પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના જી20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ મોડમાં જે લોગો અને થીમનું અનાવરણ કર્યું હતું, તે નીચે મુજબ છેઃ
લોગો અને થીમ સમજૂતી
જી20 લોગો ભારતના રાષ્ટ્રધ્વજ – કેસરી, શ્વેત અને લીલો અને વાદળી – ના જીવંત રંગોમાંથી પ્રેરણા લે છે. તે પડકારો વચ્ચે વિકાસને પ્રતિબિંબિત કરતાં ભારતનાં રાષ્ટ્રીય ફૂલ કમળ પાસે પૃથ્વીના ગ્રહને મૂકે છે. પૃથ્વી ભારતનાં જીવન પ્રત્યેના ગ્રહ-તરફી અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે પ્રકૃતિ સાથે સંપૂર્ણ સંવાદિતા ધરાવે છે. જી20ના લોગો નીચે “ભારત” છે જે દેવનાગરી લિપિમાં લખાયેલું છે.
લોગો ડિઝાઇન માટેની ખુલ્લી સ્પર્ધા દરમિયાન પ્રાપ્ત વિવિધ એન્ટ્રીઓમાં સમાવિષ્ટ તત્વો પર આ લોગો તૈયાર થયો છે. MyGov પોર્ટલ પર આયોજિત આ સ્પર્ધાને ૨૦00થી વધુ સબમિશન્સ સાથે ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો. આ બાબત ભારતના જી-20ના પ્રમુખપદ દરમિયાન પ્રધાનમંત્રીનાં જન ભાગીદારીનાં વિઝનને અનુરૂપ છે.
ભારતના જી-20ના પ્રમુખપદની થીમ -” વસુધૈવ કુટુમ્બકમ્” અથવા “એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય” – મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત લખાણમાંથી લેવામાં આવી છે. અનિવાર્યપણે, આ થીમ માનવ, પ્રાણી, વનસ્પતિ અને સૂક્ષ્મ સજીવો – અને પૃથ્વી અને વિશાળ બ્રહ્માંડમાં તેમનાં આંતરજોડાણને અને તમામ જીવનનાં મૂલ્યને સમર્થન આપે છે.
આ થીમ LiFE (લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ) પર પણ પ્રકાશ પાડે છે, જેમાં વ્યક્તિગત જીવનશૈલી તેમજ રાષ્ટ્રીય વિકાસ એમ બંને સ્તરે તેની સંલગ્ન, પર્યાવરણને અનુકૂળ અને જવાબદાર પસંદગીઓ સામેલ છે, જે વૈશ્વિક સ્તરે પરિવર્તનશીલ પગલાં તરફ દોરી જાય છે, અને સ્વચ્છ, હરિયાળાં અને વાદળી ભવિષ્યમાં પરિણમે છે.
આ લોગો અને થીમ સંયુક્તપણે ભારતના જી20 પ્રેસિડન્સીનો શક્તિશાળી સંદેશ આપે છે, જે એ છે કે આપણે આ કટોકટીનાં સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે વિશ્વમાં તમામ માટે ન્યાયી અને સમાન વિકાસ માટે આતુર છીએ અને આ વિકાસ સ્થાયી, સંપૂર્ણ, જવાબદાર અને સર્વસમાવેશક રીતે છે. તે આપણા જી-20ના પ્રમુખપદ માટે એ વિશિષ્ટ ભારતીય અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે, જે આસપાસની ઇકોસિસ્ટમ સાથે સુમેળમાં રહે છે.
ભારત માટે, જી-20 પ્રેસિડન્સી “અમૃતકાલ”ની શરૂઆત પણ કરે છે, જે 15 ઑગસ્ટ, 2022 ના રોજ તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠથી શરૂ થતો 25 વર્ષનો સમયગાળો છે, જે તેની સ્વતંત્રતાની શતાબ્દી સુધી દોરી જાય છે, એક ભાવિ, સમૃદ્ધ, સર્વસમાવેશક અને વિકસિત સમાજ તરફ દોરી જાય છે, જે તેનાં મૂળમાં માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા વિશિષ્ટ છે.
G20 વેબસાઈટ
પ્રધાનમંત્રીએ ભારતના જી20 પ્રેસિડન્સીની વેબસાઇટ www.g20.in પણ લૉન્ચ કરી હતી. આ વેબસાઇટ જે દિવસે ભારત જી –20 રાષ્ટ્રપતિ પદ સંભાળશે એ દિવસ1 ડિસેમ્બર 2022ના રોજ જી 20 પ્રેસિડન્સી વેબસાઇટ www.g20.org પર એકીકૃત સ્થળાંતર કરશે. જી20 અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા વિશેની નક્કર માહિતી ઉપરાંત, વેબસાઇટનો ઉપયોગ જી20 પર માહિતીના ભંડાર તરીકે નિર્માણ અને સેવા આપવા માટે પણ કરવામાં આવશે. વેબસાઇટમાં નાગરિકો માટે તેમનાં સૂચનો રજૂ કરવા માટે એક વિભાગ સામેલ છે.
G20 એપ
વેબસાઇટ ઉપરાંત એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર મોબાઇલ એપ્લિકેશન “જી 20 ઇન્ડિયા” શરૂ કરવામાં આવી છે.
YP/GP/JD
India will assuming the G20 Presidency this year. Sharing my remarks at the launch of G20 website, theme and logo. https://t.co/mqJF4JkgMK
— Narendra Modi (@narendramodi) November 8, 2022
India is set to assume G20 Presidency. It is moment of pride for 130 crore Indians. pic.twitter.com/i4PPNTVX04
— PMO India (@PMOIndia) November 8, 2022
G-20 का ये Logo केवल एक प्रतीक चिन्ह नहीं है।
— PMO India (@PMOIndia) November 8, 2022
ये एक संदेश है।
ये एक भावना है, जो हमारी रगों में है।
ये एक संकल्प है, जो हमारी सोच में शामिल रहा है। pic.twitter.com/3VuH6K1kGB
The G20 India logo represents 'Vasudhaiva Kutumbakam'. pic.twitter.com/RJVFTp15p7
— PMO India (@PMOIndia) November 8, 2022
The symbol of the lotus in the G20 logo is a representation of hope. pic.twitter.com/HTceHGsbFu
— PMO India (@PMOIndia) November 8, 2022
आज विश्व में भारत को जानने की, भारत को समझने की एक अभूतपूर्व जिज्ञासा है। pic.twitter.com/QWWnFYvCms
— PMO India (@PMOIndia) November 8, 2022
India is the mother of democracy. pic.twitter.com/RxA4fd5AlF
— PMO India (@PMOIndia) November 8, 2022
हमारा प्रयास रहेगा कि विश्व में कोई भी first world या third world न हो, बल्कि केवल one world हो। pic.twitter.com/xQATkpA7IF
— PMO India (@PMOIndia) November 8, 2022
One Earth, One Family, One Future. pic.twitter.com/Gvg4R3dC0O
— PMO India (@PMOIndia) November 8, 2022