Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025 ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દૃશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

X પર અલગ અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક…

ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.”

કાર્તવ્ય પથ પર સવાર ખરેખર યાદગાર હતી. અહીં વધુ ઝલક છે…”

AP/IJ/GP/JD