Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ

ભારતના ૬૯માં સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રધાનમંશ્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ


ભારતના સવા સો કરોડ મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીના પાવન પર્વ પર આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શૂભકામનાઓ, ૧૫ ઓગષ્ટની આ સવાર, મામુલી સવાર નથી. આ વિશ્વના સૌથી મોટા લોક તંત્રના સ્વાતંત્ર્ય પર્વની સવાર છે. આ સવાર, સવા સો કરોડ દેશવાસીઓના સ્વપ્નની સવાર છે. આ સવાર સવા સો કરોડ દેશવાસીઓના સંકલ્પની સવાર છે અને આવા પાવન પર્વ પર જે મહાપુરુષોના બલિદાનના કારણે, ત્યાગ અને તપસ્યાના કારણે, સદીઓ સુધી ભારતની અસ્મિતા માટે ઝૂંઝતા રહ્યા, પોતાના માથા કપાવતા રહ્યા, જવાની જેલમાં ખપાવતા રહ્યા, યાતનાઓ સહેતા રહ્યા, પરંતુ પોતાના સપના ન છોડ્યા, સંકલ્પ ન છોડ્યા. આવા આઝાદીના સ્વતંત્રતાસેનાનીઓને હું આજે કોટિ કોટિ વંદન કરું છું. છેલ્લા દિવસોમાં આપણા દેશના અનેક ગણમાન્ય નાગરિકોએ, અનેક યુવકોએ, સાહિત્યકારોએ, સમાજ સેવકોએ, ભલે તે પુત્ર હોય કે પુત્રી હોય, વિશ્વભરમાં ભારતનું શિશ ઉંચું કરવાનું અભિનંદનીય કાર્ય કર્યું છે. એવા અગણિત લોકો છે, જેને હું આજે લાલ કિલ્લાની પ્રાચીરથી ભારતનું શિશ ઉંચું કરવા માટે હૃદયથી ખૂભ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું, વિશ્વની સામે ભારતની વિશાળતા ભારતની વિવિધતા, તેના ગુણગાન થતા રહે છે. પરંતુ જેમ ભારતની અનેક વિશેષતાઓ છે, ભારતમાં અનેક વિવિધતાઓ છે, ભારતની વિશાળતા છે, એવી જ રીતે ભારતના જન-જન સરળતા પણ છે અને ભારતના ખૂણે-ખૂણામાં એકતા પણ છે. આ આપણી પૂંજી છે, આ આપણા રાષ્ટ્રની શક્તિ છે. આપણા દેશની શક્તિને સદીઓથી સાચવવામાં આવી છે. દરેક યુગમાં તેને નિખારવાનો પ્રયાસ થયો છે. સમયની આવશ્યકતા અનુસાર, ભવિષ્યના સ્વપ્નને સાકાર કરવાની આવશ્યકતા અનુસાર તેને આકાર અપાયો છે, તેનો ઉછેર કરાયો છે અને તેનાથી પૂરાતન પરંપરાઓ વચ્ચે, નિત્ય નૂતન સંકલ્પોની સાથે આ દેશ આજે અહીં પહોંચ્યો છે. આપણી એકતા, આપણી સરળતા, આપણો ભાઈચારો, આપણો સદભાવ, આ આપણી ખૂબ મોટી મૂડી છે. આ મૂડીને ક્યારેય ડાઘ ન લાગવો જોઈએ, તેને ઈજા ન પહોંચવી જોઈએ. જો દેશની જનતા વિખરાઈ જાય તો સપના પણ ચૂર ચૂર થઈ જાય છે. અને માટે ભલે જાતિવાદનુ ઝહેર હોય, સંપ્રદાયવાદનું ઝૂનૂન હોય તેને આપણે કોઈપણ રૂપમાં જગ્યા નથી આપવી, ઉછરવા દેવું નથી. જાતિવાદનું ઝેર હોય, સંપ્રદાયવાદનું ઝૂનૂન હોય, તેને આપણે વિકાસના અમૃતથી મિટાવવું છે, વિકાસની અમૃતધારા પહોંચાડવી છે. અને વિકાસની અમૃતધારાથી એક નવી ચેતના પ્રગટ કરવાનો પ્રયાસ કરવો છે. ભાઈઓ અને બહેનો આ દેશ ટીમ ઈન્ડિયાના કારણે આગળ વધી રહ્યો છે. અને આ ટીમ ઈન્ડિયા સવા સો કરોડ દેશવાસીઓની બૃહદ ટીમ છે. શું ક્યારેય દુનિયાએ વિચાર્યું છે કે સવા સો કરોડ દેશવાસીઓની આ ટીમ જ્યારે ટીમ બનીને લાગી પડે છે, તો તેઓ રાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર પહોંચાડે છે, તેઓ રાષ્ટ્રને બનાવે છે, તેઓ રાષ્ટ્રને આગળ વધારે છે, તેઓ રાષ્ટ્રને બચાવે પણ છે. અને આથી આપણે જે કાંઈપણ કરી રહ્યા છીએ, આપણે જ્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તે આ સવા સો કરોડની ટીમ ઈન્ડિયાને કારણે છે અને ટીમ ઈન્ડિયાને આભારી છે.

લોકતંત્રમાં જન ભાગીદારી એ સૌથી મોટી મુડી હોય છે. જો સવા સો કરોડ દેશવાસીઓની ભાગીદારીથી આપણે દેશને ચલાવીએ તો દેશ દરેક પળે સવા સો કરોડ કદમ આગળ વધશે અને માટે ટીમ ઈન્ડિયાના આ રૂપમાં જન ભાગીદારીને બળ અપાયું છે, પ્રાથમિકતા અપાય છે, ભલે ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મના માધ્યમથી mygov.in હોય, નાગરિકો પાસેથી સતત આવતા પત્રો હોય, મન કી બાત હોય, કે પછી નાગરિકો સાથે સંવાદ હોય. આ માર્ગથી રોજ-બરોજ જન ભાગીદારી આગળ વધી રહી છે. ખૂબ મોટી માત્રામાં દરેક કાર્યમાં દૂર દૂરના ગામોમાં બેઠેલા લોકોના અભિપ્રાયો પણ અમને મળતા રહે છે. અને આ જ ટીમ ઈન્ડિયાની તાકાત છે. મારા વ્હાલા દેશવાસીઓ એ વાત નક્કી છે કે આ ટીમ ઈન્ડિયાનો જ એક જનાદેશ છે અને તે જનાદેશ છે અમારી બધી વ્યવસ્થાઓ, અમારી બધી યોજનાઓ, આ દેશના ગરીબોના કામમાં આવી જોઈએ. અમે જો ગરીબોને ગરીબીની મુક્તિની લડાઈમાં બળ પ્રદાન કરીએ, તેમને સામર્થ્ય પ્રદાન કરીએ તો કોઈ ગરીબ ગરીબીમાં ગુજારો કરવા નથી ઈચ્છતુ, તેઓ પણ ગરીબી સામે લડવા માંગે છે અને આથી શાસન વ્યવસ્થાની સાર્થકતા એ વાતમાં છે કે આપણી વ્યવસ્થાઓ, આપણા સંસાધનો, આપણી યોજનાઓ, આપણા કાર્યક્રમ, ગરીબોના કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગમાં આવી શકે.

ભાઈઓ બહેનો, ગઈ 15મી ઓગસ્ટે મેં આપની સામે કેટલાક વિચારો મૂકયા હતા. ત્યારે હું નવો હતો અને મેં જે શરુશરુમાં જોયું હતું તેને મેં કોઈ રુડું રુપાળું કર્યા વિના ખુલ્લા દિલે સવાસો કરોડ દેશવાસીઓ સામે મૂકયું હતું. પરંતુ આજે એક વરસ પછી તે જ લાલ કિલ્લાની પ્રાચીરથી, પવિત્ર, ત્રિરંગા ધ્વજની સાક્ષીએ હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે એક વરસમાં ટીમ ઈન્ડિયા, સવાસો કરોડ દેશવાસી એક નવા વિશ્વાસ સાથે, નવી શકિત સાથે, પરિશ્રમની પરાકાષ્ટા કરીને સમયમર્યાદામાં સપનાંને સાકાર કરવામાં લાગી ગયા છે. વિશ્વાસનું એક નવું વાતાવરણ ઉભું થયું છે. મેં ગઈ 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. દેશમાં 60 વર્ષ વિત્યાં- ગરીબો માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું પરંતુ તેમ છતાં પણ 60 વર્ષથી પણ વધુ સમય પછી ગઈ 15 ઓગસ્ટે દેશના 40 ટકા લોકો બેંક ખાતાથી વંચિત હતા. ગરીબ માટે બેંકોના દરવાજા બંધ હતા. અમે સંકલ્પ કર્યો કે આ કલંક મીટાવવું છે અને વિશ્વમાં નાણાકીય સમાવેશીકરણની જે વાતો થાય છે તે ફાયનાન્સિયલ ઈન્ફ્લુઝનને એક મજબૂત ધરાતળ પર લાવવું હશે, તો દેશની ગરીબમાં ગરીબ વ્યકિતને આર્થિક ગતિવિધિની મુખ્ય પ્રવાહમાં જોડવો પડશે. અને બેંક ખાતું તેનું એક આરંભ બિંદુ છે. અને અમે નક્કી કર્યું હતું, “કરીશું, કરીએ છીએ, વિચારીએ છીએ. જોઈએ છીએ” એવું નહીં. મેં કહ્યું હતુ, 26 જાન્યુઆરીએ જ્યારે દેશ ફરી એકવાર ત્રિરંગા ધ્વજ સામે ઉભો હશે, ત્યાં સુધીની સમય મર્યાદામાં કામ પુરું કરીશું. મારા દેશવાસીઓ, હું આજે ગર્વથી કહું છું કે અમે સમય મર્યાદામાં કામ પૂરું કર્યું છે. 17 કરોડ લોકોએ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતાં ખોલાવ્યાં અને અમે તો કહ્યું હતું, ગરીબોને તક આપવી હતી એટલે કહ્યું હતું, એક પણ રૂપિયો નહીં હોય, એક નવો પૈસો પણ હોય, તો પણ બેકનું ખાતું ખોલીશું. બેંકોને ખાતું ખોલવાનાં કાગળોનો ખર્ચો થશે તો થવા દઈશું. આખરે બેંકો છે કોના માટે ! ગરીબ માટે હોવી જોઈએ અને એટલા માટે, ઝીરો બેલેન્સ થી ખાતું ખોલવાનો અમે સંકલ્પ કર્યો હતો. પરંતુ મારા દેશના અમીરોને તો આપણે જોયા છે અને આ વખતે ગરીબોને પણ જોયા. અને ગરીબોની અમીરીને પણ જોઈ છે અને હું આ ગરીબોની અમીરીને આજે લાલ કિલ્લાની પ્રાચીરથી સોસો નમન, કરવા માગું છું. સલામ કરવા માગું છું. કેમ કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનું કહેવા છતાં પણ આ ગરીબોએ 20 હજાર કરોડ રૂપિયા બેંક ખાતાઓમાં જમા કરાવ્યા.

