Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રાઝીલના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

બ્રાઝીલના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન


આદરણિય રાષ્ટ્રપતિ શ્રી મિશેલ તેમેર, મીડિયાના સભ્યો, મિત્રો,

રાષ્ટ્રપતિ શ્રી મિશેલ તેમેરનું ભારતમાં સ્વાગત કરવું એ મારું સદભાગ્ય છે. મને ખુશી છે કે સમાન સાંસ્કૃતિક પોર્ટુગીઝ વારસો ધરાવતું ગોવા એ તેમની ભારત મુલાકાતનો એક હિસ્સો છે. ભૌગોલિક રીતે અલગ હોવા છતાં ભારત અને બ્રાઝીલ એ લોકશાહી, કાયદો અને વિકાસ, શાંતિ તથા સમૃદ્ધિના લક્ષ્યાંકો જેવા સમાન મુલ્યો ધરાવતા કુદરતી સાથીદારો છે. રાષ્ટ્રપતિ શ્રી તેમેર શ્રેષ્ઠ બંધારણીય વિશેષજ્ઞ હોઈ આ બાબતને સારી રીતે જાણે છે અને આવકારે પણ છે. બંને દેશો જયારે તેમની વ્યુહાત્મક ભાગીદારીનો એક દાયકો પૂરો કરી રહ્યા છે ત્યારે આ મુલાકાત યોજાઈ છે. આ દસ વર્ષોમાં વિશ્વ બદલાઈ ગયું છે. ભારત અને બ્રાઝીલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સારી રીતે વિકસિત બન્યા છે. આપણે દરેક સ્તરે ચર્ચાઓ વધારી છે. અમારા સમાન ઉદ્દેશો અને પ્રયત્નોને સહકાર આપવા માટેના આંતરરાષ્ટ્રીય સંદર્ભને ઘડવા માટે પણ અમે સાથે જોડાયા છીએ. હું ખુબ જ ઉષ્માભરી રીતે મારી ૨૦૧૪ની બ્રાઝીલની મુલાકાતને વાગોળું છું. મારા હોદ્દોનો કાર્યભાર સંભળ્યા બાદ એશિયા બહારના દેશોની એ મારી સૌ પ્રથમ મુલાકાત હતી. બ્રાઝીલમાં રહેલા મિત્રોની ભારત પ્રત્યે મેં પૂરી ઉષ્માભરી લાગણી અનુભવી. આદરણીય શ્રી, આપે અપનો અગત્યની નવી જવાબદારી સ્વીકાર્યા બાદ ભારત એ લેટીન અમેરિકા બહારનો સૌ પ્રથમ દેશ છે જેને તમે દ્વીપક્ષીય મુલાકાત માટે પસંદ કર્યો છે. આપની આ મુલાકાત એ આપણા દ્વિપક્ષીય સંબંધો અંગેની ગંભીરતા સૂચવે છે. આજે સવારે આપણી વચ્ચે થયેલ ફળદાયી ચર્ચા એ તેની સાબિતી છે.

મિત્રો,

રાષ્ટ્રપતિ શ્રી તેમેર અને મેં દ્વિપક્ષીય સહયોગની તમામ દિશાઓની ચકાસણી કરી લીધી છે. સક્ષમતા માટે હજુ વધારેની જરૂર અનુભવીને અમે અમારો સહયોગ મજબુત બનાવવા સંમત થયા છીએ. આ બાબત વ્યુહાત્મક ભાગીદારીની અમારી પારસ્પરિક ઈચ્છાની સાથે જ છે. લેટીન અમેરિકામાં બ્રાઝીલ એ અમારા સૌથી અગત્યના આર્થીક ભાગીદારોમાંનો એક દેશ છે. મને આનંદ છે કે ભારત અને બ્રાઝિલે દ્વિપક્ષીય રોકાણની સંધિનો આખરી મુસદ્દો તૈયાર કરી દીધો છે. તે વધેલા દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણની કડીઓને જોડવા માટેની જરૂરી ગતિ પૂરી પાડશે. બ્રાઝીલમાં રહેલા ડોમેસ્ટિક આર્થિક એજન્ડાને સુધારવા માટેની રાષ્ટ્રપતિ શ્રી તેમેરની પ્રાથમિકતાને પણ અમે નોંધી છે. તેમાં ભારત એ એક અગત્યનું ભાગીદાર બની શકે તેમ છે. હું બ્રાઝિલિયન કંપનીઓને અહીં આવીને રોકાણ કરવા અને લાંબા સમયની વ્યવસાયિક ભાગીદારીતાને આગળ વધારવા આવકારું છું. રાષ્ટ્રપતિ શ્રી તેમેર અને હું હમણાં જ અમારા સીઈઓને મળ્યા અને તેમને સાંભળ્યા. અગત્યનો સહયોગ વધારવા માટે તેમણે લીધેલા પગલાઓને લઈને હું ઘણો ઉત્સાહી છું.

