ભારત–જાપાન સહયોગ ‘એક્ટ ઈસ્ટ’ ફોરમ
ભારત- જાપાન આર્થિક ODA કો-ઓપરેશન
જાપાનના ઓડીએ (ODA)નું ભારતના આર્થિક – સામાજિક વિકાસમાં કરાયેલા નોંધપાત્ર યોગદાનને પ્રમાણિત કરીને ભારતે જાપાનના સતત સહયોગની કદર કરી છે અને આ બાબત બંને દેશો વચ્ચેના જોડાણનું પ્રતિક બન્યું છે. આ સંબંધમાં ભારત અને જાપાને નીચે દર્શાવેલા પ્રોજેક્ટસમાં જાપાનની સહાય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતોઃ
જાપાનની ODA લોન
સપ્ટેમ્બર 2017માં ભારતમાં છેલ્લી શિખર પરિષદ યોજાઈ તે પછી નીચે દર્શાવેલા પ્રોજેક્ટસને ODA ધિરાણો આપવામાં આવ્યા છેઃ
13મી શિખર પરિષદ દરમિયાન મુંબઈ– અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ (II) અંગે પરસ્પરના હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોનું આદાન– પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ બધા ઉપરાંત ભારતે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં ભારતમાં ડેરી વિકાસ યોજનાઓ માટે ધિરાણો પૂરાં પાડવામાં આવશે અને મહારાષ્ટ્રના નાગપુર ખાતે નાગ નદીમાં પ્રદુષણ નિવારણ માટેનો પ્રારંભિક સર્વે હાથ ધરવામાં આવશે, મધ્ય પ્રદેશમાં ગ્રામીણ જળ પૂરવઠા યોજના, મેઘાલયમાં લેન્ડસ્કેપ કોમ્યુનિટી ફોરેસ્ટ અને વોટર મેનેજમેન્ટ જેવા કાર્યક્રમો ટૂંક સમયમાં શરૂ થશે. સંબંધિત સત્તા તંત્રો દ્વારા ભારત અને જાપાન વચ્ચે ટૂંક સમયમાં ચર્ચા હાથ ધરાશે અને ODA ધિરાણો મારફતે ભારતમાં SDGs પ્રોત્સાહિત કરાશે.
વારાણસી કન્વેન્શન સેન્ટર
બંને પક્ષોએ વારાણસી ખાતે હાથ ધરાયેલા સહયોગ અને સંમેલન કેન્દ્રના બાંધકામમાં થયેલી પ્રગતિને આવકારી હતી. આ પ્રોજેકટને જાપાન અને ભારત વચ્ચેની મૈત્રીનું પ્રતિક માનવામાં આવે છે. ભારતે જાપાન દ્વારા પૂરા પાડવામાં આવેલા વધારાના અનુદાનની કદર કરી હતી.
ટ્રાફિકની ગીચતામાં સુધારા અને શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં સુધારણા માટે અનુદાન
ભારતે ડિસેમ્બર 2017માં હાથ ધરાયેલા એડવાન્સ ટ્રાફિક ઈન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમના માટે જાપનના અનુદાન પ્રાવધાન પર પરસ્પર હસ્તાક્ષર કરાયેલ દસ્તાવેજોના અમલીકરણ માટે જાપાનની પ્રશંસા કરી હતી.
ભારત– જાપાન રેલવે ક્ષેત્રે સહયોગ
મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ રેલ
ભારતમાં કનેક્ટિવિટી ક્ષેત્રે ક્રાંતિ માટે અને હાઈ સ્પીડ રેલવે શરૂ કરવા માટે ભારત અને જાપાન વચ્ચે મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેકટની સ્થાપના અંગે સહયોગ કરાયો છે. આ પ્રોજેકટનું મહત્વ સમજીને આ યોજનાને કેન્દ્રના સ્તરેથી સંયુક્ત સમિતિની મિટીંગ (JCM) દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે. જેમાં હાલમાં સહ–અધ્યક્ષ તરીકે ડૉ. રાજીવ કુમાર, વાઈસ ચેરમેન, નીતિ આયોગ– ભારત તરફથી અને પ્રધાનમંત્રી શિંજો આબેના ખાસ સલાહકાર હીરોટો ઈઝુમી– જાપાનના પક્ષે મોનિટરીંગ કરશે.
દિલ્હીમાં તા.17 સપ્ટેમ્બર, 2018ના રોજ MAHSR અંગે JCM યોજવામાં આવી હતી અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે ખાતરી કરવામાં આવી હતી. એવી પણ સંમતિ સધાઈ હતી કે બંને પક્ષો આ પ્રોજેક્ટ સરળતાથી સિદ્ધ થાય તે માટે પરસ્પરનો સહયોગ વધુ આગળ વધારશે. જમીન, માળખાગત સુવિધાઓ, પરિવહન અને પ્રવાસન મંત્રી શ્રી કેઈચી ઈશી અને નાયબ સંસદીય મંત્રી – જમીન, માળખાગત સુવિધાઓ, પરિવહન અને પ્રવાસન– શ્રી માસાટોસી અકીમોટોએ અનુક્રમે આ સંબંધે ડિસેમ્બર, 2017 અને મે, 2018માં ભારતની મુલાકાત લીધી હતી અને MAHSR પ્રોજેક્ટના વિવિધ પાસાંઓ કે જેમાં સ્ટેશન વિસ્તારનો વિકાસ, એપ્રોચ રોડ, સ્ટેશન પ્લાઝા અને મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન પ્લાન જેવા પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી.