જો આ ગરીબોની અમીરી ન હોત તો કેવી રીતે શકય બન્યુ હોત. અને એટલા માટે આ ગરીબોની અમીરીના સહારે આ ટીમ ઈન્ડિયા આગળ વધશે એ મારો વિશ્વાસ આજે પ્રગટ થઈ રહ્યો છે. ભાઈઓ-બહેનો, આપણા દેશમાં કયાંય પણ બેંકની એક શાખા ખુલી જાય અથવા બેંકનું નવું મકાન બની જાય તો તો એટલી મોટી ચર્ચા થાય કે વાહ ! બહુ મોટું કામ થઈ ગયું. ભારે વિકાસ થઈ રહ્યો છે. બહુ પ્રગતિ થઈ રહી છે. કેમ કે 60 વરસ સુધી આપણે આ જ માપદંડોથી દેશના વિકાસને માપ્યો છે માપવાની એ પટ્ટી એ જ રહી છે કે બેંન્કની એક શાખા ખૂલી જાય, તો બહુ મોટી વાહ વાહી થઈ જાય છે. બહુ મોટો જયજયકાર થઈ જાય છે. સરકારની વાહ વાહ થઈ જાય છે. પરંતુ મારા વ્હાલા દેશવાસીઓ, બેંકની શાખા ખોલવાનું કામ મુશ્કેલ નથી. સરકારી તીજોરીથી તે કામ થઈ જાય છે. પરંતુ 17 કરોડ દેશવાસીઓને બેંકના બારણે લાવવા એ બહુ અઘરૂં કામ હોય છે. બહુ મહેનત કરવી પડે છે. કમર કસીને જોડાવું પડે છે. ક્ષણ-ક્ષણનો હિસાબ માંગવો પડે છે. ટીમ ઈન્ડિયાના મારા મહત્વના સાથી, બેંકના કર્મચારીઓને, બેંકોને ખરા દિલથી ધન્યવાદ આપું છું કે એમણે બેંકને ગરીબો સામે લાવીને મૂકી દીધી અને આ બાબત આગામી દિવસોમાં બહુ મોટું પરિવર્તન લાવશે.

દુનિયામાં આર્થિક વિચારસરણીઓમાં એક વિચારસરણી એ પણ છે કે નાણાકીય સમાવેશીકરણ હંમેશા સારૂં નથી હોતું, અને તેના કારણે ગરીબીનો બોજ વ્યવસ્થાઓ પર પડે છે. હું આ મત સાથે સહમત નથી. ભારત જેવા દેશમાં આપણે જો વિકાસનો પીરામીડ આપણે જોઈએ. તો પીરામીડનો પાયો સૌથી પહોળો હોય છે. જો એ મજબૂત હોય તો વિકાસનો પૂરો પીરામીડ મજબૂત હોય છે. આજે વિકાસના પીરામીડમાં આપણા દેશનો દલિત,પીડિત, શોષિત, વંચિત, ઉપેક્ષિત ત્યાં પાયામાં પડેલા છે. આપણે વિકાસના પીરામીડના આ પાયાને મજબૂત કરવાનો છે. જેથી નાણાકીય સમાવેશીકરણથી જો તે મજબૂત બનશે તો વિકાસનો પીરામીડ ક્યારેય ડગશે નહીં, ચાહે ગમે તેટલા ઝટકા આવશે, તેને કોઈ સંકટ નહીં આવે. અને વિકાસનો આ પીરામીડ જો આર્થિક મજબૂતાઈ પર ઉભો હશે તો એમની ખરીદ શકિત ખુબ વધશે. અને જ્યારે સમાજના આખરી માનવીની ખરીદશકિત વધે છે ત્યારે એ અર્થતંત્રને આગળ વધતાં કોઈ રોકી નથી શકતું. એ બહુ ઝડપથી દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જાય છે. અને એટલા માટે અમારી કોશિષ છે કે અમે તેના પર વધુ જોર દઈએ અમે સામાજિક સલામતિ પર જોર આપ્યું છે. ગરીબોના કલ્યાણ પર જોર આપ્યું છે.

પ્રધાનમંત્રી સુરક્ષા, વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના આપણા દેશમાં કરોડો લોકો એવા છે. જેમને સલામતીનું કવચ નથી. આપણા દેશમાં વીમાનો લાભ, ગરીબની વાત તો છોડો નિમ્ન મધ્યમ વર્ગને પણ નથી પહોચ્યો. અમે યોજના બનાવી. એક મહિનાનો એક રૂપિયો, બાર મહિનાના 12 રૂપિયા અને તમે પ્રધાનમંત્રી સુરક્ષા વિમાના હકદાર બની જશો. જો તામારા પરિવારમાં કોઈ આપત્તિ આવી તો બે લાખ રૂપિયા, આપના પરિવારને મળી જશે. અર્થતંત્રને કેવી રીતે ચલાવાય છે.! અમે પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના લાવ્યા. એક દિવસના 90 પૈસા, એક રૂપિયાથી પણ ઓછા. વરસ આખાના 330 રૂપિયા આપના પરિવારના આરોગ્ય માટે આપના પરિવારની સલામતિ માટે બે લાખ રૂપિયાના વીમા માટે રોજના ફકત 90 પૈસા આપવાનું અમે કર્યું. ભાઈઓ – બહેનો, ભૂતકાળમાં, યોજનાઓ તો બનતી જ રહી છે. કંઈ સરકાર હશે જે યોજના નહીં બનાવતી હોય. દરેક બનાવે છે જ, કઈ સરકાર હશે જે ઘોષણાઓ ન કરતી હોય, દરેક કરે છે, કંઈ સરકાર હશે જે ઉદ્ધઘાટનના દિપક ન પ્રગટાવી હોય, રીબન ન કાપતી હોય, બધી સરકાર કરે છે, પરંતુ કસોટી ત્યાં થાય છે, કે આપણે જે કામની વાતો કરીએ છીએ તેને પૂરી કરીએ છીએ કે નથી કરતાં. અમે એક નવી કાર્ય સંસ્કૃતિ પર જોર લગાવ્યું અને ભાઈઓ-બહેનો આપણા દેશની કેટલીયે યોજનાઓ, જે 40 વર્ષ જૂની હોય, 50 વર્ષ જૂની હશે, 5 કરોડ – 7 કરોડ લોકોથી આગળ નથી પહોંચી શકી. આ યોજનાને હજી તો 100 દિવસ પૂરા થયા છે. 100 દિવસ. 100 દિવસમાં 10 કરોડ નાગરિકોએ તેનો લાભ લીધો છે. 10 કરોડ નાગરિકોએ. આપણા દેશમાં આ 10 કરોડ નાગરિક એટલે 10 કરોડ પરિવાર છે. એનો અર્થ એ થયો કે દેશમાં જે 30-35 કરોડ પરિવાર છે તેમાંથી 100 દિવસની અંદર 10 કરોડ પરિવાર આ યોજનામાં જોડાઈ ગયા છે. ભાઈઓ-બહેનો, અમારી સરકારની, ટીમ ઈન્ડિયાનું વીતેલા 1 વરસની જે વિશેષતા છે. ટીમ ઈન્ડિયાનું જે પરાક્રમ છે, સવાસો કરોડ દેશવાસીની ટીમ ઈન્ડિયા તેમણે સૌથી મોટું જે કામ કર્યું છે તે સમય મર્યાદામાં નિર્ધારિત કામોને પૂરાં કરવાનું કર્યુ છે મેં ગયા વખતે લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરી હતી. સ્વચ્છતાની વાત કરી હતી, દેશને પહેલા એક બે કલાક તો નવાઈ લાગી આ તે કેવા પ્રધાનમંત્રી છે જે લાલ કિલ્લા પર શૌચાલય બનાવવાનું કહેવામાં સમય ખર્ચી રહ્યા છે. પરંતુ આજે પૂરા દેશમાં જેટલા પણ સર્વે થાય છે દરેક સર્વેમાં એક વાત ઉપસી આવે છે કે આ ટીમ ઈન્ડિયાની સૌથી મહત્વની, જન-જનને સ્પર્શનારી કોઈ વાત છે તો તે સ્વચ્છતા અભિયાન છે. ભાઈઓ બહેનો આપણે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા માટે સમાજના લોકોને આહ્વાન કરતાં રહેતા હતા. નવ-નવ લોકોના નામ સૂચવતા હતા. એક પ્રણાલી શરૂ થઈ ગઈ હતી. પરંતુ આજે આ ટીમ ઈન્ડિયાને મારે શુભેચ્છા આપવી છે, ભલે સેલિબ્રીટી હોય, રાજનેતા હોય, સમાજ સેવક હોય, શિક્ષણવિદ્ હોય, સંપ્રદાય જીવનથી જોડાયેલ હોય, આદ્યાત્મિક જીવનથી જાડાયેલ મહાનુભાવ હોય, ભલે આપણા મીડિયાના મિત્ર હોય, સૌએ કોઈની આલોચના કર્યા વગર, બુરાઈઓ શોધ્યા વગર, જન સામાન્યને પ્રશિક્ષિત કરવાનું એક ખૂબ મોટું બીડું ઉઠાવ્યું છે. હું જેમણે આ કાર્યને કર્યું છે. તે સૌને આજે હૃદયથી અભિનંદન પાઠવું છું. પરંતુ સૌથી વધુ એક વાત મારે કહેવી છે કે, આ સ્વચ્છ ભારત અભિયાનને આ સૌથી મોટી તાકાત ક્યાંથી મળી, તેના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે, તમારું ધ્યાન નહીં ગયું હોય, પરંતુ તમે તમારા પરિવારમાં યાદ કરો શું થયું હતું. હિન્દુસ્તાનમાં એવા કોટી કોટી પરિવારો છે. જેના પરિવારોમાં પાંચ વર્ષ, ૧૦ વર્ષ, ૧૫ વર્ષના બાળકો આ સ્વચ્છ ભારત અભિયાનમાં સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. આ બાળકો ઘરમાં કોઈ કચરો નાંખે છે તો બાળકો મા-બાપને રોકે છે કે નહિં, ગંદકી ન કરો, કચરો ન ફેંકો, કોઈ પિતાને ગુટખા ખાવાની આદાત હોય અને કારનો કાચ ખોલે છે, તો બાળક રોકી દે છે કે, દાદા બહાર થૂંકશો નહિં, ભારત સ્વચ્છ રહેવું જોઈએ. આ કાર્યક્રમની સફળતા તે નાના બાળકોના કારણે છે. હું ભારત દેશના ભવિષ્ય પ્રત્યે એ બાળકો પ્રત્યે પોતાનું શિશ ઝુકાવવા ઈચ્છુ છું. શિશ ઝુકાવીને નમન કરવા ઈચ્છું છું. જે વાત મોટા મોટા લોકોને સમજવામાં વાર લાગે છે તે ભોળા નિર્મળ મનના બાળકોએ તરત પકડી લીધી છે અને મને વિશ્વાસ છે કે, જે દેશના બાળક આટલા સજાગ હોય, સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ હોય, તે દેશ સ્વચ્છ બનીને જ રહેશે. ગંદકી પ્રત્યે નફરત પેદા થઈને રહેશે.