અમે પૂરો સહકાર આપીશું.

ભારતીય ઉત્પાદનો અને કંપનીઓ માટે વધુ સારું બજાર ઉપલબ્ધ કરાવવા અને રોકાણની તકો વધારવા માટે મેં રાષ્ટ્રપતિ શ્રી તેમેરનો સહકાર માગ્યો છે. હું રાષ્ટ્રપતિ શ્રી તેમેરના હકારાત્મક વલણનો આભારી છું. આ મુલાકાત દરમિયાન અમે દવા નિયંત્રણ, કૃષિ સંશોધન અને સાયબર સુરક્ષા મુદ્દે સહકારની નવી ક્ષિતિજો ખોલવા બાબતે પણ વિકાસ કર્યો છે. રાષ્ટ્રપતિ શ્રી તેમેર અને મેં અગત્યના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમારા સહયોગને તીવ્ર અને મજબુત બનાવવાનું પણ નક્કી કર્યું છે. આપણી સ્થિતિ અને પહોંચમાં સમાન એવી અનેક બાબતો છે. આપણે સંયુક્ત રાષ્ટ્રસંઘ, જી-૨૦, જી-૪, ડબલ્યુટીઓ, બ્રિકસ, આઈબીએસએ અને અન્ય અગત્યના પ્લેટફોર્મ પર પણ નજીકથી કામ કરીશું.

આદરણીય શ્રી,

આતંકવાદને નાથવા માટેના ભારતના પ્રયાસોને સાથ આપવા બદલ હું હૃદયપૂર્વક બ્રાઝીલનો આભાર માનું છું. અમે એ બાબત પર સંમત થયા છીએ કે વિશ્વએ કોઈપણ જાતના ભેદભાવ વિના આ ખતરા સામે લડવા માટે સાથે મળવું જોઈએ. કોમ્પ્રિહેન્સીવ કન્વેન્શન અગેઈન્સ્ટ ઇન્ટરનેશનલ ટેરરીઝમ (CCIT)ના પ્રાથમિક અમલ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ અગત્યના ભાગીદાર તરીકે અમે બ્રાઝીલ સાથે કામ કરીશું. ન્યુક્લીયર સપ્લાયર ગ્રુપમાં ભારતની સભ્યતાની મહત્વકાંક્ષાને સમજવા બદલ અમે બ્રાઝીલનો આભાર માનું છું.

આદરણીય શ્રી અને મિત્રો,

દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે ભારત અને બ્રાઝીલ વચ્ચેની ભાગીદારી એ આપણે જે તકોનું સિંચન કરવા માંગએ છીએ તેને માટે અનુકુળ છે. આ ઉદ્દેશને હાંસલ કરવા માટેના આયોજન પર આગળ વધવા માટે રાષ્ટ્રીપતિ શ્રી તેમેરની આ મુલાકાત એક અગત્યનો પ્રસંગ છે. જેમ પોર્ટુગીઝ કહેવતમાં કહેવાયું છે ને કે, “A uniao faz a forca” – “ આપણું સંગઠન આપણને મજબુત બનાવે છે.”
આભાર.

TR