નમસ્કાર!!
આપ સૌને ભગવાન બસવેશ્વરની જન્મ જયંતી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કોરોના વૈશ્વિક મહામારીએ જે સંકટ સમગ્ર વિશ્વ સામે ઉભું કર્યું છે, તેને ધ્યાનમાં રાખતા મારી એજ પ્રાર્થના છે કે આપણા સૌના પર ભગવાન બસવેશ્વરની કૃપા રહે, આપણે સૌ ભારતવાસીઓ સાથે મળીને આ મહામારીને પરાસ્ત કરી શકીએ. અને માત્ર ભારત જ નહીં, સમગ્ર માનવજાતિના કલ્યાણમાં આપણે કંઇકને કંઇક યોગદાન આપી શકીએ.
સાથીઓ,
મને ભગવાન બસવેશ્વરના વચનો, તેમના સંદેશામાંથી નિરંતર શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમના વચનોનો 23 ભાષાઓમાં અનુવાદ હોય કે પછી લંડનમાં તેમની મૂર્તિનો અનવારણનો પ્રસંગ હોય, દર વખતે મેં એક નવી જ ઉર્જાનો અનુભવ કર્યો છે.
સાથીઓ,
મને કહેવામાં આવ્યું છે કે 2017માં બસવન્નાના વચનનોના ડિજિટાઇઝેશનનું જે સૂચન મેં રજૂ કર્યું હતું, તેના પર તમે વ્યાપક કામ કર્યું છે. બલ્કે, આ વખતનો આ સમારંભ પણ ડિજિટલી આખી દુનિયામાં આયોજિત કરવામાં આવ્યો છે.
લૉકડાઉનના નિયમોનું પાલન કરીને એક પ્રકારે આ ઑનલાઇન સમૂહમિલન ખૂબ જ ઉત્તમ દૃશ્ટાંત છે.
આપ સૌના પ્રયાસોથી બસવન્નામાં બતાવવામાં આવેલા માર્ગો અને તમના આદર્શોથી દુનિયાના વધુમાં વધુ લોકો જોડાઇ શકશે.
સાથીઓ,
સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે. આપણે જોઇએ છીએ કે, કેટલાક લોકો વાતો બહુ સારી કરતા હોય છે પરંતુ પોતે તેનું આચરણ નથી કરતા. કેટલાક લોકો એવા હોય છે જે સાચું શું છે તે જાણતા હોય છે, પરંતુ સાચાને સાચું કહેવામાં ડરે છે. પરંતુ બસવન્નાએ માત્ર ઉપદેશનો માર્ગ નથી પસંદ કર્યો બલ્કે જે સુધારો તેઓ વ્યક્તિમાં, સમાજમાં ઇચ્છતા હતા તેની શરૂઆત તેમણે પોતાની જાતથી કરી. આપણે જ્યારે પરિવર્તનને, સુધારાને પોતે જીવીએ છીએ ત્યારે, આપણે પોતે જ એક દૃશ્ટાંત બની જઇએ છીએ, ત્યારે આપણી આસપાસમાં પણ સાર્થક પરિવર્તન આવે છે. બસવન્નાથી તમે તેમના દૈવીય ગુણો પણ શીખી શકો છો અને સાથે સારા પ્રશાસક, એક સારા સુધારકના રૂપમાં પણ તેમની પાસેથી પ્રેરણા મેળવી શકો છો. ભગવાન બસવેશ્વરની વાણી, તેમના વચન, તેમના ઉપદેશ જ્ઞાનના એવા સ્રોત છેજે આધ્યાત્મિક પણ છે અને આપણામાં એક વ્યવહારું માર્ગદર્શનની જેમ માર્ગ ચિંધનારા પણ છે. તેમના ઉપદેશ આપણને પણ એક બહેતર માણસ બનવાનો બોધપાઠ આપે છે અને આપણા સમાજને પણ વધુ ઉદાર, દયાળુ અને માનવીય બનાવે છે.
અને સાથીઓ, ભગવાન બસવેશ્વરે જે કહ્યું, એ તો એવું પણ બતાવે છે કે, તેઓ કેટલા મોટા દીર્ઘદૃશ્ટા હતા. આજથી સદીઓ પહેલાં જ ભગવાન બસવેશ્વરે સામાજિક અને જાતીય સમાનતા જેવા વિષયો પર સમાજનું માર્ગદર્શન કર્યું હતું. જ્યાં સુધી નબળા વર્ગને સમાન અધિકાર અને સન્માન નહીં મળે ત્યાં સુધી આપણી દરેક પ્રગતિ અધુરી છે, આ વાત તેમણે તે જમાનામાં સમાજને શીખવી હતી.
