“ભારતે તાજેતરના વર્ષોમાં એક નવી વ્યૂહાત્મક તાકાત પ્રાપ્ત કરી છે અને આજે આપણી સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત છે,”એમ પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના 77મા સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન દરમિયાન જણાવ્યું હતું. તેમણે વર્તમાન વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્ય વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાના સરકારના અટલ સંકલ્પનો પુનરોચ્ચાર કરતા ભારપૂર્વક જણાવ્યું કે સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા અને તેમને યુવાન બનાવવા અને ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે સંખ્યાબંધ લશ્કરી સુધારાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે દેશના લોકો આજે સુરક્ષિત અનુભવે છે કારણ કે આતંકવાદી હુમલાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જ્યારે દેશ શાંતિપૂર્ણ અને સુરક્ષિત હોય છે, ત્યારે વિકાસના નવા લક્ષ્યો પ્રાપ્ત થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વન રેન્ક વન પેન્શન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો, જે સંરક્ષણ પેન્શનરોની લાંબા સમયથી પડતર માંગણી હતી, જે સત્તામાં આવતાની સાથે જ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. “OROP આપણા દેશના સૈનિકો માટે સન્માનનો વિષય હતો. અમે સત્તામાં આવ્યા ત્યારે તેનો અમલ કર્યો. 70,000 કરોડ રૂપિયા આજે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો સુધી પહોંચી ગયા છે,”એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ સરહદો પર સશસ્ત્ર દળોના જવાનોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી, જેઓ ખાતરી કરે છે કે દેશ સુરક્ષિત છે અને તેના હિતોનું રક્ષણ થાય છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com