૨૦૧૯, મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ આપણે ઉજવવાના છીએ. અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિએ સ્વચ્છ ભારતને આપણે તેમને અર્પિત કરવાનું છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ પર આનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ ન હોઈ શકે અને માટે હજુતો કાર્ય શરૂ થયું છે, પરંતુ મારે તેને આગળ વધારવું છે, તેને રોકવું નથી. સંતોષ માનવો નથી. મેં ટ્રાયલ માટે, શું આ કાર્ય ટીમ ઈન્ડિયા કરી શકે કે નહીં કરી શકે ? તેના ટ્રાયલ માટે, જેને માપી શકુ એવા એક કાર્યક્રમની મેં અહીંથી ઘોષણ કરી હતી. કોઈ સાથે સલાહ સૂચન કરીને ઘોષણા કરી નહોતી. જિલ્લામાંથી, ગામડાંઓમાંથી જાણકારી પ્રાપ્ત કરીને ઘોષણા કરી નહોતી. બસ મારા દિલમાં આવ્યું અને મેં કહીં દીધું કે, આવતી ૧૫ ઓગષ્ટ સુધી આપણા વિદ્યાલયોમાં, આપણી સ્કૂલોમાં છોકરા – છોકરીઓ માટે અલગ શૌચાલયો બનાવી દઈશું અને જ્યારે પછી અમે કાર્ય શરૂ કર્યું, ટીમ ઈન્ડિયાએ પોતાની જવાબદારીને સમજી, ધ્યાનમાં આવ્યું કે આ દેશમાં ૨ લાખ ૬૦ હજાર વિદ્યાલય એવા હતા, જેમાં સવા ચાર લાખથી વધુ શૌચાલયો બનાવવાના હતા. આ આંકડો એટલો મોટો હતો કે કોઈપણ સરકાર વિચારતી – નહીં સાહબ ! આના માટે સમય વધારી દો, પરંતુ ટીમ ઈન્ડિયાનો સંકલ્પ જુઓ, કોઈએ પણ સમય વધારવાની માંગ ન કરી અને આજે ૧૫ ઓગષ્ટના રોજ હું એ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવું છું કે તેમણે ભારતના તિરંગા ઝંડાનું સન્માન કરતાં, એ સપનાને પૂર્ણ કરવામાં કોઈ કસર નથી છોડી અને લગભગ બધા શૌચાલય બનાવવાના કામમાં ટીમ ઈન્ડિયાએ સફળતા પ્રાપ્ત કરી છે.

હું આ માટે રાજ્ય સરકારોને અભિનંદન પાઠવું છું, જિલ્લા એકમોમાં બેઠલા સરકારી અધિકારીઓને અભિનંદન પાઠવું છું, શિક્ષણ સંસ્થાનોમાં બેઠેલા નીતિ નિર્ધારક હોય કે સંચાલક હોય તે સૌને અભિનંદન પાઠવું છું. આ મુદ્દો સવા ચાર લાખ શૌચાલય બનાવવાનો નથી. આ મુદ્દો, જે નિરાશાનો માહોલ છે, કંઈ નથી થઈ શકે એમ, કેવી રીતે થશે, કેવી રીતે કરીશું, આ જે માહોલ છે, આ માહોલ સામે, તે આત્મ વિશ્વાસ પેદા કરી શકે છે, આપણે પણ કંઈ કમ નથી, ટીમ ઈન્ડિયા પાછળ હટી શકે તેમ નથી, ટીમ ઈન્ડિયા સફળતા લઈને જ રહે છે, આ તેમાંથી સકેત મળે છે અને આથી રાષ્ટ્ર ચાલે છે આત્મવિશ્વાસના ભરોશે. રાષ્ટ્ર ચાલે છે નવા નવા સંકલ્પોની પૂર્તિ કરીને, રાષ્ટ્ર ચાલે છે નવા નવા સપનાઓને સાચવીને. આપણે ક્યાંય બંધ નથી થઈ શકતા, આપણે નિરંતર આગળ વધવાનું હોય છે, અને એટલે જ…

ભાઈઓ-બહેનો, આપણા દેશનો કામદાર, અમે યોજના બનાવી શ્રમેવ જયતે, ભારતમાં ગરીબ કામદાર પ્રત્યે જોવાનું વલણ આપણને શોભતું નથી. આપણે કોઈ કોટ-પેન્ટ-ટાઈ પહેરેલા મહાપુરુષ મળી જાય, લાંબો કુરતો, જેકેટ, પહેરેલા કોઈ મહાપુરુષ મળી જાય તો ઉભા થઈને તેમનું અભિવાદન કરીએ છીએ, પરંતુ કોઈ ઓટો રિક્ષાવાળો આવી જાય, કોઈ પેડલ રીક્ષાવાળો આવી જાઈ, કોઈ સમાચારપત્ર વેચનાર આવી જાય, કોઈ દૂધ વેચનારો આવી જાય, આ ગરીબો પ્રત્યેનું આપણું વલણ યોગ્ય નથી. રાષ્ટ્રની આ ઉણપને સવા સો કરોડ દેશવાસીઓએ પોતાના મનના સંકલ્પથી દૂર કરવાની છે, જેના કારણે આપણે સારા દેખાઈએ છીએ, જેના કારણે આપણું કાર્ય સારું થાય છે, તેનાથી મોટા કોઈ આપણા હિતેચ્છુ ન હોઈ શકે. અને માટે ડિગ્નીટી ઓફ લેબર, શ્રમિકોનું સન્માન, શ્રમિકોનું ગૌરવ એ આપણું રાષ્ટ્રીય કર્તવ્ય હોવું જોઈએ, એ આપણો રાષ્ટ્રીય સ્વભાવ હોવો જોઈએ, આ જન જનની પ્રવત્તિ હોવી જોઈએ, આ જન જનની વૃત્તિ હોવી જોઈએ, પાછળા દિવસોમાં કેટલીક યોજનાઓ અંતર્ગત, જે અસંગઠિત કામદારો છે તેમને વિશેષ ઓળખપત્ર આપવાનું અમે અભિયાન પ્રારંભ કર્યું છે, એ ઓળખપત્ર દ્વારા તેમને ઘણી સુરક્ષા યોજનાઓનો લાભ મળવાનો છે. આ અસંગઠિત કામદારો તરફ ક્યારેય જોવાતું નહોતું, એ જ પ્રકારે આપણા દેશના કામદારોએ પોતાની મહેનતથી સરકારની તિજોરીમાં પોતાનો હિસ્સો જમા કરાવ્યો. ધીરે-ધીરે આ રકમ ૨૭ હજાર કરોડ રૂપિયા પહોંચી. પરંતુ આ કામદાર બિચારો છ-આઠ માસ નોકરી કરીને ક્યાંય બીજે જતો રહે છે, ફરી વર્ષ – બે વર્ષ બાદ બીજે જતો રહે છે, આગળ જ્યાં પૈસા કપાવીને આવ્યો છે, તેનો કોઈ હિસાબ કિતાબ રહેતો નથી. મૂડી પણ એટલી ઓછી હોય છે કે, મન નથી કરતું કે ચાલો, ૨૦૦ રૂપિયા ભાડુ ખર્ચીને પાછો જઈને પૈસા લઈ આવું, અને એ કારણે ૨૭ હજાર કરોડ રૂપિયા, મારા દેશના ગરીબોના મારા દેશના કામદારોના તેમના પરસેવાની કમાણી સરકારની તિજોરીમાં સડી રહી છે, અમે ઉપાય શોધ્યો, અમે કામદારોને, શ્રમિકોને એક ખાસ ઓળખપત્ર નંબર આપી દીધો. અને તેમને કહ્યું કે હવે તમારી બદલી કોઈપણ જગ્યાએ થાય, તમે એક નોકરી છોડીને કોઈપણ સ્થાને જતા રહો, એક કારખાનું છોડીને બીજા કારખાને જતા રહો, એક રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જતાં રહો, આ નંબર તમારી સાથે સાથે જશે અને તે રૂપિયા પણ તમારી સાથે સાથે જશે, તમારો એક રૂપિયો પણ કોઈ હજમ નહીં કરી શકે, ૨૭ હજાર કરોડ રૂપિયા પાછા આપવાની દિશામાં અમે પ્રયત્ન કર્યો.

આપણા દેશમાં એક ફેશન થઈ ગઈ છે દરેક વસ્તુમાં કાયદો બનાવતા રહો, દરેક વસ્તુમાં કાયદો બનાવતા રહો અને આપણા ન્યાયાલયોને વ્યસ્ત રાખતા રહો, એક કાયદાથી બીજો કાયદો, ઉંધી વાત દર્શાવતો હોય, પરંતુ એક જ વિષયનો કાયદો હોય, ગુંચવણ ઉભી કરતા રહો, આ જ કામ આપણે ત્યાં ચાલતું રહ્યું, શ્રેષ્ઠ શાસન માટે આ સારી નિશાની નથી, અને માટે કાયદો સ્પષ્ટ હોય, કાયદો ચોખ્ખો હોય, કાયદો કાળગ્રસ્ત ન હોવો જઈએ, સમાજ ત્યારે જ તો ગતિ કરે છે, આપણા કામદારો માટે ભિન્ન ભિન્ન પ્રકારના ૪૪ પ્રકારના કાયદાઓનો ઢગલો, તેમાંથી બિચારો કામદાર પોતાના હિતની વાત ક્યાં શોધે, અમે તેમાં બદલાવ કર્યો છે, ૪૪ કાયદાઓને ચાર આચારસંહિતાઓમાં વહેંચીને… ગરીબ થી ગરીબ, અભણ થી અભણ કામદાર પણ પોતાના હિતની વાતને પકડી શકે, આ યોજનાને અમે બળ આપ્યું છે.