શિખર પરિષદની બેઠક દરમિયાન MAHSR પ્રોજેક્ટ માટે ધિરાણ કરારની નોંધ પર થયેલા હસ્તાક્ષરના દસ્તાવેજોનું આદાન– પ્રદાન કરાયું હતું. સપ્ટેમ્બર 2018માં JICA સમીક્ષા મિશન પૂર્ણ થયા પછી JICA અને DEA વચ્ચે 28 સપ્ટેમ્બર, 2018ના રોજ જાપાનના ODA ધિરાણના પ્રથમ તબક્કા અંગે ધિરાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વર્તમાન સ્થિતિઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ પ્રોજેક્ટની અમલીકરણ એજન્સી છે. આ પ્રોજેકટ માટેનું આખરી લોકેશન સર્વેક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આખરી લાઈન રેખાઓને આધારે તમામ ભૂગર્ભ અને ઓવરહેડ જરૂરીયાતને આખરી સ્વરૂપ અપાયું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચ જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ડિસેમ્બર, 2018માં પૂર્ણ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. કુલ 487 કિમીમાંથી 328 કિમી વિસ્તારમાં સંયુક્ત માપણી સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ સહિત આ સમગ્ર પ્રોજેક્ટને 26 કોન્ટ્રાક્ટ પેકેજીસમાં વહેંચવામાં આવેલ છે. આમાંથી 4 પેકેજીસ એનાયત કરવામાં આવ્યા છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઈન્ટીગ્રેશન પ્લાનને સ્માર્ટ અને સાતત્ય ધરાવતા સુસંકલિત ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે એક મહત્વનું ઘટક ગણવામાં આવે છે, જે તમામ 12 સ્ટેશનોએ ચાલી રહ્યો છે. JICA અને રેલવે મંત્રાલય તથા NHSRC વચ્ચે જાપાનીઝ કન્સલ્ટન્ટનું સંયુક્ત સાહસ સ્થાપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટની સમય રેખામાં તેને એક મહત્વની ગતિવિધિ ગણવામાં આવે છે.
વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC)
જવાહરલાલ નહેરૂ પોર્ટ ટર્મિનલ (JNPT)થી દાદરી સુધીના પશ્ચિમ DFC પ્રોજેક્ટ દ્વારા મુંબઈ–દિલ્હી રૂટ ઉપર ગીચતામાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ JICA દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
વર્તમાન સ્થિતિ:
DFCમાં એકંદરે 48 ટકા ભૌતિક પ્રગતિ સધાઈ છે. 802 કિમીના પાટા નાંખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અંદાજે 99 ટકા જેટલું જમીન સંપાદન કરાયું છે અને રૂ. 33,130 કરોડ (JPY 523 billion)ના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા છે. ઈન્ડિયન રેલવેઝ ફ્રેઈટ ટ્રેન માટેનો ટ્રાયલ રન તા.15 ઓગસ્ટ, 2018ના રોજ 190 કિમી લાંબા અટેલી– ફૂલેરા સેક્શનમાં સફળતાપૂર્વક હાથ ધરાયો છે. DFC ઉત્તર– પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવે છે અને તેને નેશનલ કેપિટલ રિજીયન અને મુંબઈ વચ્ચે એક મહત્વનો સિમાચિહ્નરૂપ અને ગેમ ચેન્જર પ્રોજેકટ ગણવામાં આવે છે.
ભવિષ્યના સહયોગો
‘મેક ઇન ઇન્ડિયા’માં ભારત જાપાન સહયોગ
આ વર્ષે જુલાઈમાં અમદાવાદ, ગુજરાતમાં જેટ્રો (Japan-India Investment Promotion Roadmap – JETRO)ના બિઝનેસ સપોર્ટ સેન્ટર (બીએસસી)ના ઉદઘાટન સાથે જ સપ્ટેમ્બર 2017ના રોજ મેતી અને ડીઆઈપીપી વચ્ચે નક્કી કરવામાં આવેલ “જાપાન–ઇન્ડિયા રોકાણ પ્રોત્સાહન રોડમેપ” પર આધારિત અનેક વિધ રોકાણને પ્રોત્સાહન આપતા સેમિનારો જાપાન અને ભારતમાં યોજવામાં આવ્યા હતા.
29 ઓક્ટોબર, 2018ના રોજ આશરે 60 જાપાની કંપનીઓ દ્વારા પ્રસ્તાવિત ખાનગી ક્ષેત્રના રોકાણને લગતા પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી મોદીને બતાવવામાં આવ્યા હતા કે જેમને ઇન્વેસ્ટ ઇન્ડિયા અને જેટ્રો દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ‘મેક ઇન ઇન્ડિયા’ને વધુ પ્રેરણા પૂરી પાડનારા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેવા કે, ઓટોમોબાઇલ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિકસ, આઈઓટી અને એઆઈ, કેમિકલ, ખાદ્યાન્ન પ્રક્રિયા વગેરે. કુલ રોકાણ અંદાજે 280 બિલિયન જેપીવાયનું થવાની આશા સેવાઈ રહી છે કે જે ભારતમાં 29,000 વધારાની રોજગારીનું નિર્માણ કરશે.
જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ (જેઆઈટી)ના સંદર્ભમાં મેતી અને ડીઆઈપીપીએ જેઆઈટીને પ્રોત્સાહન આપવા માટે અમલીકરણ કરવામાં આવેલ પ્રક્રિયાઓ અને મુખ્ય ઉપલબ્ધિઓ અંગેનો પ્રગતિ અહેવાલનું આદાન-પ્રદાન કર્યું હતું જેમાં માળખાગત બાંધકામ વિકાસ, પ્રમોશનલ પ્રવૃત્તિઓ, ફિસ્કલ ઇન્સેન્ટીવ, વેપાર કરવાની સરળતામાં સુધારો અને માનવ સંસાધન વિકાસનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પુરતો મર્યાદિત પણ નથી.
એક નવી પહેલ તરીકે મેતી અને ડીઆઈપીપીએ ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં વહીવટી પ્રક્રિયાઓને કાર્યાન્વિત કરવા માટે “એડવાન્સડ મોડલ સિંગલ વિન્ડો”ના વિકાસ પર સહયોગ સાધવાનું નક્કી કર્યું હતું કે જે ભારતની અંદર અને ભારતની બહાર પ્રચલિત શ્રેષ્ઠ પદ્ધતિઓ પર આધારિત હોય અને આ રીતે ભારતમાં વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટેના ભારતના પ્રયત્નોને વેગ આપવામાં આવશે.
એક ડીએમઆઈસી પ્રોજેક્ટ“લોજીસ્ટીકસ ડેટા બેંક પ્રોજેક્ટ” કે જે સંલગ્ન બંદરો અને આંતરિક સુવિધા સ્થળો પર આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કન્ટેઈનર આવા-ગમનના વિઝ્યુઅલાઈઝેશન દ્વારા અસરકારક માલપરિવહન/પુરવઠા શ્રુંખલામાં પોતાનું યોગદાન આપે છે, જે આગળ જતા વેપાર માટેના વાતાવરણને સુધારવામાં પણ યોગદાન આપી રહ્યો છે.
