Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે : પ્રધાનમંત્રી

ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે : પ્રધાનમંત્રી

ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે : પ્રધાનમંત્રી

ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે : પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં ટાઉનહોલમાં આયોજિત ન્યૂ ઇન્ડિયા યૂથ કોન્ક્લેવમાં યુવાન વ્યાવસાયિકો સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીને ન્યૂ ઇન્ડિયા યૂથ કોન્ક્લેવમાં જબરદસ્ત આવકાર મળ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં પરિવર્તન થઈ રહ્યું છે અને લોકોએ શ્રેષ્ઠ ભારત માટે પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો હોવાથી આ શક્ય બન્યું છે. આજે સુરતમાં નેશનલ યૂથ કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એવો અભિગમ હતો કે, કંઈ બદલાશે નહીં કે કોઈ પરિવર્તન થશે નહીં. જોકે માનસિકતા બદલાઈ છે અને એ હવે દેખાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતં કે, “એક સમયે લોકોની માનસિકતા એવી હતી કે, કંઇ બદલી ન શકે. અમે આવ્યાં અને સૌપ્રથમ માનસિકતા બદલી છે – હવે બધું બદલી શકે છે. ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તનનો પવન ફૂંકવાનો નિર્ણય કર્યો છે.”

ભારતની ક્ષમતા વિશે પ્રધાનમંત્રી કહ્યું હતું કે, “આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો હતો, પછી શું થયું હતું? અમારી સરકારનાં શાસનમાં ઉરીમાં હુમલો થયો હતો, પછી શું થયું હતું? આ પરિવર્તન છે. આપણાં જવાનોનાં હૃદયમાં ગુસ્સો હતો, પ્રધાનમંત્રીનાં હૃદયમાં પણ ગુસ્સો હતો, એટલે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ઉરી આતંકવાદી હુમલા પછી મને ઊંઘ આવી નહોતી અને પછી શું થયું એ બધા જાણે છે. આ પરિવર્તન છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકારનું કાળાં નાણાં સામેનું અભિયાન નિર્ણાયક અને સાહસિક પગલું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિમુદ્રીકરણ પછી ત્રણ લાખ કંપનીઓ બંધ થઈ ગઈ છે અને કોઈએ વિચાર્યું પણ નહોતું કે, કાળાનાણાં પર નિયંત્રણ લાવી શકાશે.

તેમણે ઉમેર્યું હતું કે, “ભારતીયો વચ્ચે પબ્લિક સેન્ટિમેન્ટ બદલાયું છે અને એનાથી દેશમાં પણ પરિવર્તન આવશે. મને એમાં વિશ્વાસ છે. અગાઉ લોકો માનતાં હતાં કે, બધુ લોકો કરશે, પણ અમે આ માન્યતા બદલી છે. આપણા કોઈ પણ કરતા દેશ સર્વોપરી છે.”

પ્રધાનમંત્રીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે, તેમનો આ દિવસમાં ચોથો જાહેર કાર્યક્રમ છે. જોકે તેઓ થાક્યાં નથી અને પછી તેમણે લોકોને પૂછ્યું હતું કે, તેઓ થાક્યાં છે કે નહીં. તેનાં જવાબમાં લોકોએ ના પાડી હતી.
ગુજરાતની એક દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રીએ આજે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો અને સુરતમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુરતમાં અત્યાધુનિક રસીલાબેન સેવંતીલાલ વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

RP