પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળે ભારતીય દ્વિપક્ષીય રોકાણ સંધિ માટે સંશોધિત મૂળ પાઠ માટે પોતાની મંજૂરી આપી દીધી છે. દ્વિપક્ષીય રોકાણ સંધિ (બીઆઈટી) માટે સંશોધિત ભારતીય મોડેલ પાઠ વર્તમાન ભારતીય મોડલ બીઆઈટીની જગ્યા લેશે. સંશોધિત મોડલ બીઆઈટી વર્તમાન બીઆઈટી માટે પુનઃવાર્તા અને ભવિષ્યની બીઆઈટી અને વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી (સીઈસીએ)/વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈસીએ)/મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ)ના રોકાણ અધ્યાયોમાં ઉપયોગ કરાશે.
નવા ભારતીય મોડલ બીઆઈટી પાઠ રોકાણકારોના અધિકારો અને સરકારી ઉદ્દેશોની વચ્ચે સંતુલન બનાવતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય ઉદાહરણ અને વ્યવહારોના પ્રકાશમાં ભારતમાં વિદેશી રોકાણકારો અને વિદેશમાં ભારતીય રોકાણકારોને સમુચિત સુરક્ષા પ્રદાન કરશે.
બીઆઈટી સુવિધાઓને વધારે છે અને મધ્યસ્થતા દ્વારા વિવાદને ઉકેલવા માટે સ્વતંત્ર મંચ પુરું પાડીને બધી બાબતોમાં ટીમ ભાવના અને ભેદભાવ વગરના વાતાવરણથી રોકાણકારોના વિશ્વાસને વધારે છે. બદલામાં, બીઆઈટી એક પસંદગીકારક વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ)ના રૂપમાં ભારતને રજૂ કરવામાં મદદ કરે છે, સાથે જ આઉટબાઉન્ડ ઈન્ડિયન એફડીઆઈની રક્ષા કરે છે.
મોડલ બીઆઈટીની મૂળભૂત વિશેષતાઓમાં – રોકાણ આધારિત ઉદ્યમ, ઉચિત પ્રક્રિયાના માધ્યમથી બિન-ભેદભાવપૂર્ણ વ્યવહાર, રાષ્ટ્રીય આચરણ, જપ્તીની સામે સુરક્ષા, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા શરૂ થતાં પહેલા સ્થાનીય પચંડો સંબંધી રોકાણકારો માટે આવશ્યક એક પરિસ્કૃત રોકાણકાર રાજ્ય વિવાદ ઉકેલ (આઈએસડીએસ) પ્રાવધાન, નાણાકીય વળતર આપવા માટે ન્યાયાધિકરણની શક્તિને સીમિત કરવા વગેરેનો સમાવેશ છે.
J.Khunt/GP