Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જર્મની વચ્ચે સૌર ઉર્જા અંગે સમજૂતી કરાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ઓક્ટોબર, 2015માં ભારત અને જર્મની વચ્ચે સૌર ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય વિકાસ સહયોગ વધારવા અંગે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ કરાર હેઠળ ટેકનિકલ અને નાણાંકીય સહકાર દ્વારા ભારતમાં સૌર ઉર્જાનો વપરાશ વધારવામાં આવશે.

આ સમજૂતી કરારને પગલે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનશે.

સમજૂતી કરાર હેઠળ, જર્મની Kreditanstalt fur Wiederaufbau (કેએફડબલ્યુ બેન્કિંગ ગ્રુપ) દ્વારા આગામી પાંચ વર્ષોમાં એક અબજ યુરોની મર્યાદામાં રાહત દરે લોન આપશે. કેએફડબલ્યુ પાસેથી મળેલું ભંડોળ સહયોગી બેન્કો દ્વારા છેવટના વપરાશકારને સુલભ લોન આપવા માટે પણ વપરાશે.

સમજૂતી કરારને પગલે –

1) સૌર છતના ક્ષેત્રે સહયોગ

2) સૌર ઉદ્યોગનો અથવા સૌર વિસ્તારો વિકસાવવાં (જો શક્ય હોય તો આવાં વિસ્તારો ભારત અને જર્મની વચ્ચેના નાણાંકીય સહયોગ હેઠળ કેએફડબલ્યુ દ્વારા નાણાંકીય સહાય મેળવતાં હોય તેવાં ગ્રીન એનર્જી કોરીડોર્સની નજીક વિકસાવવાં) અને

3) સ્વચ્છ અને સાતત્યપૂર્ણ ઉર્જાની પહોંચ વધારવા માટે સૌર ઑફ-ગ્રિડ એપ્લિકેશન્સ ક્ષેત્રે સહયોગ કરવામાં આવ્યો છે.

UM/AP/J.Khunt/GP