Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)

ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)

ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)

ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)


  1. ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 મે, 2018 દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીના આમંત્રણથી  નેપાળની રાજકીય મુલાકાતે હતા.
  2. વર્ષ 2018માં યોજાયેલી બીજી દ્વિપક્ષી શિખર પરિષદ પ્રસંગે બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં 11 મે 2018ના રોજ પ્રતિનિધિ મંડળ સ્તરનો વાર્તાલાપ થયો હતો,  જેમાં બંને દેશો વચ્ચે લાક્ષણિક રીતે ઉંડી મિત્ર ભાવના  અને સમજ વર્તાતી હતી.
  3. બંને પ્રધાનમંત્રીઓએ એપ્રિલ 2018 દરમિયાન નવી દિલ્હીમાં યોજાયેલી  પ્રધાનમંત્રી ઓલીની રાજકીય મુલાકાતને યાદ કરી હતી અને ભૂતકાળમાં જે કરારો અને સમજૂતિઓ થઈ હતી  તેના અમલીકરણ માટે અસરકારક પગલાં લઈને એ મુલાકાત દ્વારા ઉભી થયેલી ગતિશીલતા જાળવી રાખવા માટે   સંમતિ દર્શાવી હતી. બંને એ બાબતે સંમત થયા હતા કે બંને પક્ષોએ તાજેતરમાં પ્રધાનમંત્રી ઓલીની ભારત મુલાકાત દરમિયાન સંમતિ સધાયા મુજબ  કૃષિ, રેલવે લીંકેજીસ, આંતરિક જળમાર્ગોના વિકાસ વગેરેના અસરકારક અમલીકરણથી આ ક્ષેત્રોમાં પરિવર્તનલક્ષી  અસર ઉભી થશે.
  4. બંને દેશો વચ્ચેના ઘનિષ્ઠ અને બહુવિધ પાસાં ધરાવતાં વિવિધ સ્તરના સંબંધોની સમીક્ષા કરીને બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષી સંબંધોને એક નવી ઉંચાઈએ લઈ જવા માટે વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન સહયોગને મજબૂત કરવાનો અને સાથે સાથે આર્થિક-સામાજીક વિકાસ માટે ભાગીદારીને સમાનતા, પરસ્પરના વિશ્વાસ, સન્માન અને પરસ્પર લાભના સિદ્ધાંતને આધારે વિસ્તારવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
  5. બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની નિયમિત સમીક્ષા કરવા અને આર્થિક તેમજ વિકાસ સહયોગ પરિયોજનાઓમાં ઝડપી અમલીકરણ માટે બંને દેશોના વિદેશ મંત્રીઓના સ્તરે નેપાળ-ભારત સંયુક્ત આયોગ સહિત દ્વિપક્ષીય તંત્રોની નિયમિત બેઠકોનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
  6. બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને નેપાળ વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભારત સાથે નેપાળની વધતી જતી વેપાર ખાધ અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી ઓલીએ જણાવ્યું હતું કે ખાધની સમસ્યા હલ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ સંદર્ભમાં બંને પ્રધાનમંત્રીઓએ તાજેતરમાં બિનઅધિકૃત વેપારને નિયંત્રિત કરવા માટે યોજાયેલી વેપાર, પરિવહન અને સહયોગ પરની આંતર-સરકારી સમિતિનાં પરિણામોને આવકાર્યાં હતાં અને વેપાર અંગેની દ્વિપક્ષી  સમજૂતિની સમિક્ષા કરવા માટે તથા પરિવહન અને તે સંબંધી કરારમાં સુધારા  કરીને  નેપાળને ભારતનું બજાર વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય તે રીતે  બંને દેશો વચ્ચે  એકંદર દ્વિપક્ષી વ્યાપાર વધે  અને નેપાળના માલ સામાનની હેરફેર વધે તે પ્રકારે સુધારા કરવાના બાબત ધ્યાન પર લેવા વિચારણા કરી હતી.
