પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યૂનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી.
પ્રધાનમંત્રી સુનકે સામાન્ય ચૂંટણીમાં મળેલી સફળતા પર પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા અને ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી સુનકને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ માટે આભાર માન્યો અને વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે કામ યથાવત રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ બ્રિટનમાં આગામી ચૂંટણીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com