Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતીય સંકેત ભાષા અનુસંધાન કેન્દ્રની સ્થાપના


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે ભારતીય સંકેત ભાષા અનુસંધાન તેમજ પ્રશિક્ષણ કેન્દ્ર (આઈએસએલઆરટીસી)ને મંજૂરી આપાઈ છે. આ સંસ્થા નોધણી અધિનિયમ 1860 અંતર્ગતની એક સંસ્થા હશે. આઈએસએલઆરટીસી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના નિશક્તજનોના સશક્તિકરણથી સંબંધિત વિભાગના તત્વાધાનમાં હશે. તેને શરૂઆતમાં નવી દિલ્હીમાં ઈન્સ્ટીટ્યૂટ ફૉર ફિજીકલ હેન્ડિકેપ્ડમાં સ્થાપિત કરવામાં આવશે.

આ નિર્ણયથી દેશમાં સાંભળવામાં અક્ષમ 50 લાખ લોકોને મદદ મળશે. આનાથી તેમના શિક્ષણ, કાર્યસ્થળ અને સાર્વજનિક જીવનની બધી ગતિવિધિઓમાં પહોંચ વધશે.

આ કેન્દ્ર એક સંસ્થા હશે જેમાં એક અધ્યક્ષ હશે અને તેની જનરલ કાઉન્સિલમાં 12 સભ્યો હશે. તેમની એક કાર્યકારી પરિષદ પણ હશે. જેમાં અધ્યક્ષ અને 9 સભ્યો, કેટલાક પદાધિકારીઓ અને સાંભળવામાં અક્ષમ લોકોના રાષ્ટ્રીય સ્તરના સંગઠનો / વિશ્વવિદ્યાલયો / એકડમીક સંસ્થાનોના વિશેષજ્ઞોના રૂપમાં અન્ય સભ્યો તથા ભારતીય સંકેત ભાષા (આઈએસએલ)ના સ્વતંત્ર વિશેષજ્ઞ હશે.

આ સમુદાયની સમાન આઈએસએલ અને સંબંધિત બાબતોથી સંકળાયેલી જરૂરિયાતો લાંબા સમયથી નજરઅંદાજ કરાતી હતી અને આ સમસ્યાઓને સાંભળવામાં અક્ષમ લોકો માટે કાર્ય કરનારા વિભિન્ન સંગઠનો દ્વારા નોંધાવાતી હતી. આ કેન્દ્ર એકેડમીક વિકાસ, ભારતીય સંકેત ભાષાના પ્રશિક્ષણ અને પ્રચારનો માર્ગ પ્રશસ્ત કરશે. કેન્દ્ર સંકેત ભાષાના વ્યાખ્યાકારોના વિકાસ, અનુસંધાન તેમજ વિકાસ તથા નવી પ્રૌદ્યોગિકી પર મુખ્ય રૂપથી ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી સાંભળવામાં અક્ષમ લોકોના જીવનના દરેક પહેલુમાં પૂર્ણ રીતે ભાગ લેવાનો સમાન અવસર ઉપલબ્ધ થઈ શકશે.

AP/J.Khunt/GP