  7. બંને પ્રધાનમંત્રીઓએ આર્થિક વૃધ્ધિને વેગ મળે અને લોકોની અવરજવર વધે તે માટે જોડાણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ આર્થિક અને ભૌતિક જોડાણ પર ભાર મૂકીને જમીન, હવાઈ અને જળ માર્ગો દ્વારા જોડાણ વધારવા માટે પગલાં લેવા બાબતે સંમતિ દાખવી હતી. લોકોથી લોકો વચ્ચે વાઈબ્રન્ટ સંપર્કો અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષી સંબંધોની જરૂર પારખીને  બંને પ્રધાનમંત્રીઓએ સંબંધિત અધિકારીઓને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહયોગ વિસ્તારવા માટે નેપાળ સુધી વહેલી તકે વધારાના એર એન્ટ્રી રૂટસ અંગે  ટેકનિકલ ચર્ચા યોજવા સંબંધિત ટેકનિકલ ટીમોને સૂચના આપી હતી.
  8. બંને પ્રધાનમંત્રીઓએ પરસ્પરના લાભાર્થે રીવર ટ્રેઈનીંગ વર્કસ, જળ પ્રલય અને પૂરની સ્થિતિ માટે વ્યવસ્થાપન, સિંચાઈ જેવી બાબતોમાં  જળ સ્ત્રોતો અંગે સહયોગ આગળ ધપાવવાના મહત્વ અંગે પુનરોચ્ચાર કર્યો હતો અને હાલમાં ચાલી રહેલી યોજનાઓના અમલીકરણને વેગ આપવા માટે સંમતિ દર્શાવી હતી. તેમણે  સંયુક્ત ટીમ રચના બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ટીમ જળ પ્રલય અને પૂરથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લઈ લાંબા ગાળાના ઉપાયો અંગે જરૂરી પગલાં સૂચવશે.
  9. બંને પ્રધાનમંત્રીઓએ સાથે મળીને નેપાળમાં 900 મેગા વોટના અરૂણ-3 હાઈડ્રો-ઈલેક્ટ્રીક પ્રોજેક્ટની શિલાન્યાસ વિધિ કરી હતી. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટ કાર્યરત થતાં બંને દેશો વચ્ચે વીજ ઉત્પાદન અને વીજ વેપાર ક્ષેત્રે સહયોગ વધશે. બંને પ્રધાનમંત્રીઓએ તાજેતરમાં 17 એપ્રિલ, 2018ના રોજ પૂર્ણ થયેલી વીજ ક્ષેત્રમાં સહયોગ અંગેની સંયુક્ત સ્ટીયરીંગ કમિટિના પરિણામોને આવકાર્યા હતા. બંને પ્રધાનમંત્રીઓ દ્વિપક્ષીય પાવર વેપાર સંધિની જેમ જ પાવર ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા સંમત થયા હતા.
  10. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જનકપુર અને મુક્તિનાથની મુલાકાત  લીધી હતી અને કાઠમંડુ તથા જનકપુરમાં યોજાયેલ સન્માન સમારોહમાં હાજરી આપી હતી.
  11. બંને દેશો અને લોકો વચ્ચે ઘનિષ્ઠ, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા માટે બંને પ્રધાનમંત્રીઓએ નેપાળ- ભારત રામાયણ સરકીટનો પ્રારંભ કર્યો હતો, જે સીતાના જન્મ સ્થાન જનકપુરને અયોધ્યા તેમજ મહાકાવ્ય રામાયણ સાથે સંકળાયેલા અન્ય સ્થળો સાથે જોડશે. બંને પ્રધાનમંત્રીઓએ જનકપુર અને અયોધ્યા વચ્ચે શરૂ કરાયેલી પ્રારંભિક સીધી બસ સેવાને લીલી ઝંડી આપી હતી.
  12. બંને પ્રધાનમંત્રીઓએ તેમના સંબંધિત અધિકારીઓને અનિર્ણિત રહેલી બાબતો અંગે સપ્ટેમ્બર 2018 સુધીમાં ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી, જેથી તમામ ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારવાનો હેતુ સિધ્ધ થઈ શકે.
  13. બંને પ્રધાનમંત્રીઓએ BIMSTEC, SAARC અને BBIN ના માળખા હેઠળ નિર્દેશિત ક્ષેત્રોમાં અર્થપૂર્ણ સહયોગ હાથ ધરવા માટે પ્રાદેશિક અને પેટા પ્રાદેશિક સહયોગ પર ભાર મૂક્યો હતો.
  14. બંને પ્રધાનમંત્રીઓ સંમત થયા હતા કે પ્રધાનમંત્રી મોદીની નેપાળની સિમાચિહ્નરૂપ ત્રીજી મુલાકાતથી બંને દેશો વચ્ચે યુગો જૂના મૈત્રી સંબંધો મજબૂત થયા છે અને બંને દેશો વચ્ચે વધતી જતી ભાગીદારીને નવો વેગ પ્રાપ્ત થયો છે.
  15. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓલીનો તેમના સૌજન્યપૂર્ણ આમંત્રણ અને ઉષ્માભરી આગતા- સ્વાગતા બદલ આભાર માન્યો હતો.
  16. પ્રધાનમંત્રી મોદીએ, પ્રધાનમંત્રી ઓલીને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી ઓલીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો, જેની તારીખો રાજદ્વારી ચેનલો દ્વારા નક્કી કરવામાં આવશે.

NP/J.Khunt/GP