Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને તુર્કી વચ્ચે ખસખસના વેપાર માટે સમજૂતી કરારને મંત્રીમંડળે મંજૂરી આપી છે જેથી તુર્કીથી ખસખસની આયાતની ઝડપી અને પારદર્શક પ્રક્રિયા ગોઠવી શકાય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને તુર્કી વચ્ચે ખસખસનાં વેપાર માટે સમજૂતી કરાર કર્યા છે કે જેના દ્વારા તુર્કીથી ખસખસનાં બીજની આયાત માટે ઝડપી અને પારદર્શક પ્રક્રિયા ગોઠવી શકાય

વિગતો:

સમજૂતી કરારમાં જે જોગવાઈઓ આ મુજબ છે –

1. તુર્કીશ ગ્રેઈન બોર્ડ (ટીએમઓ) તુર્કીથી ભારતમાં નિકાસ કરવા માટેની ઓનલાઈન પ્રણાલી ગોઠવશે. નિકાસ કરનારી કંપનીઓ એજીયન એક્સપોર્ટર્સ એસોસિએશન (ઈઆઇબી) મારફતે (કાયદા દ્વારા અપાયેલી જવાબદારી મુજબ) ટીએમઓને ઓનલાઈન વ્યવસ્થાનું સભ્યપદ મેળવવા માટે અરજી કરી શકશે.

2. દર વર્ષે તુર્કીથી ખસખસનાં બીજનો જથ્થો આયાત કરવામાં આવશે અને તે અંગે ભારત સરકાર તુર્કીમાં ખસખસના બીજના પાક તથા આગલા વર્ષના પાકમાંથી વધેલા જથ્થા અને સ્થાનિક તેમજ અન્ય નિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તુર્કીની સરકાર સાથે પરામર્શ કરીને નિર્ણય કરશે.

3. નિકાસ કરનાર કંપનીઓએ ટીએમઓ સાથે દરેક નિકાસ કરાર અંગે નોંધણી કરાવવાની રહેશે. દરેક નિકાસ કરાર માટે નિકાસકાર કંપનીએ ટીએમઓ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ટીએમઓની એ જવાબદારી રહેશે કે ઉપર પેરા-2 માં દર્શાવ્યા મુજબના જથ્થા કરતાં વધુ જથ્થાના વેચાર કરાર માટે નોંધણી કરવામાં આવશે નહીં.

4. ઉપર પેરા-2 માં દર્શાવેલા જથ્થાને ધ્યાનમાં લઈને દર વર્ષે બંને પક્ષકારોએ કોઈપણ ભારતીય આયાતકાર દ્વારા પાકના ચોક્કસ વર્ષ દરમ્યાન કોઈપણ ભારતીય આયાતકાર માટે આયાતનો જથ્થો ધ્યાન પર લેવાનો રહેશે.

5. સેન્ટર બ્યૂરો ઑફ નાર્કોટીક (સીબીએન), ટીએમઓ દ્વારા નોંધાયેલા વેચાણ કરારની વિગતો ટીએમઓ દ્વારા જાળવવામાં આવેલી ઓનલાઈન વિગતો મેળવશે અને ભારતના સરકારના નાણાં મંત્રાલયનાં દિશા-નિર્દેશો અનુસાર નોંધણી કરશે. ટીએમઓ સીબીએન દ્વારા વેચાણ કરારમાં નોંધાયેલી વિગતો ઓનલાઈન અપલોડ કરશે. ટીએમઓ માત્ર એ જ નિકાસને છૂટ આપશે કે જે સીબીએન સાથે નોંધાયેલી થયેલી હોય.

6. ટીએમઓ વેચાણ કરાર સુપરત થયા પછી અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી ખસખસના બીજનું કાયદેસર ઉત્પાદન થયું હોવાનું નિકાસકારને પ્રમાણપત્ર પૂરૂ પાડશે.

સમજૂતીના આ કરારથી તુર્કીમાંથી ખસખસના બીજની આયાત માટે ક્વોટાની ફાળવણી થશે અને અગાઉથી નિકાસનો અધિકાર આપવામાં આવશે. આ રીતે સાચા આયાત કરારની આસાનીથી ખાત્રી થશે અને ઘણાં બધી કાનૂની પ્રક્રિયાઓને પરિણામે ખસખસના બીજની આયાતમાં વિઘ્નરૂપ વિલંબ નિવારી શકાશે.

આ એમઓયુથી ભારતના બજારમાં ખસખસના બીજની સતત ઉપલબ્ધિની ખાતરી રહેશે અને આખરે ખસખસના બીજના ભારતીય ગ્રાહકોને લાભ થશે.

પૂર્વભૂમિકા:

તુર્કીથી આયાત થતા ખસખસના બીજ વિવિધ કાનૂની અવરોધોને કારણે અટવાઈ પડ્યા હતા, જેને કારણે ભારતના સ્થાનિક બજારમાં ખસખસના બીજના ભાવમાં ભારે વધારો નોંધાયો હતો. કેટલાક આયાતકારોએ તેને કારણે સંગ્રહખોરી કરી હતી. અદાલત દ્વારા આપવામાં આવેલા વિવિધ મનાઈ હુકમને કારણે તથા વારંવાર સુનાવણી મુલતવી રહેવાને કારણે કપરી સ્થિતિ ઉભી થઈ હતી અને તેને લીધે દેશમાં ખસખસના બીજની ઉપલબ્ધિ ઘટી હતી અને ગ્રાહકો માટે મોટી સમસ્યા ઉભી થઈ હતી. આ પ્રકારના કાનૂની અવરોધો, ભાવ વધારો અને સંગ્રહખોરી નિવારવા માટે ભારત અને તુર્કીની સરકાર વચ્ચે સમજૂતી કરાર મારફતે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જરૂરી હતી, કે જેથી વાસ્તવિક આંકડાઓનું આદાન-પ્રદાન કરીને તુર્કીથી આયાત થતા સાચા અને કાયદેસર પેદા કરાયેલા ખસખસના બીજના જથ્થા અંગે ખાતરી કરી શકાય

RP