કૌશલ્ય વિકાસમાં ભારત–જાપાન સહયોગ
અગામી દસ વર્ષની અંદર 30,000 લોકોને તાલીમ આપીને ભારતમાં ઉત્પાદનનો પાયો ઉભો કરવા માટે એક સક્ષમ માળખું પૂરું પાડવાના ઉદ્દેશ સાથે 2016માં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયે (એમએસસીઈ) અને ઈકોનોમી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય (મેતી)એ મેનુફેક્ચરીંગ સ્કીલ ટ્રાન્સફર પ્રોમોશન કાર્યક્રમ પર એક સહયોગના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને આ રીતે તેમણે ફ્લેગશીપ પહેલો જેવી કે ‘સ્કીલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’માં પણ પોતાનું યોગદાન આપ્યું. એમઓસી અંતર્ગત ભારતમાં જાપાની કંપનીઓ જાપાન ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેનુંફેક્ચરીંગ (જીમ)ની સ્થાપનાના માધ્યમથી અને જાપાનિઝ મંજૂરી પ્રાપ્ત અભ્યાસક્રમો (જેઈસી)ના માધ્યમથી કૌશલ્ય વિકાસમાં ભાગ લઇ રહી છે.
ભવિષ્યના શોપ ફ્લોર લીડર્સને જાપાની સ્ટાઈલમાં ઉત્પાદન પ્રક્રિયાઓ અને મહત્વની કાર્ય પદ્ધતિઓ જેવી કે કેઈઝન અને 5એસ વગેરેમાં તાલીમ આપવા માટે જેઆઈએમને પહેલા જ સ્થાપિત કરી દેવામાં આવી છે. 2017માં જેઆઈએમણ સ્થાપના કરીને પાંચ જાપાની કંપનીઓએ આ બાબતનું નેતૃત્વ કર્યું હતું જેમાં સુઝુકી (ગુજરાત), દૈકીન (રાજસ્થાન), યામાહા (તમિલનાડુ), ટોયોટા અને હિટાચી (કર્ણાટક)નો સમાવેશ થાય છે. 2018માં અહરેસ્ટીએ પોતાના જેઆઈએમ બવાલ (હરિયાણા), ટોયોટા સુશો માંડલ (ગુજરાત)માં અને તેરુમો તિરુવનંતપુરમ (કેરલા)નો સમાવેશ થાય છે.
જેઈસીને અમુક પસંદ કરાયેલ એન્જીનિયરીંગ કોલેજોમાં મિડલ મેનેજમેન્ટ એન્જીનિયર્સને ઉત્પાદન ક્ષેત્રમાં તાલીમ આપવા માટે શરુ કરવામાં આવી છે. મેઇદેન્શા (Meidensha) કોર્પોરેશને 2017માં પાવર ટ્રાન્સફોર્મેશન અને જનરેશનમાં સૌપ્રથમ જેઈસીની સ્થાપના કરી હતી અને ત્યાર બાદ મિત્સુબિશી ઇલેક્ટ્રિકની સ્થાપના થઇ કે જેણે 2018માં સમગ્ર ભારતમાં સંખ્યાબંધ એન્જીનીયરીંગ કોલેજોની અંદર ફેક્ટરી ઓટોમેશન કોર્સની શરૂઆત કરાવી.
ભારતના એમએસડીઈએ ટેકનિકલ ઇન્ટર્ન તાલીમ કાર્યક્રમ (ટીઆઈટીપી) અંગે જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય, ન્યાય મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલય સાથે ઓક્ટોબર 2017માં સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અનેતેના પરિણામ સ્વરૂપે જાપાનના સુધારેલ ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનીંગ એક્ટ અંતર્ગત ટીઆઈટીપીના યોગ્ય અમલીકરણ માટે દ્વિપક્ષીય સહયોગ માટે એક સક્ષમ માળખાનું નિર્માણ થયું હતું. ભારતે 23 સેન્ડીંગ ઓર્ગેનાઈઝેશનના એક્રેડિટેશનનો પ્રથમ તબક્કો માર્ચ 2018માં પૂરો કર્યો હતો કે જેને ટીઆઈટીપી અંગેના સહયોગ કરાર અંતર્ગત તાલીમાર્થીઓને સ્વીકાર કરવા માટે જાપાનના ઓર્ગેનાઈઝેશન ફોર ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનીંગ(ઓટીઆઈટી) દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. જુલાઈથી સપ્ટેમ્બર, 2018 સુધી સીઆઈઆઈ (એક એક્રેડીટેડ સેન્ડીંગ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તાલીમ પામેલ 15 ભારતીય તાલીમાર્થીઓના પહેલા જૂથને ટીઆઈટીપી માળખા અંતર્ગત જાપાની કંપનીમાં નોકરી પર તાલીમ આપવા માટે સ્વીકારવામાં આવ્યા છે. આજની તારીખ સુધીમાં ટીઆઈટીપી અંતર્ગત ભારતમાંથી 17 ટેકનિકલ તાલીમાર્થીઓ જાપાનમાં પ્રવેશી ચુક્યા છે.
નવી દિલ્હીમાં ટીઆઈટીપી ઉપર કાર્યશાળા (ફેબ્રુઆરી 2018) અને નાગોયામાં ટીઆઈટીપી પર ભારત સેમીનાર (સપ્ટેમ્બર 2018)નું નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીટકો સાથે મળીને એમએસડીઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય જાપાનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કૌશલ્ય પ્રાપ્ત તાલીમાર્થીઓ પુરા પાડવામાં ભારતની શક્તિ દર્શાવવાનો અને ભારતમાં યોગ્ય હિતધારકોને તથા ટીઆઈટીપીમાં રહેલ તકો વિષે સંવેદનશીલ બનાવવાનો હતો.
