પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોવિડની વર્તમાન મહામારીમાં અસર પામેલા બાળકો માટે પ્રધાનમંત્રીએ સંખ્યાબંધ લાભાલાભની જાહેરાત કરી હતી. આ પગલાંની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે બાળકો દેશના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશ આ બાળકોના સહકાર અને સુરક્ષા માટે શક્ય તેટલું કરી છૂટશે જેથી તેઓ એક મજબૂત નાગરિક તરીકે વિકાસ પામે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં બાળકોની સંભાળ લેવી અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશાનું સિંચન કરવું તે એક સમાજ તરીકે આપણી ફરજ છે. જે બાળકોએ તેમના માતા અને પિતા બંને અથવા તો તેમાંથી એક અથવા તો તેમને દત્તક લેનાર કાનૂની વાલી ગુમાવ્યા હોય તે તમામ બાળકોની પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સંભાળ લેવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જાહેર કરાયેલા આ પગલાં ત્યારે જ શક્ય બનશે જ્યારે પીએમ કેર્સ ફંડમાં જંગી યોગદાન મળી રહે જે ફંડ ભારતમાં કોવિડ-19 સામેની લડતમાં સહકાર આપી રહ્યું છે.
દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે પીએમ કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. આ ફંડ:
*** તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને
SD/GP/JD
Supporting our nation’s future!
— Narendra Modi (@narendramodi) May 29, 2021
Several children lost their parents due to COVID-19. The Government will care for these children, ensure a life of dignity & opportunity for them. PM-CARES for Children will ensure education & other assistance to children. https://t.co/V3LsG3wcus