Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને કોરીયા વચ્ચે સાગરખેડૂઓને પરસ્પર માન્યતાથી અપાતા પ્રમાણપત્રોની 1978ની સમજૂતીને કેબીનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની કેન્દ્રીય કેબિનેટે ભારત અને કોરિયા વચ્ચેની પરસ્પર માન્યતા સાથેના સર્ટિફિકેટ અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી 1978માં ઈન્ટરનેશનલ કન્વેન્શન ઓફ સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેઈનીંગ, સર્ટિફિકેશન અને વોચકીપીંગ (STWC)ની જોગવાઈ 1/10ના થયેલા સુધારા આધારિત છે.

આ સમજૂતી ઉપર હસ્તાક્ષરને કારણે અન્ય દેશની સરકાર દ્વારા સાગરખેડૂઓને અપાયેલા મેરીટાઈમ શિક્ષણ અને તાલીમ, સક્ષમતા પ્રમાણપત્રો,સંમતી, ઉપરાંત તાલીમના દસ્તાવેજી પૂરાવા, તથા મેડિકલ ફીટનેસને માન્યતાનો માર્ગ મોકળો થશે. આ મંજૂરી STWC ઈન્ટરનેશનલ કન્વેન્શનની જોગવાઈ નં. 1 થી 10 હેઠળ સાગરખેડૂઓને તાલીમ, સર્ટિફિકેશન અને વ્યવસ્થાપન અંગે બંને દેશો વચ્ચેના સહયોગ મુજબ અપાઈ છે.

AP/JKhunt/TR/GP