ભવિષ્યનો સહયોગ
ડિજિટલ ભાગીદારીમાં ભારત જાપાનનો સહયોગ
ટેકનોલોજીના યુગમાં છલાંગ ભરવા માટે અને “જીવન જીવવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે જાપાનની “સોસાયટી 5.0” અને “ડિજિટલ ઇન્ડિયા”, “સ્માર્ટસીટી” અને “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” જેવા ભારતના ફ્લેગશીપ કાર્યક્રમો વચ્ચે સુમેળ અને પુરકતા સ્થાપિત કરવા બંને દેશો આગામી પેઢીની ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી) વગેરે જેવા ક્ષેત્રોમાં સહયોગ સાધશે. આ સંદર્ભમાં ઈકોનોમી, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય (મેતી), જાપાન અને ઈલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમઈટવાય), ભારતે 2018 સુધીમાં સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબ્લ્યુજી)ની બેઠકોના 6 તબક્કા આયોજિત કરી ચુક્યા છે અને સંચાર મંત્રાલય (એમઓસી), ભારત અને આંતરિક બાબતો અને સંચાર મંત્રાલય (એમઆઈસી), જાપાને 2018માં ભારત જાપાનની જેડબ્લ્યુજીની પાંચમી બેઠક અંતર્ગત આઈસીટી ક્ષેત્રમાં સહયોગ માટે એક સંયુક્ત મિનિટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં, બંને પ્રધાનમંત્રીઓએ હોલિસ્ટીક “ઇન્ડિયા–જાપાન ડિજિટલ ભાગીદારી” (આઈ–જેડીપી)ને આવકાર્યું હતું કે જેના પર એમઇઆઇટીવાય ભારત (MeitY India) અને મેતી જાપાન વચ્ચે સહયોગના કરાર તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય વર્તમાન સહયોગના ક્ષેત્રોને આગળ વધારવા અને સાથે-સાથે આઈસીટી (ઇન્ફોર્મેશન એન્ડ સંચાર ટેકનોલોજી)માં નવી પહેલોની તકોને શોધવા માટેનો હતો જેમાં “ડિજિટલ ટેકનોલોજી” અને ભારત જાપાન “સ્ટાર્ટ અપ હબ”ની સંભાવનાને વિસ્તૃત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
ભારત અને જાપાન વચ્ચે સ્ટાર્ટ અપ હબ: ભારત જાપાન સ્ટાર્ટ અપ હબની સ્થાપના કરવા માટે ભારત જાપાન વાર્ષિક સમિટ 2017ના સંયુક્ત નિવેદનમાં પ્રતિબિંબિત થયા અનુસાર બંને પ્રધાનમંત્રીઓની પ્રતિબદ્ધતાઓને અનુસરતા બંને પક્ષોએ આ વર્ષે મે મહિનામાં મેતી મંત્રી સેકોની ભારત મુલાકાત દરમિયાન જાપાન ઇન્ડિયા સ્ટાર્ટ અપ પહેલ અંગે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા. તેની અંદર સંલગ્ન સ્તર પર સ્ટાર્ટ અપ અને ફર્મ વચ્ચે વધુ જોડાણ જેવા કે જાપાનના માર્કેટ અને સક્ષમ જાપાની રોકાણકારો માટે પસંદ કરાયેલ ભારતીય સ્ટાર્ટ અપને ઓળખીને જેટ્રોમાં સ્થાપિત બેંગલુરુમાં એક સ્ટાર્ટ અપ હબની સ્થાપના કરવાનો સમાવેશ થતો હતો. ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા શરુ કરવામાં આવેલ જાપાન-ઇન્ડિયા સ્ટાર્ટ અપ હબનું ઓનલાઈન મંચ પણ આ જ ભૂમિકા નિભાવશે.
પ્રતિભા સુવિધા: બંને દેશોમાં ઉદ્યોગોનો અનુભવ અને સ્પર્ધાનો સુમેળ સાધવા માટે ભારત અને જાપાન વચ્ચે પ્રતિભાનું આદાન-પ્રદાન થવું ખુબ જરૂરી છે. આ બાબતને સમજવા માટે આઈ જેડીપી તાલીમની તકો અને ઇન્ટર્નશીપ કાર્યક્રમોને સુવિધા પૂરી પાડવા માટે અગાઉથી જ ઉપસ્થિત તંત્ર માળખાને શરુ કરવા અને તેને વિસ્તૃત કરવા માટે વિચાર કરશે. આ ઉપરાંત રોજગાર મેળાઓ (જાપાન કરિયર ફેર)નું આયોજન, સર્વોચ્ચ કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યવસાયિકો (જાપાનીઝ “ગ્રીન કાર્ડ” અને સર્વોચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યવસાયિક વિઝા) માટે સ્ટાર્ટ અપ કાર્યક્રમોની શરૂઆત અને જેઈએસના અભ્યાસક્રમોનું આઈટી અને ઈલેક્ટ્રોનિક ફર્મ્સમાં વિસ્તૃતીકરણ પણ કરવામાં આવશે.
સંશોધન અને વિકાસમાં સહયોગ: નીતિ આયોગ, ભારતમાં એઆઈ સંશોધન માટેના આગેવાન રાષ્ટ્રીય કાર્યક્રમો અને મેતી વચ્ચેના જોડાણોને પ્રોત્સાહન આપવા અને “સોસાયટી 5.0” અંતર્ગત ઉભરતી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભારત અને જાપાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નીતિ આયોગ અને મેતી વચ્ચે એક વ્યાપક સ્ટેટમેન્ટ ઑફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં જાપાનમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ રીસર્ચ સેન્ટર ઑફ નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ અને ટેકનોલોજી તેમજ ભારતમાં આઈઆઈટી હૈદરાબાદ જેવા ચોક્કસ સંસ્થાગત સહયોગ માટેની શક્યતાઓને શોધવાની જોગવાઈ કરવામાં આવી છે.
આઈસીટી ક્ષેત્રોમાં સુરક્ષાના પાસાઓ ધરાવતા પ્રોજેક્ટ્સ: આ ભાગીદારી હેઠળ આધુનિક અને સુરક્ષિત ટેકનોલોજીને જરૂરિયાતને સમજતા, ભારત અને જાપાન ભવિષ્યના નેટવર્ક, ટેલીકોમ સુરક્ષા માટેના માળખા વગેરેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ સાધવાનું નક્કી કરશે. બંને નેતાઓએ ભારતના ભારત સંચાર નિગમ લિમીટેડ (બીએસએનએલ) અને જાપાનના એનઈસી દ્વારા ચેન્નાઈ અને આંદામાનના ટાપુઓને જોડતા દરિયાઈ ઓપ્ટીકલ ફાયબર કેબલ પાથરવાની પહેલને આવકારી હતી અને બંને પક્ષો આગળ જતા તેમના વ્યુહાત્મક મહત્વને જોતા સબમરીન કેબલ પ્રોજેક્ટના વિકાસમાં સહયોગ સાધશે.
ઈલેક્ટ્રોનિક ઇકો-સિસ્ટમ: ભારત અને જાપાન ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદન અંતર્ગત બંને પક્ષો વચ્ચે એક ભાગીદાર તંત્ર ઉભું કરશે જેમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈનમાં ભારતીય અને જાપાનીઝ કંપનીઓ વચ્ચે સહયોગ, સંલગ્ન સોફ્ટવેર ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદન ફોર લોંગ ટેઈલ માર્કેટનો પણ સમાવેશ થાય છે.