ભાઈઓ-બહેનો., આપણા દેશમાં ભ્રષ્ટાચારને લઈને ખૂબ વાતો થાય છે, આપે જોયું હશે કે બિમાર વ્યક્તિ પણ બીજાને સ્વસ્થ કેવી રીતે રહેવું જોઈએ, તેની સલાહ આપવાની આદત ધરાવે છે, પોતે તો પોતાને સંભાળતો નથી પરંતુ દરેક માણસનો સ્વભાવ હોય છે… તમે આમ કરો તો ઠીક થઈ જશે, તમે તેમ કરો તો ઠીક થઈ જશે, આ ભ્રષ્ટાચાર પણ એવું છે, જે તેમાં લિપ્ત છે તે પણ સલાહ આપે છે કે, તેના કારણે પરેશાન છે, તે પણ સલાહ આપે છે અને એક પ્રકારે એક બીજાને સલાહ આપવી એ જ ચાલ્યું છે.

ભાઈઓ-બહેનો., મેં ક્યારેય એ ઘોષણા નથી કરી પરંતુ આજે હું હિસાબ આપવા માંગુ છું, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું, હું સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયાને જણાવવા માગું છું કે, આ દેશ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ શકે છે, અનુભવના આધારે કહી રહ્યો છું, ઉપરથી શરૂ કરવાનું હોય છે.

સાથોસાથ ભ્રષ્ટાચાર આપણા દેશમાં, ઉધઈની જેમ લાગેલો છે, અને આ ઉધઈ એવી રીતે ફેલાય છે, પહેલા દેખાતી નથી પરંતુ જ્યારે બેડરૂમમાં પહોંચી જાય, કપડાં જ્યાં રાખ્યા હોય તે કબાટ સુધી પહોંચી જાય ત્યારે ખબર પડે છે અને ઉધઈથી મુક્તી મેળવવી હોય તો દરેક સ્કેવર મીટર જમીન પર ઈન્જેક્શન લગાવવું પડે છે દવાઓનું , ઘરમાં એક જગ્યાએ ઈન્જેક્શન લગાવવાથી કામ નથી થતું, ઉધઈને જો ખતમ કરવી હોય તો દર સ્કેવર મીટરમાં, દર મહિને ઈન્જેક્શન લગાવતા રહેવું પડે છે, ત્યારે વર્ષો પ્રયાસ કર્યા બાદ ઉધઈથી મુક્તિ મળે છે. આટલા મોટા દેશમાં પણ ભ્રષ્ટાચારરૂપી ઉધઈથી મુક્તિ માટે અનેક પ્રકારના કોટિ કોટિ પ્રયાસોની આવશ્યકતા છે અને તેને કરી પણ શકાય છે,

ક્યારેક ક્યારેક હું જો કહું છું કે હું એલપીજી ગેસ સબસીડી ૧૫ હજાર કરોડ રૂપિયા કટ કરવાનો છું તો હું દાવા સાથે કહું છું કે હિન્દુસ્તાનમાં આ સરકારની વાહવાહીના સેંકડો લેખ લખાયા હોત કે આ મોદી દમવાળો છે કે, તેણે ૧૫ હજાર કરોડ રૂપિયાની ગેસની સબસીડીને બંધ કરી દીધી. આ જ આદમી છે જે કઠોર નિર્ણય લઈ શકે છે અને જો તેમ કર્યું તો, યાર કંઈ થતું નથી, કંઈ દેખાતું નથી, ક્યારેક ક્યારેક કેટલાક લોકોને નિરાશાના ગર્તમાં ડૂબવાનો શોખ હોય છે, જ્યાં સુધી તેઓ ચાર લોકો વચ્ચે નિરાશાની વાત ન કરે તેમને રાત્રે ઉંઘ નથી આવતી. આ તેમનું એક વ્યસન હોય છે, કેટલાક બિમાર લોકો હોય છે, જેને કોઈ બિમારી વિશે પૂછે તો પસંદ નથી આવતું, તેઓ ઈચ્છતા નથી કે બિમારીની કોઈને ખબર પડે. અને કેટલાક બિમાર એવા હોય છે કે તે રાહ જુએ છે કે યાર તે આવ્યો નહિં, તે પૂછવા ન આવ્યો અને પછી તેને કલાકો સુધી વર્ણન કરે છે કે, આવું થયું, તેવું થયું, હું જોઈ રહ્યો છું કે કેટલાક લોકો હોય છે, જે નિરાશા શોધતા રહે છે, નિરાશા ફેલાવતા રહે છે, અને જેટલી વધારે નિરાશા ફેલાવે છે, તેટલી તેમને વધારે ગાઢ ઉંઘ આવે છે. આવા લોકો માટે યોજનાઓ હોતી નથી. કાર્યકલાપ હોતા નથી અને ન તો સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયા તેમના માટે સમયનું રોકાણ કરવા તૈયાર છે. પરંતુ થાય છે કેવી રીતે, એલપીજીની સબસીડી માટે અમે ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરની યોજના લાવ્યા, જન ધન એકાઉન્ટનો ફાયદો લીધો, આધારકાર્ડનો ફાયદો લીધો અને ગ્રાહકોના ખાતામાં સીધી સબસીડી પહોંચાડી અને તેના કારણે જે દલાલો હતા તેમની દુકાનો બંધ થઈ ગઈ, જે વચેટીયાઓ હતા તેમની દુકાનો બંધ થઈ ગઈ, જે કાળા બજારીયાઓ હતા તેમની દુકાનો બંધ થઈ ગઈ. સાચા વ્યક્તિને સાચો લાભ. કોઈનો એક રૂપિયો કાપ્યો નથી, મોટી વાહવાહી થાય એવી ઘોષણાઓ નથી કરી. વ્યવસ્થામાં સુધારો કર્યો અને હું આજે મારા સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયાને કહેવા માંગુ છું કે તેના કારણે લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયા, દર વર્ષના ૧૫ હજાર કરોડ રૂપિયા કે જે ગેસ સિલિન્ડરના નામે ચોરી થતાં હતા તે બંધ થઈ ગયા, ભ્રષ્ટાચાર જતો રહ્યો મારા દેશવાસીઓ. થતું હશે, કામ કેવી રીતે થાય છે મારા ભાઈઓ-બહેનો, ૧૫ હજાર કરોડ રૂપિયા ભારત જેવા દેશ માટે સામાન્ય વાત નથી હોતી અને અમે એ કરીને બતાવ્યું છે, અમે ખુલ્લી વેબસાઈટ બનાવી, ડિલરોને ત્યાં બોર્ડ લગાવ્યું, આ ઉપરાંત પણ જો કોઈની ફરિયાદ છે તો, અડધી રાત્રે તેમને ગેસ સિલિન્ડર મળી જશે. પરંતુ દેશને લૂંટનારાઓ માટે પરવાનગી નથી. ગરીબોના પૈસા લૂંટનારાઓ માટે મંજૂરી નથી. શું આ કામ ભ્રષ્ટાચારની વિરુદ્ધ નથી, છે કે નહીં ? મારા ભાઈઓ-બહેનો, દેશને વિનંતી કરી હતી, મેં મારા દેશવાસીઓને, કે જો તમે આર્થિક દ્રષ્ટિએ સંપન્ન હોય તો તમે એલપીજી સબસીડી કેમ લો છો, આ ૫૦૦ – ૭૦૦ રૂપિયા તમારા માટે શું જરૂરીયાત છે, ૫૦૦ – ૭૦૦ રૂપિયા તો તમે ચા-પાણીમાં એક દિવસમાં ખર્ચ કરનારા લોકો છો. મેં હજું વાત શરૂ કરી છે, અભિયાન નથી ચલાવ્યું, કેમ કે ટીમ ઈન્ડિયા પર મારો ભરોસો છે, જેમ જેમ વાત પહોંચશે, પરિણામ મળતું જશે, પરંતુ આજે હું ગર્વથી કહી શકુ છું કે, એલપીજી ગેસ સીલીન્ડરની સબસીડી give it upની ચળવળ ચલાવી. અત્યાર સુધીમાં ૨૦ લાખ લોકોએ ગેસ સબસીડી છોડી દીધી ભાઈઓ. આ આંકડો નાનો નથી, આ નાનો આંકડો નથી, આપણે મંદિરમાં પણ પ્રસાદની લાઈનમાં ઉભા રહીએ છીએ તો ક્યારકે મન કરે છે કે નાના ભાઈ માટે પણ પ્રસાદ લઈ લઈએ. આ આપણી પ્રકૃતિ છે, પરંતુ અને આ ૨૦ લાખ કોઈ અમીર ઘરના લોકો નથી, સામાન્ય. મધ્યમ વર્ગ, કોઈ શિક્ષક પેન્શન પર ગુજરાન ચલાવે છે, પરંતુ જ્યારે તેણે સાંભળ્યું કે આ સિલિન્ડર કોઈ ગરીબ પરિવારને જવાનું છે, તો તેણે સબસીડી છોડી દીધી. મારા ભાઈઓ-બહેનો ગરીબોના કલ્યાણ માટે જ્યારે ૨૦ લાખ ગેસ સિલિન્ડર એક ગરીબ પરિવારોમાં પહોંચશે, જ્યાંનું રસોડું ધૂમાડાથી ભરેલું રહે છે, તમે મને જણાવો એ મા ને કેટલું સુખ મળશે. નાના-નાના બાળકો ધૂમાડાના કારણે રડતાં રહે છે, તેમને કેટલું સુખ મળશે. કામ સાચી દિશામાં કરવાથી પરિણામ મળે છે, ભાઈઓ-બહેનો જો હું કોલસાની ચર્ચા કરું તો કેટલાક રાજકીય પંડિતો તેને રાજનીતિના ત્રાજવામાં તોલશે, આ જગ્યા એ કામ માટે નથી અને માટે હું બધા રાજકીય પંડિતોને પ્રાર્થના કરું છું કે જે કોલસાની ચર્ચા કરવા જઈ રહ્યો છું, તેને રાજનીતિના ત્રાજવાથી કૃપા કરીને ન તોલશો. આ રાષ્ટ્રની સંકલ્પ શક્તિની માંગ છે. જ્યારે કેગે કહ્યું કે કોલસાની પરચીથી કોલસાની ખાણો દેવાના કારણે ૧ લાખ ૭૬ હજાર કરોડનું નુકસાન થયું છે, અમે પણ ચૂંટણીમાં બોલતા હતા, પરંતુ મનમાં થતું હતું કે પણ યાર આટલું તો નહીં હોય, બોલતા તો હતા પરંતુ મારા ભાઈઓ-બહેનો, અમે સમયસીમાની અંદર નક્કી કર્યું કે કોલસો હોય, સ્પેક્ટ્રમ હોય, અને કોઈ ખનીજ હોય હવે તેની હરાજી કરાશે, ઓક્શન કરાશે અને મારા વ્હાલા દેશવાસીઓ આ ટીમ ઈન્ડિયાનુ પરાક્રમ જુઓ, આ સવા સો કરોડ દેશવાસીઓની આ ટીમ ઈન્ડિયાનો સંકલ્પ જુઓ. સમય સીમામાં કોલસાની હરાજી થઈ અને લગભગ ૩ લાખ કરોડ રૂપિયા દેશના ખજાનામાં આવશે. ભાઈઓ- બહેનો તમે તમારી આત્માને પૂછો, કે ભ્રષ્ટાચાર ગયો કે ન ગયો, દલાલોનો ઠેકો ગયો કે ન ગયો, હિન્દુસ્તાનની સંપત્તિને લૂંટનારાઓના દરવાજા બંધ થયા કે ન થયા, મેં કોઈ ભાષણ નથી આપ્યું, કરીને બતાવ્યું.

