ્ટિક્સ, સમારકામ અને જાળવણી પણ તેના મુખ્ય ભાગો હશે.
મિત્રો,
એકવીસમી સદી ટેકનોલોજી આધારિત સદી છે. લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખતા દેશો વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગાઢ સહયોગ સમગ્ર માનવતાને નવી દિશા, શક્તિ અને તક આપી શકે છે.
ભારત અને અમેરિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ, બાયોટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં સાથે મળીને કામ કરશે.
આજે આપણે TRUST એટલે કે ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યુટિલાઈઝીંગ સ્ટ્રેટેજીક ટેક્નોલોજી પર સંમત થયા છીએ. આ અંતર્ગત ક્રિટિકલ મિનરલ, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકવામાં આવશે. લિથિયમ અને રેયર અર્થ જેવા વ્યૂહાત્મક ખનિજો માટે પુનઃપ્રાપ્તિ અને પ્રક્રિયા પહેલ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અવકાશના ક્ષેત્રમાં અમારો અમેરિકા સાથે ગાઢ સહયોગ રહ્યો છે. “ઇસરો” અને “નાસા”ના સહયોગથી બનેલ “NISAR” ઉપગ્રહ ટૂંક સમયમાં ભારતીય લોન્ચ વ્હીકલ પર અંતરિક્ષમાં ઉડાન ભરશે.
મિત્રો,
ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રણાલીઓને મજબૂત બનાવે છે. આપણે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીશું. આમાં QUADની ખાસ ભૂમિકા રહેશે.
મિત્રો,
આ વર્ષે ભારતમાં યોજાનારી QUAD સમિટમાં અમે ભાગીદાર દેશો સાથે નવા ક્ષેત્રોમાં સહયોગ વધારીશું. “આઈ-મેક” અને “આઈ-ટુ-યુ-ટુ” હેઠળ આપણે આર્થિક કોરિડોર અને કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાથે મળીને કામ કરીશું.
આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા મજબૂતીથી સાથે ઉભા રહ્યા છે. અમે સંમત છીએ કે સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે.
હું રાષ્ટ્રપતિનો આભારી છું કે તેમણે 2008માં ભારતમાં નરસંહાર કરનાર ગુનેગારને હવે ભારતને સોંપવાનો નિર્ણય લીધો છે. ભારતીય અદાલતો યોગ્ય પગલાં લેશે.
મિત્રો,
અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય આપણા સંબંધોમાં એક મહત્વપૂર્ણ કડી છે. આપણા લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે, અમે ટૂંક સમયમાં લોસ એન્જલસ અને બોસ્ટનમાં ભારતના નવા કોન્સ્યુલેટ ખોલીશું.
અમે અમેરિકન યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં ઓફશોર કેમ્પસ ખોલવા આમંત્રણ આપ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ,
તમારી મિત્રતા અને ભારત પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતા બદલ હું તમારો આભાર માનું છું. ભારતના લોકો હજુ પણ તમારી 2020ની મુલાકાત યાદ કરે છે, અને આશા રાખે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર તેમની મુલાકાત લેશે.
140 કરોડ ભારતીયો વતી હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું.
ખૂબ ખૂબ આભાર.
AP/IJ/GP/JT
Addressing the press meet with @POTUS @realDonaldTrump. https://t.co/u9a3p0nTKf
— Narendra Modi (@narendramodi) February 13, 2025
सबसे पहले मैं, मेरे प्रिय मित्र राष्ट्रपति ट्रम्प को मेरे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए हार्दिक आभार व्यक्त करता हूँ।
— PMO India (@PMOIndia) February 13, 2025
राष्ट्रपति ट्रम्प ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया है: PM @narendramodi
हम मानते हैं कि भारत और अमेरिका का साथ और सहयोग एक बेहतर विश्व को shape कर सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2025
अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब Make India Great Again, यानि “मीगा” है।
— PMO India (@PMOIndia) February 13, 2025
जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं, यानि “मागा” प्लस “मीगा”, तब बन जाता है –“मेगा” पार्ट्नर्शिप for prosperity.
और यही मेगा spirit हमारे लक्ष्यों को नया स्केल और scope देती है: PM
अमेरिका के लोग राष्ट्रपति ट्रम्प के मोटो, Make America Great Again, यानि “मागा” से परिचित हैं।
— PMO India (@PMOIndia) February 13, 2025
भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर हैं: PM @narendramodi
भारत की defence preparedness में अमेरिका की महत्वपूर्ण भूमिका है।
— PMO India (@PMOIndia) February 13, 2025
Strategic और trusted partners के नाते हम joint development, joint production और Transfer of Technology की दिशा में सक्रिय रूप से आगे बढ़ रहे हैं: PM @narendramodi
आज हमने TRUST, यानि Transforming Relationship Utilizing Strategic Technology पर सहमती बनायीं है।
— PMO India (@PMOIndia) February 13, 2025
इसके अंतर्गत critical मिनरल, एडवांस्ड material और फार्मास्यूटिकल की मजबूत सप्लाई chains बनाने पर बल दिया जायेगा: PM @narendramodi
भारत और अमेरिका की साझेदारी लोकतंत्र और लोकतान्त्रिक मूल्यों तथा व्यवस्थाओं को सशक्त बनाती है।
— PMO India (@PMOIndia) February 13, 2025
Indo-Pacific में शांति, स्थिरता और समृद्धि को बढ़ाने के लिए हम मिलकर काम करेंगे।
इसमें Quad की विशेष भूमिका होगी: PM @narendramodi
आतंकवाद के खिलाफ लड़ाई में भारत और अमेरिका दृढ़ता से साथ खड़े रहे हैं।
— PMO India (@PMOIndia) February 13, 2025
हम सहमत हैं कि सीमापार आतंकवाद के उन्मूलन के लिए ठोस कार्रवाई आवश्यक है: PM @narendramodi