ડિજિટલ કોર્પોરેટ ભાગીદારી: ભારત અને જાપાન મેચિંગ ઈવેન્ટ્સ, ડિસ્પેચીંગ બિઝનેસ મિશન અને બીએસએનએલ જેવી પહેલોના માધ્યમથી ભારત અને જાપાન વચ્ચે આઈટીના ક્ષેત્રમાં કોર્પોરેટ અને બિઝનેસ જોડાણોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતના સંચાર મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રના એક સાહસ (પીએસયુ) અને જાપાનના એનટીટી– એટીએ ટેલિસંચારમાં સહયોગ સાધવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતની બાજુએથી નેશનલ એસોસિયેશન ઑફ સોફ્ટવેર અને સર્વિસીસ કંપની (નાસ્કોમ) અને પ્રિફેક્ચર હિરોશીમા સરકારે જાપાનમાં “હાર્ડવેર બાજુએ જાપાનીઝ ઇકો-સિસ્ટમને અને સોફ્ટવેર બાજુએ ભારતીય ઇકો-સિસ્ટમને લાભ પહોંચાડતા વૈશ્વિક માર્કેટ માટે સહ–નિર્માણ કરવા માટે” સૌપ્રથમ “આઈટી કોરીડોર”ની સ્થાપના કરી છે.
કૃષિ, ખાદ્યાન્ન પ્રક્રિયા, ખાદ્ય સુરક્ષા, વન્યપેદાશ અને મત્સ્યઉછેર અંતર્ગત ભારત અને જાપાન વચ્ચે સહયોગ
સહયોગ માટેના ઓળખી કાઢવામાં આવેલ ત્રણ ક્ષેત્રો:
B. ખાદ્યાન્ન પ્રક્રિયા
જાપાને ડબ્લ્યુએફઆઈ 2017માં ભાગીદાર દેશ તરીકે ભાગ લીધો હતો અને જાપાનના કૃષિ, વન્ય અને મત્સ્ય વિભાગના રાજ્ય મંત્રી શ્રીમાન તાનીએઈએ જાપાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 60 જાપાનીઝ કંપનીઓએ ભાગ લીધો હતો.
C. ખાદ્ય સુરક્ષા
એફએસએસએઆઈ અને જાપાની સરકાર વચ્ચે સમજૂતી કરાર
ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરીટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને ફૂડ સેફટી કમીશન, ગ્રાહક બાબતોની સંસ્થા, આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય અને એમએએફએફ વચ્ચે 29 ઓક્ટોબર 2018ના રોજ સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
D: વન્ય
એમએએફએફ અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (એમઓઈએફએન્ડસીસી) વચ્ચે સહયોગ કરાર પર 11 ડિસેમ્બર, 2015ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
23 જુલાઈ, 2018ના રોજ ત્રીજા જેડબ્લ્યુજી દરમિયાન 2018 થી 2022 સુધીના “ભારત જાપાન વન અને વન્ય સહયોગ માટેનો રોડમેપ” પર સહમતી સાધવામાં આવી હતી.
E. મત્સ્ય ઉદ્યોગ
F. એમએએફએફ અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગ અને ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ
એમએએફએફ અને એમએચ રાજ્ય વચ્ચે 29 ઓક્ટોબર, 2018ના રોજ સહયોગ કરાર
(૩) ઉત્તરપ્રદેશ રાજ્ય (યુપી રાજ્ય)
એમએએફએફ અને યુપી રાજ્ય વચ્ચે 26 ઓક્ટોબર, 2018ના રોજ સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
G. જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ સંસ્થા (જેઆઈસીએ)
ભારત અને જાપાન વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર
ભારત અને જાપાન વચ્ચે વર્ષ 2008માં સુરક્ષા સાથે સંબંધિત સહકાર પર સંયુક્ત જાહેરનામું બહાર પડ્યાં પછી અત્યાર સુધી ગયા દાયકામાં બંને દેશોએ આ દિશામાં સહિયારા પ્રયાસો વધારવા માટે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. બંને દેશોએ સ્થાપિત વ્યવસ્થા મારફતે દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને વધારે ગાઢ બનાવવાની ઇચ્છા વ્યક્તિ કરી હતી, જેમાં સંરક્ષણ ક્ષેત્રમાં મંત્રીમંડળનાં સ્તરે વાર્ષિક સંવાદ, સંરક્ષણ ક્ષેત્રની નીતિ સાથે સંબંધિત સંવાદ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો સંવાદ, દરેક સેવા વચ્ચે સ્ટાફ–સ્તરે સંવાદ તથા તટરક્ષક દળો વચ્ચે દ્વિપક્ષીય સંવાદ તેમજ સેનાની ત્રણેય પાંખો વચ્ચે સહિયારી કવાયત અને તટરક્ષક દળો વચ્ચે સહિયારી કવાયત સામેલ છે. બંને દેશોએ મલબાર કવાયત, નિયમિત ધોરણે પેસેજ એક્સરસાઇઝ (પેસ્સેક્સ) અને અન્ય સંયુક્ત કવાયતોનાં મહત્ત્વને સ્વીકાર્યું હતું, જેમાં જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ–ડિફેન્સ ફોર્સ (જેજીએસડીએફ) અને ભારતીય સેના વચ્ચે આતંકવાદ સામેની લડત માટે સહિયારી કવાયત તેમજ કોપ ઇન્ડિયામાં નિરીક્ષક તરીકે જાપાન એર સેલ્ફ–ડિફેન્સ ફોર્સ (જેએએસડીએફ)ની ભાગીદારી સામેલ છે, તેમજ સમાન વિચારસરણી ધરાવતાં દેશો સાથે સહકાર વધારવાની પહેલને આવકાર આપ્યો હતો.