સ્પેક્ટ્રમમાં એજ થયું, હાલમાં એફએમ રેડિયોની હરાજી ચાલી રહી છે, મોટા મોટા લોકો પરેશાન છે, મારા પર ખૂબ દબાણ કરવામાં આવ્યું કે, મોદીજી એફએમ રેડિયો, રેડિયો તો, સામાન્ય વ્યક્તિને કામ આવે છે, કોઈ કમાણી થતી નથી, તમે એફએમ રેડિયોની હરાજી કેમ કરો છો, ખૂબ દબાણ કરવામાં આવ્યું, દરેક પ્રકારે મારું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ અમે કહ્યું સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયા ટ્રાન્સ્પરન્સી ઈચ્છે છે, પારદર્શકતા ઈચ્છે છે અને હાલમાં એફએમ રેડિયોના લગભગ ૮૦-૮૫ શહેરોની હરાજી ચાલી રહી છે, પરમ દિવસે જ્યારે મેં પૂછ્યું, હરાજીમાં હજાર કરોડ રૂપિયાથી પણ ઉપર જતું રહ્યું હતું, આ પૈસા ગરીબોના કામમાં આવશે. ભાઈઓ – બહેનો, દેશને ઠેકેદારોએ કેવી રીતે ચલાવ્યો, કેવી રીતે લૂંટ્યો, નીતીઓ પર પ્રભાવ પેદા કર્યો. આપણા દેશમાં કેવો કારોબાર કરાયો છે, વિદેશથી જે કોલસો આવે છે, જે કોલસો સમુદ્ર તટની વિજળીના કારખાનાને નથી અપાતો. તેને જ્યાં કોલસાની ખાણો છે, તેના આજુ-બાજુના કારખાનાઓમાં આપવા માટે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે અને કોલસાની ખાણોનો કોલસો છે તેને ટ્રાન્સપોર્ટ કરીને સમુદ્રતટના કારખાનાઓ સુધી લઈ જવાય છે. આ દેશના નાના બાળકને પણ સમજમાં આવી શકે કે ભાઈ અહીંનો માલ ત્યાં અને ત્યાંનો માલ અહીંની જગ્યાએ, જેનું જ્યાં છે તેનું ત્યાં વાપરો. ભાઈઓ – બહેનો અમે નિર્ણય બદલી લીધો છે. કારખાનાની નજીકમાં જે છે તેમને લાભ સૌથી પહેલા મળશે અને તેમને હું કહેવા માંગુ છુ કે એક નાના નિર્ણયથી દલાલોની દુકાન બંધ કરી અને સરકારની તિજોરીમાં ૧૧૦૦ કરોડ રૂપિયા જમા થઈ ગયા મારા ભાઈઓ – બહેનો, અને આ દર વર્ષે થશે.

ભ્રષ્ટાચાર એક રીતે વ્યવસ્થાનો હિસ્સો બની ગયું છે, જ્યાં સુધી વ્યવસ્થાના હિસ્સામાંથી તેને કઢાશે નહીં, ભાઈઓ-બહેનો, હું આજે તિરંગા ઝંડાની સાક્ષીમાં બોલી રહ્યો છું, લાલ કિલ્લાની પ્રાચીરથી બોલી રહ્યો છું, સવા સો કરોડ દેશવાસીઓના સપનાઓને સમજીને બોલી રહ્યો છું. ૧૫ માસ થઈ ગયા તમે દિલ્હીમાં જે સરકાર બેસાડી છે, એ સરકાર પર એક નવા પૈસાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી અને હું, મારા દેશવાસીઓ, તમે, તમે મને જે કામ માટે બેસાડ્યો છે તે કામ પુરું કરવા માટે દરેક જુર્મ સહન કરતો રહીશ, દરેક અવરોધોને સહન કરતો રહીશ, પરંતુ આપના આશીર્વાદ લઈને ભ્રષ્ટાચારમુક્ત ભારતના સપનાને સાકાર કરતો રહીશ, એ આપને હું કહેવા આવ્યો છું, પરંતુ મેં કહ્યું હતું, આ ઉધઈ છે, માત્ર દિલ્હી સરકારથી ભ્રષ્ટાચાર જાય તેનાથી વાત નહીં બને. હજું પણ નાના સ્થાનોએ મુશ્કેલીઓ પડે છે, ગરીબ માણસ આ નાના લોકોની પરેશાની થી હેરાન છે. આના માટે આપણી એક રાષ્ટ્રીય ચેતનાને જગાવવાની આવશ્યકતા છે, આપણે ભ્રષ્ટાચારના આ રૂપને વ્યવસ્થિત રીતે સમજીને જન જનને તેની મુક્તિ માટે જોડવાના છે અને ત્યારે આપણે આ કલંકને મિટાવી શકીશું.

ભાઈઓ-બહેનો, મારે એ પણ કહેવું છે કાળું ધન. કાળા ધન માટે આટલા ઓછા સમયમાં અમે એક પછી એક અત્યંત મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. સરકાર બન્યા પછી પહેલા દિવસે સુપ્રિમ કોર્ટના માર્ગદર્શનમાં સીટની રચના કરી દીધી. ત્રણ વર્ષથી લટકેલું કામ અમે પહેલા જ અઠવાડિયામાં પૂર્ણ કરી દીધું. તે સીટ આજે કામ કરી રહી છે. હું જી-૨૦ સમીટમાં ગયો, દુનિયાના એ દેશો ત્યાં હાજર હતા જેમની મદદથી કાળું ધન પાછું આવી શકે તેમ છે. જી-૨૦ સમીટમાં ભારતના આગ્રહ પર કાળા ધન વિરુદ્ધ પ્રસ્તાવ કરાયો અને દરેક દેશ એકબીજાને મદદ કરશે, કાળુ ધન દેશને પાછું પહોંચાડવા માટે, તેનો સંકલ્પ લેવામાં આવ્યો. અમેરિકા સાથે FATCA નો કાયદો, અમે નાતો જોડી દીધો, અમે વિશ્વના એ દેશો સાથે એ પ્રકારની સંધિઓ કરી છે, જેથી તે દેશ, પોતાની પાસે આ પ્રકારના કોઈ ભારતીય નાગરિકનું ધન હોય તો તેની જાણકારી અમને રીયલ ટાઈમમાં આપતો રહે. એક પછી એક પગલા ભરતા રહ્યા, ભાઈઓ-બહેનો અમે એક કઠોર કાયદો પારિત કર્યો, હવે જ્યારે આ કાયદો પારિત થઈ ગયો તો દર અઠવાડિયે કોઈને કોઈ અમારી સરકારનો સંપર્ક કરે છે અને કહે છે તમારી સરકારે મોટો જુલ્મ કર્યો છે, આવો કઠોર કાયદો બનાવી દીધો કોઈ કહે છે આવો કાળો કાયદો બનાવી દીધો, આના કારણે અધિકારીઓનો જુલ્મ વધી જશે ભાઈઓ – બહેનો. ક્યારેક ક્યારેક જ્યારે બિમારી ખૂબ ભયાનક હોય છે તો આવા ઈન્જેક્શનની જરૂર પડે છે અને જ્યારે ઈન્જેક્શન લઈએ છીએ તો ડોક્ટર પણ કહે છે કે સાઈડ ઈફેક્ટ થશે. પરંતુ આ બિમારી એટલી ભયાનક છે કે સાઈડ ઈફેક્ટ સહન કર્યા બાદ પણ આ જ દવાથી મુક્તિ મળશે. હું જાણું છું કે આ કાળા ધનનો અમે કાયદો બનાવ્યો છે, તેના કારણે ઘણા લોકો પરેશાન છે. ઘણાં લોકોને મુસીબત દેખાઈ રહી છે. કાળુ ધન થોડું ડાયલ્યુટ થાય, થોડા નિયમોમાં છૂટ આવી જાય, તેના માટે અમારા સુધી સંદેશ પહોંચાડવામાં આવે છે. હું આ ટીમ ઈન્ડિયા સવા સો કરોડ દેશવાસી, હું આજે કહેવા ઈચ્છું છું, તે સાઈડ ઈફેક્ટની તૈયારી સાથે પણ કાળા ધન સામે, કઠોરતાથી કામ લેવાની દિશામાં અમે આગળ વધ્યા અને વધીશુ અને આટલું થઈ ગયું છે, કાળુ ધન પાછુ લાવવાની એક લાંબી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ એટલું તો થઈ ગયું છે કે, કોઈ કાળું ધન બહાર મોકલવાની હિંમત નથી કરતું. આ તો ફાયદો થયો જ થયો છે, કોઈ માને કે ન માને. એટલું જ નહિં, હમણાં કેટલાક દિવસોમાં જ્યારે એ સમય આપ્યો છે કે તમે તમારું ઘોષિત કરી શકો છો, હું આજે કહી શકું છું કે લગભગ. ૬૫૦૦ કરોડ રૂપિયાની અઘોષિત આવક. લોકોએ આવીને ઘોષિત સામેથી કરવાનું કરી દીધુ. આ પૈસા હિન્દુસ્તાનની તિજોરીમાં આવશે. ભારતના ગરીબોના કામે આવશે અને ભાઈઓ – બહેનો તમને જે મેં વિશ્વાસ આપ્યો છે, તે પૂરો કરવા માટે પૂરા સંકલ્પ સાથે અમે આગળ વધીશું.

