ભારતીય વિદેશ સેવાના વર્ષ 2014 અને 2015ની બેચના 64 તાલીમાર્થી અધિકારીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી.
પોતાના વિચારો વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ભારત અને બહારની દૂનિયા વચ્ચે ગાઢ સંબંધો વિક્સાવવાની દિશામાં કામ કરવા, તેમનું પોસ્ટીંગ જ્યાં થયું છે તે દેશની ઉંડી સમાજ વિકસાવવા, સહકારી સંઘવાદની ભાવના સાથે ભારતીય રાજ્યોને બહારના વિશ્વ સાથે જોડવા, લોકોથી લોકો અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા, વેપાર, રોકાણ અને પ્રોદ્યૌગિકી સંબંધોને મજબૂત બનાવવા તેમજ દેશના હિતોને સુરક્ષિત કરવા અને વિદેશમાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે કામ કરવા યુવા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
AP/J.Khunt/GP
Met our young diplomats…officer trainees of the IFS. pic.twitter.com/BjgevKEzmN
— Narendra Modi (@narendramodi) April 5, 2016