ભારત અને જાપાન વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ વધારવા સંવર્ધિત આદાન-પ્રદાન મારફતે દરિયાઈ સુરક્ષા સહકાર તથા પ્રાદેશિક શાંતિ અને સ્થિરતામાં ભારત-પ્રશાંત ક્ષેત્રનાં યોગદાનમાં પારસ્પરિક પરિવહન સહયોગ સામેલ છે. 13મા શિખર સંમેલન દરમિયાન બંને પ્રધાનમંત્રીઓએ ભારતીય નૌકાદળ અને જાપાન મેરિટાઇમ સેલ્ફ–ડિફેન્સ ફોર્સ (જેએમએસડીએફ) વચ્ચે ગાઢ સંબંધ માટે અમલીકરણ વ્યવસ્થા પર હસ્તાક્ષર અને એક્વિઝિશન, ક્રોસ–સર્વિસિંગ એગ્રીમેન્ટ (એસીએસએ) માટે વાટાઘાટ શરૂ કરવાની બાબતોને આવકાર આપ્યો હતો. આ બંને દસ્તાવેજો વ્યૂહાત્મક સંબંધને વધારે ગાઢ બનાવશે. સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજી પર ભારત અને જાપાન વચ્ચે સહકાર ભવિષ્યમાં દ્વિપક્ષીય જોડાણ માટે પુષ્કળ અવકાશ અને સંભવિતતા ધરાવે છે.
રૂપરેખાને કાર્યને સક્ષમ બનાવવી
ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવાની પ્રક્રિયા વર્ષ 2008માં સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે જાહેર થયેલા જાહેરનામાથી શરૂ થઈ હતી તથા વર્ષ 2014માં સંરક્ષણ સહકાર અને આદાન-પ્રદાન પર આવેદન સાથે સંપન્ન થઈ હતી.
સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજી હસ્તાંતરિત કરવા સાથે સંબંધિત સમજૂતી તથા વર્ગીકૃત મિલિટરી ઇન્ફોર્મેશન માટે સામાજિક પગલાં સાથે સંબંધિત સમજૂતી પણ વર્ષ 2015માં સંપન્ન થઈ હતી, જે આ પાયા પર નિર્મિત છે.
ભારતીય નૌકાદળ અને જેએમએસડીએફ વચ્ચે ગાઢ સહકાર માટે સમજૂતીનાં અમલીકરણ પર ઓક્ટોબર, 2018માં હસ્તાક્ષર થયાં હતાં.
આ માહિતીની વહેંચણી માટે માળખાગત કાર્ય અને માધ્યમ સ્થાપિત કરશે તથા સંયુક્ત કવાયત હાથ ધરશે તેમજ દરિયાઈ સુરક્ષાનાં સંવર્ધન અને એમડીએ માટે અન્ય દરિયાઈ સંલગ્ન બાબતો શરૂ કરશે, જેમાં જહાજની માહિતીનું આદાન-પ્રદાન સામેલ છે.
હાલની સ્થિતિ
સર્વોચ્ચ સ્તરે વાર્ષિક સંરક્ષણ મંત્રીસ્તરીય બેઠક મે, 2006માં શરૂ થઈ હતી, જેમાં ઓગસ્ટ, 2018માં ભારતમાં અંતિમ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ ક્ષેત્ર પર નીતિગત સંવાદ (ડીપીડી) ટોક્યોમાં એપ્રિલ, 2007માં શરૂ થયો હતો; ડીપીડીની છઠ્ઠી એડિશન અને 2+2 ડાયલોગની પાંચમી એડિશન નવી દિલ્હીમાં જૂન, 2018માં યોજાઈ હતી.
સેનાની ત્રણેય પાંખો વચ્ચે સર્વિસ સ્ટાફ ટોક પણ ચાલુ છે. ભારતીય નૌકાદળથી જેએમએસડીએફ સ્ટાફની સાતમી ટોક દિલ્હીમાં જાન્યુઆરી, 2018માં યોજાઈ હતી અને દિલ્હીમાં જૂન, 2018માં બીજી ભારતીય એર ફોર્સ અને જેએએસડીએફ સ્ટાફ ટોક યોજાઈ હતી. પાંચમી ભારતીય સેના અને જાપાનનાં જેજીએસડીએફ સ્ટાફ ટોક વર્ષ 2019ની શરૂઆતમાં યોજાશે. 17મી ભારતીય તટરક્ષક દળ (આઇસીજી) અને જાપાન કોસ્ટ ગાર્ડ (જેસીજી) ઉચ્ચ સ્તરીય બેઠક નવી દિલ્હીમાં જાન્યુઆરી, 2018માં યોજાશે.
સંયુક્ત કવાયતોઃ ભારત અને જાપાન ત્રિપક્ષીય મલબાર કવાયત સાથે ભારતીય નૌકાદળ અને જેએમએસડીએફ વધારે કવાયત ધરાવે છે. મલબાર 2018 જૂન, 2018માં ગુઆમમાં સંપન્ન થઈ હતી અને તમામ ભાગીદારોની મહત્ત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. દ્વિપક્ષીય કવાયત જિમેક્સ-18 પાંચ વર્ષનાં વિરામ પછી ઓક્ટોબર, 2018માં વિશાખાપટનમમાં યોજાઈ હતી, જેમાં જાપાનનું વિનાશક હેલિકોપ્ટર કાગા સહભાગી થયું હતું. ભારત અને જાપાનમાં પેસેક્સ નિયમિત ધોરણે યોજાય છે, જે દરમિયાન ભારતીય નૌકાદળનાં જહાજો અને જેએમએસડીએફનાં જહાજો એકબીજાનાં બંદરોની મુલાકાત લે છે. પેસેક્સ પશ્ચિમ ભારતનાં કિનારાઓ પર સપ્ટેમ્બર, 2017માં, જાપાનનાં પશ્ચિમ ક્યુશુનાં કિનારે ઓક્ટોબર, 2017માં અને જાપાનાં બંદરમાં નવેમ્બર, 2017માં, મુંબઈમાં જાન્યુઆરી, 2018માં અને વિશાખાપટનમમાં મે, 2018માં અને એડનનાં અખાતમાં સપ્ટેમ્બર, 2018માં યોજાઈ હતી. ભારતીય નૌકાદળ પી-8આઇ અને જેએમએસડીએફ પી-3સી વચ્ચે પ્રથમ હવાઈ એન્ટિ–સબમરિન (એએસડબલ્યુ) ગોવામાં ઓક્ટોબર, 2017માં યોજાઈ હતી, જે દરમિયાન જેએમએસડીએફનાં વિમાનો પરત ફરતા એડનનાં અખાતમાં ચાંચિયાગારી વિરોધી કામગીરી માટે રોકાયા હતાં. પછી જેએમએસડીએફ પી-1 અને ભારતીય નૌકાદળ પી-8આઇ વચ્ચે મે, 2018માં ગોવાનાં દરિયામાં એર એએસડબલ્યુ કવાયત યોજાઈ હતી. ભારત અને જાપાન જેજીએસડીએફ અને ભારતીય સેના વચ્ચે નવેમ્બર, 2018માં પ્રથમ આતંકવાદ વિરોધી કવાયત હાથ ધરશે. ભારતીય સેના નવેમ્બર, 2017માં જાપાન અને યુ.એસ. કોમન ઇન્ટિગ્રેશન ઇમરજન્સી ડ્રિલ (ટ્રેક્સ-17)માં નિરીક્ષણ તરીકે પણ સહભાગી થઈ હતી તેમજ ભારતીય નૌકાદળે જુલાઈ, 2018માં આયોજિત ખાણ અને વિસ્ફોટક કવાયતમાં પણ ભાગ લીધો હતો. અહીં ત્રણે સ ના વચ્ચે માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએ/ડીઆર), શાંતિરક્ષક, હેલિકોપ્ટરનાં સ્ટાફ અને હવામાન વિભાગ વચ્ચે મોટી સંખ્યામાં સબ્જેક્ટ મેટર એક્ષ્પર્ટ એક્સચેન્જ મોટી સંખ્યામાં થયું હતું. આઇસીજી અને જેસીજી વચ્ચે ચેન્નાઈનાં દરિયામાં જાન્યુઆરી, 2018માં સંયુક્ત કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.
સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ઉપકરણ અને ટેકનોલોજીમાં સહકાર
એપ્રિલ, 2018માં આયોજિત ડિફેન્સ એક્ષ્પોમાં જાપાનનાં સંરક્ષણ મંત્રાલયની એક્વિઝિશન, ટેકનોલોજી અને લોજિસ્ટિક્સ એજન્સી (એટીએલએ)ની ભાગીદારી જોવા મળી હતી.
સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજી સહકાર પર સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી–ડીઇટીસી)ની રચના વર્ષ 2014માં થઈ હતી. આ જૂથ જુલાઈ, 2018માં નવી દિલ્હીમાં આયોજિત ચોથી જેડબલ્યુજી–ડીઇસીટી સાથે ચાર પ્રસંગો પર મળ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) અને એટીએલએએ જુલાઈ, 2018માં યુજીવી/રોબોટિક્સ માટે જીએનએસએસ ઓગમેન્ટેશન ટેકનોલોજ આધારિત વિઝ્યુઅલ એસએલએએમ પર સંશોધનમાં સહકાર સ્થાપિત કરવા સાથે સંબંધિત પ્રોજેક્ટની વ્યવસ્થા કરવા માટે સમજૂતી કરી હતી.
ભારત અને જાપાન વચ્ચે સૌપ્રથમ સંરક્ષણ ઉદ્યોગ ફોરમનું આયોજન સપ્ટેમ્બર, 2017માં ટોક્યોમાં જેડબલ્યુજી–ડીઇટીસીની ત્રીજી બેઠકની સાથે થયું હતું. પછી આ જ પ્રકારની પહેલ જેડબલ્યુજી–ડીઇટીસીની ત્રીજી બેઠકની સાથે યોજાઈ હતી, જેમાં સંરક્ષણ ઉત્પાદન વિભાગ (ડીડીપી) અને એટીએલએનાં નેજાં હેઠળ બેંગાલુરુ અને મુંબઈમાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગોની મુલાકાત લેનાર જાપાનીઝ સંરક્ષણ કંપનીઓ સાથે બિઝનેસ–ટૂ–બિઝનેસ આદાન-પ્રદાન થયું હતું.
આપત્તિનું જોખમ ઘટાડવામાં ભારત અને જાપાન વચ્ચે સહકાર (ડીઆરઆર)
દુનિયામાં આપત્તિનું સૌથી વધુ જોખમ ધરાવતા બે દેશો તરીકે ભારત અને જાપાને જાન્યુઆરી, 2018માં સેન્દાઈ ફ્રેમવર્કનાં અમલીકરણ અને ફોલો–અપમાં આપત્તિનું જોખમ ઘટાડવા (ડીઆરઆર)નાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કર્યો હોવાથી નવેમ્બર, 2016માં નવી દિલ્હીમાં આયોજિત આપત્તિનાં જોખમમાં ઘટાડા પર એશિયન મંત્રીમંડળીય પરિષદ (એએમસીડીઆરઆર)નાં ફોલો અપ સ્વરૂપે અન્ય 20 દેશો સાથે જાપાને ભાગ લીધો હતો, જેમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, ભારત આપત્તિનો સામનો કરવા મજબૂત માળખું ઊભું કરવા જોડાણ વિકસાવવા અન્ય દેશો અને હિતધારકો સાથે જોડાણ કરવા ઇચ્છે છે.
સપ્ટેમ્બર, 2017માં ભારત અને જાપાનનાં વાર્ષિક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી આબેની મુલાકાત દરમિયાન ડીઆરઆરનાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેનો સહકાર મહત્ત્તવપૂર્ણ સીમાચિહ્ન છે, જેમાં બંને દેશોએ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અને જાપાન સરકારની કેબિનેટ ઓફિસે ડીઆરઆરનાં સહકાર, નિવારણ, પ્રતિસાદ, પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ પર દ્વિપક્ષીય સહકારનાં કરાર (એમઓસી) કર્યા હતાં. ભારત તરફથી રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) એમઓસીનાં અમલીકરણ માટે નોડલ એજન્સી છે. આ એમઓસી હેઠળ માર્ચ, 2018માં નવી દિલ્હીમાં ડીઆરઆર પર જાપાન અને ભારત વચ્ચે પ્રથમ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં છ મુખ્ય સત્રો યોજાયા હતાં, જેમ કે – તૈયારી, અગાઉથી ચેતવણીની વ્યવસ્થા અને ખાનગી ક્ષેત્ર દ્વારા અભિગમ. કાર્યશાળા ઉપરાંત જાપાનનાં“બિલ્ડ બેક બેટર”નાં અભિગમ ઉપરાંત વહેલાસર ચેતવણીની વ્યવસ્થામાં ટેકનોલોજી પણ પ્રસ્તુત કરી હતી અને આપત્તિની તૈયારીમાં પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કાર્યશાળાને આધારે ધરતીકંપની વહેલાસર ઓળખ અને ચેતવણીની વ્યવસ્થા, ધરતીકંપ સાથે ખાસ સંબંધિત આપત્તિ જોખમ આકારણી તથા જાહેર જાગૃતિ પર અનુભવો અને સારી પ્રેક્ટિસની વહેંચણી (ઉદાહરણ તરીકે, મૂક કવાયત મારફતે) આ ક્ષેત્રમાં કામગીરી આગળ વધારવા ભારત–જાપાન સહકારને આગળ જવા નક્કર એક્શન પોઇન્ટની ઓળખ કરવામાં આવી હતી.