ભાઈઓ-બહેનો, સીબીઆઈ દ્વારા અમારી સરકાર બનતા પહેલા એક વર્ષમાં ભ્રષ્ટાચારના માત્ર ૮૦૦ કેસ થયા હતા. ૮૦૦… ભાઈઓ-બહેનો, અમે સત્તામાં આવ્યા બાદ અમે તો નવા છીએ… અત્યાર સુધીમાં One Thousand Eight Hundred, ૧૮૦૦ કેસ અમે નોંધાવી ચૂક્યા છીએ અને અમે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. સરકારના કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. આપ કલ્પના કરી શકો છો કે અમારા આવતા પહેલા એક વર્ષમાં ૮૦૦ અને અમારા બાદ દસ માસની લગભગ ૧૮૦૦, એ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર સામે લડવાનું અમારું વલણ કેવું છે. એ દર્શાવે છે કે અમારી ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રતિબદ્ધતા, પ્રેસ કોન્ફરન્સ કરીને અમે નથી જણાવી. અમે ધરતી પર પગલા ભરીને દર્શાવી છે અને અમે પરિણામ પ્રાપ્ત કર્યું છે, અમે વ્યવસ્થાઓને બદલવાની કોશિશ કરી છે. મનરેગા સીધા જન ધન એકાઉન્ટમાં કેવી રીતે જાય, બાળકોની સ્કોલપશીપ સીધા પૈસા બેંકના એકાઉન્ટમાં કેવી રીતે જાય, ઓછામાં ઓછી દલાલી કેવી રીતે થાય એ દિશામાં અમે કામ પ્રારંભ કર્યું છે, અને મને વિશ્વાસ છે કે આ કામોને કારણે દેશ એ બાબતોને પૂર્ણ કરી શકશે. મારા કિસાન ભાઈઓ બહેનો ગયા વર્ષે વરસાદનું સંકટ થયું હતું, જેટલી માત્રામાં વરસાદ જોઈએ તેટલો થયો નહોતો, દેશના અર્થતંત્રને પણ નુકસાન થયું હતું, અને ખેડૂતોને પણ નુકશાન થયું હતું, એમ છતાં પણ અમે મોંઘવારી નીચે લાવવામાં સફળ થયા. એ માનવું પડશે કે અમારા આવ્યા પહેલા મોંઘવારી બે આંકડામાં ચાલતી હતી, અમારા આવ્યા બાદ એક પછી એક પ્રયાસોને કારણે વરસાદ ઓછો થવા છતાં પણ ખેડૂત પરેશાન થયો તેમ છતાં પણ મોંઘવારીને બે આંકડાથી નીચે લાવતા લાવતા લગભગ ત્રણ ચાર ટકા સુધી લાવવામાં અમે સફળ થયા. તેને વધુ નીચે લાવવાના પ્રયાસ ચાલુ રહેશે કેમકે ગરીબ થી ગરીબની થાળીમાં સંતોષજનક ખાવાનું મળે તે સપનાઓને લઈને અમે ચાલી રહ્યા છીએ.

પરંતુ આપણા દેશના કૃષિ જીવનને એક ખૂબ મોટા બદલાવની આવશ્યકતા છે. જમીન ઓછી થઈ રહી છે. પરિવારોમાં જમીન વહેંચાતી જાય છે, ટૂકડા નાના થઈ રહ્યા છે. આપણી જમીનની ઉત્પાદન શક્તિ વધારવી પડશે. Productivity વધારવી પડશે. જમીનને પાણી જોઈએ, જમીનને વિજળી જોઈએ. એ સપનાને પૂર્ણ કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ૫૦,૦૦૦ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે અમે રોકવાનું નક્કી કર્યું છે અને ખેતર સુધી પાણી કેવી રીતે પહોંચે અને પાણીને બચાવું પણ પડશે, Save Water, Save Energy, Save Fertilizer આ મંત્રને લઈને આપણે આપણા કૃષિ જીવનમાં આંદોલન ઉભું કરવાનું છે અને માટે અમે આ કામને આગળ વધારવા માટે Per Drop Per Crop એક એક બુંદથી મહત્તમ પાક અને સફળ ખેડૂત આ કામને આગળ વધારવાની દિશામાં આ ધન ખર્ચ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. પાછલા દિવસોમાં જ્યારે ઓલા પડ્યા અમે ૫૦ ટકા તેમને જે નુકસાન થયું હતું, તે ક્ષતિપૂર્તિમાં અમે વધારો કર્યો છે. ૬૦ વર્ષમાં આટલો મોટો જમ્પ ક્યારેય લાગ્યો નથી. એટલું જ નહીં, પહેલા ક્યારેય નુકસાન થતું હતું તો ૫૦ ટકા નુકસાન થાય તો તેઓ વળતરના દાયરામાં આવતા હતા. અમે તેને ઓછુ કરીને ૩૦ ટકા કરી દીધું. આનાથી મોટું ખેડૂતને મદદનું કામ છેલ્લા ૬૦ વર્ષમાં ક્યારેય થયું નથી. કિસાનને યૂરિયા જોઈએ. અમે નીમ કોટિંગ યૂરિયા, હું ફરી એકવાર કહું છું, ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડાઈ લડી શકાય છે, નીમ કોટિંગ, આ કોઈ મોદીના મગજની પેદાશ નથી આ વૈજ્ઞાનિકોએ આપેલો વિચાર છે, અને આ વિચાર માત્ર મારી સરકાર સામે જ આવ્યો એવુ નથી, પહેલા પણ સરકારોની સામે આવ્યો છે, આપણા દેશમાં ખેડૂતોના નામે યૂરિયા જાય છે, અરબોના અરબોનું યૂરિયા જાય છે, પરંતુ તે યૂરિયા ૧૫ ટકા, ૨૦ ટકા, ૨૫ ટકા કેમિકલની ફેક્ટરીઓમાં જતુ રહે છે, કાચામાલના રૂપમાં, નામ ખેડૂતોનું હોય છે, દલાલોના માધ્યમથી ચોરી થાય છે, નીમ કોટિંગ ૧૦૦ ટકા કર્યા વગર આ ચોરી રોકી શકાય તેમ નથી. અને એ માટે અમે સરકારને તિજોરી પર ભાર પડે તો પણ યૂરિયાનું ૧૦૦ ટકા નીમ કોટિંગ કરવાનું કામ પુરું કરી દીધું. અને આથી આ યુરિયા ખેતી સિવાય કોઈ કામમાં નહીં આવી શકે, કોઈ કેમિકલ ફેક્ટરી તેમાં તેમાંથી કંઈ કાઢી નહીં શકે. અને માટે ખેડૂતને જેટલું યૂરિયા જોઈએ તેટલું મળશે અને નીમ કોટિંગ હોવાના કારણે તેમને જે ન્યૂટીશન વેલ્યુ જોઈએ, જમીનમાં ૧૦ ટકા ઓછુ યૂરિયા વાપરવા છતાં પણ તેમને એટલો જ લાભ મળવાનો છે. આવનારી સિઝનમાં મારા દેશના ખેડૂતોને યૂરિયાનો એક નવો લાભ અને હું તો બધા ખેડૂતોને કહું છું કે ભૂલથી પણ જો નીમ કોટિંગ વિનાનું યૂરિયા તમને દેખાય તો તમે માની લેજો કે તે સરકાર દ્વારા અધિકૃત નથી. કોઈએ પીળા રંગનો કોઈ પાવડર તેમને આપી દીધો છે, તમે હાથ પણ ન લગાવશો.

ભાઈઓ-બહેનો, પાછલા દિવસોમાં હું કહું છું કે ભારતને જો વિકાસ કરવો હોય તો, પૂર્વી હિન્દુસ્તાનના વિકાસ વિના ભારત વિકસિત ન થઈ શકે, ભારતનો પશ્ચિમી કિનારો, જો એ જ આગળ વધશે તો હિન્દુસ્તાન કયારેય આગળ નહીં વધી શકે. હિન્દુસ્તાન ત્યારે આગળ વધશે જ્યારે આપણો પૂર્વી ઊત્તરપ્રદેશ તાકાતવર બને, આપણો બિહાર તાકાતવર બને, આપણો પશ્ચિમ બંગાળ તાકાતવર બને, આપણું આસામ, આપણું ઓડિશા, આપણું ઊત્તર-પૂર્વ આ ભૂ-ભાગ હિન્દુસ્તાનનો, એ તાકાતવર બનવું જોઈએ અને માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, રેલવે કનેક્ટીવીટીની બાબત હોય, ડિઝીટલ કનેક્ટીવીટીની બાબત હોય, અમે દરેક બાબતમાં પૂર્વી ભારતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને પૂર્વી ભારતમાં ધ્યાન કરવામાં અમે ગેસની પાઈપ લાઈન લગાવી રહ્યા છીએ. કોઈએ વિચાર્યું પણ હશે કે જે રાજ્યોમાં રસોડામાં પીવાનું પાણી હજુ નળથી આવવાનું મુશ્કેલ લાગે છે ત્યાં ગેસને પાઈપ સુધી પહોંચાડવાની દિશા અમે કામ કરી રહ્યા છીએ અને ચાર યૂરિયા ખાતરના કારખાના જે પૂર્વી ભારતમાં બંધ પડ્યા છે, ત્યાંના નૌજવાન બેરોજગાર બન્યા છે, ત્યાંના ખેડૂત પરેશાન થઈ રહ્યા છે અમે નવી યૂરિયા નીતિ બનાવી, અમે ગેસ સપ્લાયની નવી નીતિ બનાવી, અને તેનું પરિણામ છે કે ગોરખપુર હોય, બરેલી હોય, તાલચેર હોલ, સિંદરી હોય, આ બધા પૂર્વથી જોડાયેલા, તેના ખાતરના કારખાનાને પુર્નજીવિત કરીને નવજવાનોને રોજગાર આપો અને ખેડૂતોને ખાતર આપવું એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ભાઈઓ-બહેનો, દેશમાં સેનાના જવાનો માટે, જવાનોના કલ્યાણ માટે વિભાગ હોય છે, પરંતુ આ દેશમાં જેટલું મહત્વ જવાનનું છે, તેટલું જ મહત્વ ખેડૂતનું છે. ૬૦ વર્ષમાં આપણે શું કર્યું છે, આપણે કૃષિના આર્થિક પાસા પર ભાર મૂક્યો છે, આપણી ખેતી સારી થાય, ખેતીનો વિકાસ થાય અને સરકારના મંત્રાલયનું નામ પણ કૃષિ મંત્રાલય રાખ્યું, ભાઈઓ-બહેનો, કૃષિ મંત્રાલયનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ પૂર્ણ સમયની માંગ છે, કિસાન કલ્યાણનું પણ મહત્વ છે, એટલો કૃષિ વિકાસ આ વાત, ગ્રામીણ જીવન માટે, કૃષિ જીવન માટે અધૂરી છે, તે પૂર્ણ ત્યારે થશે જ્યારે કિસાન કલ્યાણને પણ જોડવામાં આવશે. અને માટે ભાઈઓ-બહેનો, હવે ભારત સરકારનું જે મંત્રાલય, કૃષિ મંત્રાલયના રૂપમાં ઓળખાય છે, તે કૃષિ મંત્રાલય તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના રૂપમાં ઓળખાશે અને આવનારા દિવસોમાં કૃષિ મંત્રાલય ખાતે જેમ યોજના બનશે તેવી જ રીતે કિસાન કલ્યાણની પણ યોજના બનશે, જેથી મારા ખેડૂતને જે વ્યક્તિગત જીવનમાં સમસ્યાઓ સહન કરવી પડે છે, મુસીબતોમાંથી પસાર થવું પડે છે તો સરકાર એક સ્થાયી વ્યવસ્થાના રૂપમાં તેને મદદ કરવાની દિશામાં પ્રયાસ કરશે. ભાઈઓ-બહેનો, આવનારા દિવસોમાં એક કામની તરફ હું ધ્યાન આપવા માગું છું, આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પરંતુ આજે પણ આપણા દેશમાં લગભગ સાડા અઢાર હજાર, ૧૮૫૦૦ ગામડાં એવા છે જ્યાં, વિજળીનો તાર પહોંચ્યો નથી, વિજળીનો થાંભલો પહોંચ્યો નથી, આઝાદીના સૂરજ, આઝાદીના પ્રકાશ, આઝાદીના વિકાસની કિરણોથી ૧૮૫૦૦ ગામડાં વંચિત છે, જો જૂની રીતે ચાલતા રહીએ તો, લગભગ આ ૧૮૫૦૦ ગામોમાં થાંભલા પહોંચતા પહોંચતા, વિજળીના તાર પહોંચતા પહોંચતા, ૧૦ વર્ષ લાગી જશે, દેશ ૧૦ વર્ષ રાહ જોવા માટે તૈયાર નથી, મેં સરકારના કર્મચારીઓની મિટીંગ લીધી, મેં તેમને પૂછ્યું શું કરશો તો કોઈએ કહ્યું કે, સાહેબ ૨૦૧૯ સુધીમાં કરી દઈશું, કોઈકે કહ્યું ૨૦૨૨ સુધીમાં કરી દઈશું, કહ્યું ગાઢ જંગલોમાં છે, ફલાણી જગ્યા પર છે, પહાડોમાં છે, બર્ફિલા પ્રદેશોમાં છે, કેવી રીતે પહોંચીએ ?

સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયાનો સંકલ્પ છે, આ ૧૮૫૦૦ ગામોમાં ૧૦૦૦ દિવસની અંદર વિજળીના થાંભલા, વિજળીના તાર અને વિજળી પહોંચે એ કામ પૂર્ણ કરી અપાશે અને હું રાજ્યોને આગ્રહ કરું છું કે આપણે આને કરી દેખાડીશું અને બધા રાજ્યોમાં આ બાકી નથી, કેટલાક રાજ્યોમાં વધુ બાકી છે, જો હું એ રાજ્યોનું નામ આપીશ તો ફરી મારી વાતને રાજકીય ત્રાજવામાં તોલાશે, રાજનીતિક ટિપ્પણીઓ થશે અને માટે હું એ ચક્કરમાં પડવા નથી માંગતો અને માટે હું કહું છું કે સવા સો કરોડ દેશવાસીઓની ટીમ ઈન્ડિયા લાલ કિલ્લાથી એ સંકલ્પ કરે છે કે, રાજ્યોના સહયોગથી સ્થાનિક એકમોના સહયોગથી, આવનારા ૧૦૦૦ દિવસમાં ૧૮૫૦૦ ગામોમાં અમે વિજળી પહોંચાડવાનું કામ કરીશું.

આપણા દેશમાં જેમ ખેડૂત કલ્યાણ એક ચિંતાનો વિષય મેં હાથે લગાડ્યો છે, એ જ પ્રકારે જ્યાંથી દેશને શક્તિ મળે છે, જ્યાંથી ખનીજ સંપદા નીકળે છે, ભલે કોલસો નીકળતો હોય, ભલે બોક્સાઈટ નીકળતું હોય, ભલે બીજી કોઈ ખનીજ સંપદા નીકળતી હોય, પરંતુ ત્યાંનું જે ક્ષેત્ર છે, તેના વિકાસ પ્રત્યે ઉદાસીનતા રહે છે, આપ ત્યાંના લોકોનું જીવન જુઓ. આપણા દેશને સમૃદ્ધ બનાવવા તો તેઓ પરસેવો પાડે છે, પરંતુ તે ક્ષેત્રનો વિકાસ થતો નથી અને માટે અમે જ્યાંથી ખનીજ નીકળે છે, ત્યાંના મજૂર કામદારોના વિકાસ માટે ત્યાંના ખેડૂતોના વિકાસ માટે એક વિશેષ યોજના બનાવી છે અને દર વર્ષે લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયા એ વિસ્તારો માટે ખર્ચ કરાશે જે ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓના વિસ્તારોમાં છે, મારા આદિવાસી ક્ષેત્રોમાં છે, કોલસો ક્યાં છે, આદિવાસીઓની વચ્ચે છે, ત્યાંનો વિકાસ થાય તેના પર અમે કામ શરૂ કરી દીધું છે,

ભાઈઓ અને બહેનો, 21મી સદીમાં દેશને આગળ વધારવામાં આપણી યુવા શક્તિ મહત્વની છે અને આજે હું જાહેર કરવા ઇચ્છું છું. સમગ્ર વિશ્વની સરખામણીમાં આપણે આગળ વધવું હોય તો યુવાઓને આપણે પ્રોત્સાહિત કરવા પડશે, તેમને તક પૂરી પાડવી પડશે. આપણો યુવાન નવો ઉદ્યોગકાર કેવી રીતે બની શકે, આપણા યુવાઓ નવા ઉત્પાદક કેવી રીતે બની શકે, સમગ્ર દેશમાં આ નવા ઉદ્યોગસાહસિકો દ્વારા એક નવી શરૂઆતને લગતું નેટવર્ક કેવી રીતે પૂરું પાડી શકાય? ભારતનો કોઇ જિલ્લો, કોઇ બ્લોક એવો ના હોય કે જ્યાં આવનારા દિવસોમાં નવા સ્ટાર્ટ અપ શરૂ ના થયા હોય. શું ભારત દેશ એવું સ્વપ્ન ના જોઇ શકે કે આપણે વિશ્વમાં, સ્ટાર્ટ અપની દુનિયામાં ભારત પ્રથમ સ્થાને પહોંચે, આજે આપણે ત્યાં નથી. ભાઈઓ અને બહેનો મારે આ સ્ટાર્ટ અપને આગળ લઇ જવું છે તેને વેગ આપવો છે અને આ માટે હું સંકલ્પ કરું છું કે આવનારા દિવસોમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને દેશના ભવિષ્ય માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા! સ્ટાર્ટ અપ ઈન્ડિયા! સ્ટેન્ડ અપ ઈન્ડિયા!… આ સ્ટાર્ટ અપ ઈન્ડિયા! સ્ટેન્ડ અપ ઇન્ડિયા! આ કાર્યને જ્યારે હું આગળ વધારવા ઇચ્છું છું ત્યારે મારા ભાઈઓ અને બહેનો આપણા દેશમાં પાછલા એક વર્ષમાં બેન્કવાળાઓએ ખૂબ મોટું પરાક્રમ કર્યું…અને જ્યારે તમે સારું કરો છો ત્યારે મારી થોડીક અપેક્ષાઓ પણ વધારે વધી જાય છે. મારા બેન્કના મિત્રો બાબા સાહેબ આંબેડકરની સવા સોમી જયંતિનું વર્ષ 125મી જયંતિનું વર્ષ, સવા લાખ બેન્કની શાખાઓ છે. શું આપણી બેન્કની શાખા…મારું આ જે સ્ટાર્ટ અપ ઈન્ડિયા કાર્યક્રમ છે, તેના જેવી જ અન્ય યોજનાઓ બનશે..પરંતુ દરેક શાખા આ સંકલ્પ કરે અને આવનારા દિવસોમાં તેને પૂર્ણ કરે કે આપણા બેન્કની શાખાના વિસ્તારમાં, દરેક શાખા, કે જ્યાં આદિવાસી વસતી હોય ત્યાં મારા આદિવાસી ભાઈને, જ્યાં આદિવાસી વસતી નથી ત્યાં મારા દલિત ભાઈને અને દરેક શાખા એક દલિત અથવા એક આદિવાસીને સ્ટાર્ટ અપ માટે ધિરાણ કરે આર્થિક સહાય કરે અને એક સાથે દેશમાં સવા લાખ મારા દલિત ઉદ્યોગકારો પેદા થાય. આ દેશમાં આદિવાસી વિસ્તારોમાં મારા આદિવાસી ઉદ્યોગકારો પેદા થાય. આ કાર્ય આપણે કરી શકીએ છીએ સ્ટાર્ટ અપને એક નવું પરિમાણ આપી શકીએ છીએ. આ ઉપરાંત, આ સવા લાખ શાખા…શું વિશેષ યોજના.. મહિલા ઉદ્યોગસાહસિકો માટે બનાવી શકે છે. સવા લાખ શાખા, સવા લાખ મહિલા ઉદ્યમી તેમના સ્ટાર્ટ અપ ને આગળ વધારે તેમને મદદ કરે. તમે જુઓ, જોત જોતામાં હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં સ્ટાર્ટ અપ નું માળખું ગોઠવાઈ જશે. નવા ઉદ્યોગકારો તૈયાર થશે. કોઇ એકને કોઇ બેને કોઇ ચારને નોકરી આપશે અને દેશના આર્થિક જીવનમાં બદલાવ આવશે. ભાઈઓ બહેનો દેશમાં જ્યારે મૂડીરોકાણ થાય છે ત્યારે આપણે એક બાબતનો આગ્રહ રાખીએ છીએ કે ઉત્પાદનનું કામ થાય અને વધારેમાં વધારે નિકાસ થાય અને તે માટે મૂડીરોકાણ કરનારાઓને સરકારનું આર્થિક વિભાગ અનેક નવી નવી યોજના આપે છે. તેનું એક ખાસ મહત્વ છે અને તેને યથાવત રાખવું છે. પરંતુ આજે હું એક નવી વાતને લઇને આગળ વધવા ઇચ્છું છું. આપણા દેશમાં જે મૂડીરોકાણ થાય, ઉત્પાદન ક્ષેત્રમાં મૂડીરોકાણ થાય, તેમાં સરકારી સહાયના જે માપદંડ છે તેમાં એક મહત્વપૂર્ણ માપદંડ એ રહેશે કે તમે જે ઉદ્યોગ લાવો છો એમાં તમે વધારેમાં વધારે લોકોને જો રોજગાર આપશો તો તમને અલગ પ્રકારનું આર્થિક પેકેજ મળશે. સરકારની સહાયને રોજગાર સાથે સાંકળીને નવા એકમો માટે હવે સરકાર યોજના બનાવશે. દેશમાં રોજગારની તકો વધશે તેને અમે આગળ વધારવા માગીએ છીએ. સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા આ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છીએ. ભાઈઓ અને બહેનો, ભ્રષ્ટાચારનું એક ક્ષેત્ર છે નોકરી. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઇચ્છશે કે તેના દીકરાને નોકરી મળે. અને આપણે જોયું છે કે જ્યારે નોકરી માટેના ઇન્ટરવ્યૂનો કોલ આવે છે ત્યારે નવયુવાન કોઇને શોધે છે કે મારું રેલવેમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આવ્યો છે, શિક્ષક માટે ઇન્ટરવ્યૂ આવ્યો છે, ટૂલનો ઇન્ટરવ્યૂ આવ્યો છે, ડ્રાયવર માટેનો ઇન્ટરવ્યૂ આવ્યો છે ત્યારે આ નોકરી મેળવવા માટે કોની પાસે ભલામણ કરાવું, વિધવા માતા પણ ભલામણ માટે વિચારે છે. કારણ કે આપણે ત્યાં યોગ્યતાથી વધારે ઇન્ટરવ્યૂને કારણે વ્યક્તિ સાથે ન્યાય અને અન્યાયની રમત રમાય છે અને કહેવાય છે કે ઇન્ટરવ્યૂમાં નાપાસ થઇ ગયા.