બસવન્નાએ એક એવી સામાજિક લોકશાહીનો પાયો નાંખ્યો હતો જ્યાં સમાજના અંતિમ પાયદાન પર ઉભેલી વ્યક્તિની ચિંતા સૌથી પહેલાં કરવામાં આવતી હોય. બસવન્નાએ માનવજીવનના દરેક પાસાં સ્પર્શ્યા છે, તેને બહેતર બનાવવા માટે ઉકેલો સૂચવ્યા છે. બસવન્નાએ હંમેશા શ્રમનું સન્માન કર્યું છે. તેમણે મહેનતને મહત્વ આપ્યું છે. તેઓ કહેતા હતા કે, સમાજમાં મોટી અને નાની દરેક વ્યક્તિ રાષ્ટ્રની સેવામાં એક શ્રમિક છે.
તેમનું વિશ્વ દર્શન કરુણા અને પ્રેમથી ભરાયેલું હતું. તેમણે હંમેશા અહિંસા અને પ્રેમનીને જ ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં રાખ્યા હતા. આથી આજે જ્યારે આપણો દેશ, આપણું ભારત, અનેક પડકારોને પાર કરીને આગળ વધી રહ્યું છે, ત્યારે બસવન્નાના વિચાર એટલા જ પ્રાસંગિક થઇ જાય છે.
તેમના ઇશ્વરીય વચન હોય કે અનુભવના ભાથાનું લોકશાહી તંત્ર, કે પછી સ્વાવલંબનનો પ્રયાસ હોય, બસવેશ્વરે હંમેશા તેને સમાજના નિર્માણનો મહત્વપૂર્ણ ભાગ માન્યો છે. સમાજ અને પ્રકૃતિ પ્રત્યે સમભાવ, પ્રાકૃતિક અને સામાજિક સંસાધનોના સંયમપૂર્વક ઉપયોગ, તેમની આ ભાવનાઓ સેંકડો વર્ષ પહેલાં જેટલી મહત્વપૂર્ણ હતી, એટલી જ આજે પણ છે.
સાથીઓ,
21મી સદીના ભારતમાં પણ હું આજે પોતાની આસપાસમાં, યુવાન સાથીઓમાં, દેશવાસીઓમાં સાર્થક પરિવર્તન માટે એક મજબૂત ઇચ્છાશક્તિ, સંકલ્પશક્તિ અનુભવું છું. એજ સંકલ્પશક્તિ, જેની પ્રેરણા બસવન્નાએ આપી હતી. આજે ભારતવાસીઓને લાગે છે કે, પરિવર્તન ખરેખર તેમનાથી શરૂ થાય છે. આ પ્રકારની આશા અને વિશ્વાસ દેશને મુશ્કેલમાં પણ મુશ્કેલ પડકારોમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને કરી રહ્યાં છે.
સાથીઓ,
એજ આશા અને વિશ્વાસના સંદેશાને આપણે આગળ વધારવાનો છે અને હજુ વધુ મજબૂત બનાવવાના છે. આ જ આપણને પરિશ્રમ અને પરોપકાર માટે પ્રેરિત કરશે. આ જ આ દાયકામાં આપણા રાષ્ટ્રને નવી ઊંચાઇઓ પર લઇ જશે.
આપ સૌ ભગવાન બસવન્નાના વચનો, તેમના આદર્શોનો દુનિયાભરમાં પ્રસાર કરતા રહો, દુનિયાને વધુ બહેતર બનાવતા રહો, એવી અભ્યર્થાના સાથે હું મારી વાણીને વિરામ આપુ છું.
હાં, આ તમામ કાર્યોની વચ્ચે, આપ સૌએ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે અને બે ગજના અંતરનો નિયમ પણ પાળવાનો છે. ફરી એકવાર, આપ સૌને બસવ જંયતિની ખૂબ જ શુભેચ્છાઓ!!
આભાર!!!
GP/DS
Shared my thoughts about the rich and noble ideals of Lord Basavanna in the video conference - Global Basava Jayanthi – 2020. https://t.co/RMDe2bTiMD
— Narendra Modi (@narendramodi) April 26, 2020