બીજી કાર્યશાળા 15 ઓક્ટોબર, 2018નાં રોજ યોજાઈ હતી. તેમાં ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું; (1) કવાયત અને તાલીમ, (2) વર્ષ 2018માં બંને દેશોમાં પૂરનાં કારણે ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન સંબંધિત જોખમ અને (3) નીતિગત અને ટેકનોલોજીનાં પરિપ્રેક્ષ્યમાં વહેલાસર ચેતવણીની વ્યવસ્થા.
ડીઆરઆર સાથે પ્રસ્તુત જાપાનનું ઓડીએઃ ઉપરોક્ત સિવાય જાપાને માળખાગત સુવિધાનાં મજબૂત વિકાસ મારફતે ભારતને સહાય કરી છે તેમજ વન વિસ્તારોમાં કુદરતી આપત્તિ વ્યવસ્થાપન પર ટેકનિકલ સહકાર અને પર્વતમાળાઓમાં રાજમાર્ગોનાં સ્થાયી વિકાસમાં ટેકનિકલ સહકાર વધાર્યો છે.
ભારત અને જાપાન વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અકાદમિક સહકાર
સક્ષમ માળખું
ભારત અને જાપાન વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી (એસએન્ડટી) ક્ષેત્રમાં સહકારને વર્ષ 1985માં આંતરસરકારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં, જે મારફતે આ ક્ષેત્રમાં સહકારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારનાં સંબંધોને વર્ષ 1993માં ઇન્ડિયા–જાપાન સાયન્સ કાઉન્સિલ (આઇજેએસસી)ની સ્થાપના સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધી 19 બેઠકોનું આયોજન થયું છે, 250 સહિયારા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવામાં આવ્યો છે, વિજ્ઞાનીઓની 1600 એક્સચેન્જ મુલાકાતો યોજવામાં આવી છે, 65 સેમિનાર/વર્કશોપનું સંયુક્તપણે આયોજન થયું છે તથા 9 એશિયન એકેડેમિક સેમિનાર અને 10 રામન–મિઝુશિમા લેક્ચર્સનું આયોજન થયું છે.
વર્ષ 2006માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ શિક્ષણ, સંસ્કૃતિ, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી (એમઇએક્સટી) મારફતે જાપાન સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ સાયન્સ (જેએસપીએસ) અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સી (જેએસટી) સાથે પારસ્પરિકતા અને સહ–ભંડોળનાં સિદ્ધાંતો પર મૂલ્ય આધારિત ભાગીદારી શરૂ કરી હતી. પછી અત્યાર સુધી જીવન સંબંધિત વિજ્ઞાન, મટિરિયલ સાયન્સિસ, હાઈ એનર્જી ફિઝિક્સ, આઇસીટી, બાયોટેકનોલોજી, હેલ્થકેર, હેવી આયન રેડિયોથેરપી, મિથન હાઇડ્રેટ, રોબોટિક્સ, ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોત, દરિયાઈ અને ભૂ–વિજ્ઞાન અને ટેકનોલોજી, અંતરક્ષિનાં શાંતિપૂર્ણ ઉપયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોની વિજ્ઞાન સંસ્થાઓ વચ્ચે હસ્તાક્ષર થયાં છે.
તાજેતરમાં હાથ ધરવામાં આવેલી પહેલોઃ
આઇસીટીન (“ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલીટિક્સ“)નાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત પ્રયોગશાળાઓ, ટોક્યો યુનિવર્સિટી અને આઇઆઇટી બોમ્બે વચ્ચે “આઇઓટી અને મોબાઇલ બિગ ડેટા એનાલીસિસને લક્ષ્યાંક બ નાવતી આર્કિટેક્ટિંગ ઇન્ટેલિજન્ટ ડિપેન્ડેબલ સાયબર ફિઝિકલ સિસ્ટમ“ની સમજૂતી; ટોક્યો યુનિવર્સિટી અને આઇઆઇટી, હૈદરાબાદ વચ્ચે “આબોહવાનાં ફેરફાર હેઠળ પાકનાં સતત ઉત્પાદન માટે ડેટા વિજ્ઞાન–આધારિત કૃષિ સપોર્ટ સિસ્ટમ“ની સમજૂતી; ક્યુશુ યુનિવર્સિટી અને આઇઆઇટી દિલ્હી વચ્ચે “ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સ્પેસમાં સુરક્ષા“.
સંશોધન અને અકાદમિક ભાગીદારી
ઓમરોન કોર્પોરેશન, ધ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ ઑફ રિત્સુમાઇકન યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, હૈદરાબાદ વચ્ચે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે નવેમ્બર, 2017માં સમજૂતી કરાર થયાં હતાં.
હિરોશિમા યુનિવર્સિટીએ નીચેની આઠ ભારતીય સંસ્થાઓ સાથે સમજૂતીઓ, કરાર અને જોડાણ પર હસ્તાક્ષર કર્યા હતાં:
ભવિષ્યની પહેલો
બંને પક્ષોએ આબોહવાની ધારણા, દરિયાઈ ધારણા જેવા અન્ય ક્ષેત્રોમાં સંયુક્તપણે સંશોધન કરવાની દરખાસ્ત રજૂ કરી છે. જેએસટી અને ડીએસટી વચ્ચે આઇસીટીનાં ક્ષેત્રમાં ઇન્ડિયા–જાપાન જોઇન્ટ રિસર્ચ લેબોરેટરીનાં સંબંધમાં બંને પક્ષોએ જોડાણને વધારે આગળ વધારવા કેટલીક એક્ટિવિટીનો વિચાર કર્યો છે. ઇસરો અને જેએએક્સએ વચ્ચે સંયુક્તપણે લ્યુનાર પોલર એક્સપ્લોરેશનનાં સંબંધમાં બંને પક્ષોએ વર્ષ 2020નાં દાયકાની શરૂઆતમાં અભિયાન શરૂ કરવાનાં લક્ષ્યાંક સાથે તાત્કાલિક વિકાસની શરૂઆત કરવા સંયુક્ત અભ્યાસ જાળવી રાખશે.
ભારતમાં જાપાનીઝ ભાષાનાં શિક્ષણને પ્રોત્સાહન
RP