મેં હજું સુધી કોઇ એવા મનોવૈજ્ઞાનિક નથી જોયા કે જેઓ બે મિનિટનું ઇન્ટરવ્યૂ કરે અને માનવીને સંપૂર્ણપણે પારખી લે. ભાઈઓ અને બહેનો મારા મનમાં કેટલાય દિવસથી એક વાત ચાલી રહી છે કે એક ગરીબ માતાનો દીકરો છે, ઓછું શિક્ષણ મેળવ્યું છે જેને નાની નાની નોકરીઓની જરૂર છે. શું તેમને ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે. શું ઇન્ટરવ્યૂ આપ્યા વગર નોકરી ના મળી શકે. શું ઓનલાઇન તેમની માર્કશીટના આધારે ઓનલાઇન ના નક્કી થઇ શકે કે આપણને 500 લોકોની જરૂર છે તો એ 500 લોકો કોણ હશે. આપણને 2000ની જરૂર છે, પ્રથમ 2000 કોણ હશે. હાં, જ્યાં પણ શારીરિક યોગ્યતાની ચકાસણી હોય ત્યાં તેના માપદંડ જુદા હોય અને પદ્ધતિ પણ જુદી હોય. જ્યાં ઉપલા હોદ્દાની નોકરીઓ છે, જ્યાં વ્યક્તિત્વ ખૂબ મહત્વ રાખે છે, કાર્યદેખાવ મહત્વ રાખે છે, કિન્તુ ખૂબ નાની નાની. હું તો જોઇ રહ્યો છું કે રેલવેની નોકરી માટે નાગાલેન્ડ, મિઝોરમના લોકો પરીક્ષા આપવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે બિચારાઓને છેક મુંબઇ સુધી આવવું પડે છે. મારે આ બિમારી બંધ કરવી છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરું છું, હું સરકારના મારા દરેક સાથીને આગ્રહ કરું છું કે આપણે નાની નાની નોકરીઓ માટે આ ઇન્ટરવ્યૂ પ્રથાને જેટલી જલ્દી થઇ શકે એટલી જલ્દી બંધ કરીએ. યોગ્યતાના આધારે નોકરી આપો. દેશમાં ગરીબ વ્યક્તિને જે ભ્રષ્ટાચાર નડે છે તેનાથી મુક્તિ મળશે અને તેને દિશમાં આગળ વધવા આપણે પ્રયાસ કરવો જોઇએ, આ મારો આગ્રહ છે.

મારો દેશ નિરાંતની ઉંઘ લઇ શકે છે. સવાસો કરોડ દેશવાસી નિરાંતની ઉંઘ માણે છે. તેનું કારણ એ છે કે આપણા દેશના જવાનો સરહદ પર પોતાના પ્રાણ ન્યોછાવાર કરવા માટે દરેક પળે તૈયાર રહે છે. કોઇ દેશ પોતાના સૈન્યનું મૂલ્યાંકન ઓછું ના આંકી શકે. સવાસો કરોડ દેશવાસીઓની ટીમ ઇન્ડિયા, તેમના માટે મારા દેશનો દરેક સૈનિક, દરેક જવાન, દરેક સૈનિક એક રાષ્ટ્રની શક્તિ છે, રાષ્ટ્રની સંપત્તિ છે. રાષ્ટ્રની ઊર્જા છે.

ઘણા વર્ષો થયા અને અનેક સરકારો આવી અને ગઇ. વન રેન્ક વન પેન્શન આ વિષય દરેક સરકારની સામે આવ્યો છે. દરેક સરકારની સામે આ પ્રસ્તાવ મુકાયો છે. દરેક સરકારે નાના-મોટા વચન પણ આપ્યા પરંતુ સમસ્યાનું સમાધાન નથી થયું. મારા આવ્યા પછી પણ હું તેને કરી શક્યો નથી. હું આજે મારા સેનાના દરેક જવાનોને આ વિશ્વાસ ફરીથી અપાવું છું કે આ વાત કોઇ એક વ્યક્તિ નથી બોલી રહ્યો. સવા સો કરોડ ટીમ ઇન્ડિયા તરફથી હું આ કહી રહ્યો છું, ત્રિરંગાની છત્રછાયા હેઠળ કહી રહ્યો છું. લાલ કિલ્લા પરથી કહી રહ્યો છું. મારા સેનાના જવાનો સૈદ્ધાંતિક રીતે વન રેન્ક, વન પેન્શનનો અમે સ્વીકાર કર્યો છે. જોકે આ અંગે સંગઠનો સાથે વાતચીત થઇ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે અંતિમ તબક્કામાં તે જ્યાં પણ પહોંચે, સંપૂર્ણ રાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખીને દરેકને ન્યાય મળે. આ બાબતને ધ્યાનમાં રાખીને 20-20, 25-25 વર્ષથી અટવાયેલી સમસ્યાનો ઉકેલ આપણે શોધવાનો છે. મને વિશ્વાસ છે કે જે વિશ્વાસ સાથે વાતચીત થઇ રહી છે હું સુખદ પરિણામની આશા રાખું છું અને આ માટે ફરી હું વિશ્વાસ અપાવું છું કે સૈદ્ધાંતિક રીતે આ સરકારે વન રેન્ક, વન પેન્શનનો સ્વીકાર કર્યો છે. તેમાં રહેલી કેટલીક બાબતોને લઇને તેને કેવી રીતે અમલમાં મૂકી શકાય, તે માટે સંબંધિત લોકો સાથે ચર્ચા કરીને અમારી વાતને અમે આગળ વધારી રહ્યાં છીએ.

ભાઈએ-બહેનો, 2022, ભારતની આઝાદીને 75 વર્ષ થઇ રહ્યાં છે. દેશની આઝાદીનાં 75 વર્ષ, 2022, 15મી ઓગસ્ટના રોજ ઉજવીને આપણે ચુપ નથી રહેવું. આજથી જ, આ 15મી ઓગસ્ટથી, 2022, 15મી ઓગસ્ટ માટેનો સંકલ્પ આપણે લેવો છે. હિન્દુસ્તાનના 6 લાખ ગામ, દરેક ગામ એક સ્વપ્ન નક્કી કરે, સંકલ્પ લે કે 2022મા અમે અમારા ગામને આ સમસ્યાથી મુક્ત કરાવી રહીશું.

સવા સો કરોડ દેશવાસી પોતાના જીવનમાં, 2022 ભારતની આઝાદીનાં 75 વર્ષ આપણે પણ એક સંકલ્પ કરીએ, દરેક નાગરિક એક સંકલ્પ કરે કે હું દેશની ભલાઈ માટે, સમાજની ભલાઈ માટે આ કાર્યને કરીશ. એક વખત મારા સવા સો કરોડ દેશવાસી આ સંકલ્પ લઇને આગળ વધે તો 2022માં જ્યારે 15મી ઓગસ્ટના રોજ સવાર થશે ત્યારે આપણા દેશ માટે પ્રાણ આપી દેનારા આઝાદીના સૈનિકો, તેમની આત્માઓ જ્યારે જોશે કે દેશે સવા સો કરોડ સંકલ્પ પૂર્ણ કર્યાં છે. 6 લાખ ગામડાંઓએ 6 લાખ સ્વપ્ન પૂર્ણ કર્યાં હશે. શહેરોએ, મહાનગરોએ, સરકારના દરેક વિભાગે, સરકારના દરેક એકમે એક-એક સંકલ્પ લઇને અત્યારથી અમલ કરી દેવાનો છે અને હવેથી આપણું કોઇ સાહિત્ય એવું ના હોય કે આપણી કોઇ વાત એવી ના હોય કે જેમાં 2022, 15મી ઓગસ્ટનો ઉલ્લેખ ના થાય. તેમાં આઝાદીના 75 વર્ષનો સંકલ્પનો ઉલ્લેખ થવો જોઇએ. એક ગતિ બનાવી રાખવી છે.

આઝાદીનું આંદોલન, ભાઈઓ-બહેનો, દશકો સુધી ચાલ્યું, આઝાદી મળે તેમ લાગતું નહોતું ત્યારે 1910માં પણ કોઇ આઝાદીની વાતો કરતું હતું, વીસના દશકમાં પણ વાતો થતી હતી, ત્રીસના દશકમાં પણ વાતો થતી હતી. દશકો સુધી એકની એક બાબતનું સતત પુનરાવર્તન કરવામાં આવ્યું ત્યારે આઝાદી મળી. સ્વાભિમાન, ગૌરવશાળી, સમૃદ્ધ રાષ્ટ્ર માટે આપણે સક્ષમ ભારત બનાવવું છે. સ્વાભિમાની ભારત બનાવવું છે, શ્રેષ્ઠ ભારત બનાવવું છે. 2022 સુધી આ દેશમાં કોઇ ગરીબ ઘર વગર ના રહે. 24 કલાક વીજળી પૂરી પાડવાની દિશામાં આપણે સફળ થવાનું છે. આપણા ખેડૂતો સક્ષમ બને, આપણા શ્રમિકો સંતુષ્ટ બને, આપણી મહિલાઓ સશક્ત હોય, આપણા યુવાઓ સ્વાવલંબી હોય, આપણા વડીલો તંદુરસ્ત રહે અને આપણો ગરીબ સંપન્ન હોય, સમાજમાં કોઇ વિકાસથી વંચિત ના રહે. આપણા દરેકના અધિકાર સમાન હોય અને સમગ્ર ભારતીય સમાજમાં સમરસતાનું વાતાવરણ રહે. આ સપનાં સાથે ફરી એક વખત હું સ્વતંત્રતાના પાવનપર્વ પર આઝાદીની 75મી વર્ષગાંઠ પર એક નિશ્ચિત ભૂમિકામાં આપની સાથે આગળ વધવાની તૈયારી સાથે સવા સો કરોડ દેશવાસીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.

મારી સાથે સંપૂર્ણ શક્તિથી બોલશું

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય

વંદે માતરમ્, વંદે માતરમ્, વંદે માતરમ્

જય હિંદ, જય હિંદ, જય હિંદ