Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને સ્વીડન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણામાં પ્રધાનમંત્રીનુ પ્રારંભિક નિવેદન

ભારત અને સ્વીડન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણામાં પ્રધાનમંત્રીનુ પ્રારંભિક નિવેદન


નમસ્કાર, એક્સેલન્સી !

સૌથી પહેલાં હું કોવિડ-19ના કારણે સ્વીડનમાં જે જાનહાનિ થઈ તે માટે મારા તરફથી  અને સમગ્ર ભારત તરફથી હું હાર્દિક સંવેદના વ્યક્ત કરવા ઈચ્છું  છું. સ્વીડનમાં પરમ દિવસે થયેલા હિંસક હુમલા અંગે હું તમામ ભારતીય નાગરિકો તરફથી સ્વીડનના લોકો માટે  સહાનૂભૂતિ વ્યક્ત કરવા ઈચ્છું  છું. આ હુમલામાં ઘાયલ લોકો ખૂબ ટૂંકા ગાળામાં સાજા થઈ જાય તેવી અમારી શુભેચ્છા છે.

એક્સેલન્સી

2018માં સ્વીડનમાં પહેલી ભારત-નોર્ડિક શિખર મંત્રણાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. એ સમયે મને સ્ટોકહોમ જવાની તક મળી હતી. હું આશા રાખું છું કે ખૂબ જલ્દી બીજી ભારત-નોર્ડિક શિખર મંત્રણા દરમ્યાન આપણને ફરીથી મળવાની તક મળશે. વર્ષ 2019માં હિઝ મેજેસ્ટી ધ કીંગ અથવા હર મેજેસ્ટીની ભારત યાત્રા અમારા માટે ખૂબ જ સૌભાગ્યની તક બની જશે. મારી તેમની સાથે અનેક વિષયો ઉપર ખૂબ સારી ચર્ચા થઈ હતી. મને બરાબર યાદ છે કે પાક લીધા પછી બચેલા અવશેષોનો ઉપયોગ કરીને  બ્રિકેટ બનાવવા અંગે હીઝ મેજેસ્ટી અને મેં  સહયોગ કરવા અંગે સમીક્ષા કરી હતી.  તમને એ જાણીને આનંદ થશે કે તેનો ડેમોન્સ્ટ્રશન પ્લાન્ટ સારૂ કામ કરી રહ્યો છે. હવે આપણે બાયોમાસમાંથી કોલસો બનાવવા માટે તેનુ મોટા પાયે વિસ્તરણ કરી શકીએ તેમ છીએ.

એક્સેલન્સી

કોવિડ-19 દરમ્યાન આપણે પ્રાદેશિક અને વૈશ્વિક બંને સ્તરે સહયોગના મહત્વને પારખ્યું છે. વિશ્વને કોવિડ-19 સામેની લડાઈમાં સહયોગ આપવા ભારતે 150થી વધુ દેશને દવાઓ અને અન્ય જરૂરી સાધનો  ઉપલબ્ધ કર્યાં છે. સાથે સાથે અમે ઓનલાઈન તાલિમ કાર્યક્રમ મારફતે એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા,  અને આફ્રિકાના ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને નીતિ ઘડનાર સમુદાયને અમારા અનુભવોની જાણકારી આપી હતી.  અત્યાર સુધીમાં અમે લગભગ 150 દેશને ‘મેઈડ ઈન ઈન્ડીયા’ રસી પણ ઉપલબ્ધ કરાવી છે અને આવનારા દિવસોમાં વધુ અનેક દેશને રસી પૂરી પાડવા માટે અમે કટીબધ્ધ છીએ,

એક્સેલન્સી

આજના વાતાવરણમાં તમામ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સંકલન, સહકાર અને સહયોગ ખૂબ જ મહત્વનો બની ગયો  છે. લોકશાહી, માનવ અધિકારો, કાયદાનુ શાસન,  સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા પરસ્પરને  જણાવી શકાય તેવા મૂલ્યોને કારણે આપણા પરસ્પરના સહયોગને મજબૂતી પ્રાપ્ત થાય  છે. જલવાયુ પરિવર્તન જેવા મહત્વપૂર્ણ મુદ્દા આપણા બંને દેશો માટે અગ્રતા ધરાવે છે અને તે અંગે આપણે  સાથે કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ. ભારતની સંસ્કૃતિમાં પર્યાવરણ સંરક્ષણ અને કુદરત સાથે સંવાદિતાને હંમેશાં મહત્વ આપવામાં આવી રહ્યુ છે.

અમે પેરિસ કરારમાં વ્યક્ત કરેલી પોતાની કટીબધ્ધતા અંગે દ્રઢતાથી આગળ ધપી રહયા છીએ.  અમે આ લક્ષ્યાંકોને માત્ર હાંસલ કરીશુ એટલુ જ નહી પણ તેને વટાવી પણ જઈશું. જી-20 દેશોમાં કદાચ ભારત જ  પોતાની કટીબધ્ધતાઓમાં સારી પ્રગતિ કરી રહ્યો છે. વિતેલાં પાંચ વર્ષોમાં અમારી રિન્યુએબલ પાવર ક્ષમતા 162 ટકા વધી છે અને અમે વર્ષ 2030 સુધીમાં 450 મેગાવૉટ રિન્યુએબલ ઉર્જા સ્થાપિત  કરી દેવાનો  લક્ષ્યાંક નક્કી કર્યો છે.  એલઈડી લાઈટસના ઉપયોગને પ્રોત્સાહન આપીને અમે  30 મિલિયન ટન કાર્બન ડાયોકસાઈડ જેટલુ એમિશન બચાવી રહ્યા છીએ. ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં અમે સ્વીડનને સામેલ કરાયાની જાહેરાતનુ સ્વાગત કરીએ છીએ. અમે તમને કોએલિએશન ફોર ડિઝાસ્ટર રેસીલીયન્ટ ઈનફ્રાસ્ટ્રકચરમાં જલદીથી સામેલ થવા માટે આમંત્રિત કરીએ છીએ. 

એક્સેલન્સી,

કોવિડ-19 પછી સ્થિરતા અને સાજા થવાની બાબતમાં ભારત અને સ્વીડનની ભાગીદારી એક મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. અમે ઈનોવેશન, ટેકનોલોજી, મૂડીરોકાણ સ્ટાર્ટ- અપ્સ અને સંશોધનના ક્ષેત્રમાં  પરસ્પરના સહયોગને ગાઢ બનાવી શકીએ તેમ છીએ. સ્માર્ટ સીટીઝ, વૉટર ટ્રીટમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, સરક્યુલર ઈકોનોમિ, સ્માર્ટ ગ્રીડઝ, ઈ-મોબીલીટી, ડીજીટલ ટ્રાન્સફોર્મેશન વગેરે અનેક ક્ષેત્રોમાં પરસ્પરનો સહયોગ વધારવા માટેની ક્ષમતા છે. મને વિશ્વાસ છે કે આજની આપણી આ વર્ચ્યુઅલ  શિખર મંત્રણાને  કારણે  આપણા સહયોગમાં  નવાં પાસાં જોડાશે. 

 એક્સેલન્સી,

હું ફરી એક વાર સ્વીડનના નાગરિકો તરફ ભારતની ખૂબ જ ઉત્તમ મિત્રતાની  આપણી યાત્રાને યાદ કરતાં કરતાં આપને પ્રારંભિક પ્રવચન માટે આમંત્રિત કરવા માગુ છું.

SD/GP/JD