મહાનુભાવો,
મિત્રો,
હું મારા મિત્ર રાષ્ટ્રપતિ જોકોવીને ફરી એકવાર અભિનંદન આપવા માંગુ છું. તેમણે આ મુશ્કેલ સમયમાં પણ G-20ને કાર્યક્ષમ નેતૃત્વ આપ્યું છે. અને હું આજે G-20 સમુદાયને પણ બાલી ઘોષણા સ્વીકારવા બદલ અભિનંદન આપું છું. ભારત તેના G-20 પ્રેસિડેન્સી દરમિયાન ઇન્ડોનેશિયાની પ્રશંસનીય પહેલોને આગળ વધારવાનો પ્રયત્ન કરશે. ભારત માટે આ ખૂબ જ શુભ સંયોગ છે કે અમે આ પવિત્ર ટાપુ બાલીમાં G-20 પ્રેસિડન્સીની જવાબદારી સંભાળી રહ્યા છીએ. ભારત અને બાલી વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે.
મહાનુભાવો,
ભારત એવા સમયે G-20 ની જવાબદારી સંભાળી રહ્યું છે જ્યારે વિશ્વ એક સાથે ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક મંદી, વધતી જતી ખાદ્ય અને ઊર્જાની કિંમતો અને રોગચાળાની લાંબા ગાળાની ખરાબ અસરોથી ઝઝૂમી રહ્યું છે. આવા સમયે દુનિયા જી-20 તરફ આશાની નજરે જોઈ રહી છે. આજે, હું ખાતરી આપવા માગુ છું કે ભારતનું G-20 પ્રમુખપદ સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને ક્રિયાલક્ષી હશે.
મહાનુભાવો,
આગામી એક વર્ષમાં, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીશું કે G-20 નવા વિચારોની કલ્પના કરવા અને સામૂહિક પગલાંને વેગ આપવા વૈશ્વિક મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે. કુદરતી સંસાધનો પર માલિકીની ભાવના આજે સંઘર્ષને જન્મ આપી રહી છે, અને પર્યાવરણની દુર્દશાનું મુખ્ય કારણ બની ગયું છે. ગ્રહના સુરક્ષિત ભવિષ્ય માટે, ટ્રસ્ટીશિપની ભાવના એ ઉકેલ છે. લાઇફ એટલે કે ‘પર્યાવરણ માટે જીવનશૈલી‘ અભિયાન આમાં મોટો ફાળો આપી શકે છે. તેનો હેતુ ટકાઉ જીવનશૈલીને જન ચળવળ બનાવવાનો છે.
મહાનુભાવો,
આજે જરૂરિયાત એ છે કે વિકાસના લાભો સાર્વત્રિક અને સર્વસમાવેશક હોય. આપણે કરુણા અને એકતા સાથે વિકાસના લાભો તમામ મનુષ્યો સુધી પહોંચાડવાના છે. મહિલાઓની ભાગીદારી વિના વૈશ્વિક વિકાસ શક્ય નથી. આપણે આપણા G-20 એજન્ડામાં પણ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રાથમિકતા જાળવી રાખવાની છે. શાંતિ અને સલામતી વિના, આપણી ભાવિ પેઢીઓ આર્થિક વિકાસ અથવા તકનીકી નવીનતાનો લાભ લઈ શકશે નહીં. G-20 એ શાંતિ અને સૌહાર્દની તરફેણમાં મજબૂત સંદેશ આપવાનો છે. આ તમામ પ્રાથમિકતાઓ ભારતની G-20 અધ્યક્ષતા – “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય” ની થીમમાં સંપૂર્ણ રીતે સમાવિષ્ટ છે.
મહાનુભાવો,
G-20 નું પ્રમુખપદ ગ્રહણ કરવું એ દરેક ભારતીય માટે ગર્વનો પ્રસંગ છે. અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં G-20 બેઠકોનું આયોજન કરીશું. અમારા મહેમાનોને ભારતની અદભૂત વિવિધતા, સમાવિષ્ટ પરંપરાઓ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો સંપૂર્ણ અનુભવ મળશે. અમે ઈચ્છીએ છીએ કે તમે બધા ભારતમાં ‘લોકશાહીની માતા‘ની આ અનોખી ઉજવણીમાં ભાગ લો. સાથે મળીને, આપણે G-20 બનાવીશું, જે વૈશ્વિક પરિવર્તન માટે ઉત્પ્રેરક છે.
ખુબ ખુબ આભાર!
અસ્વીકરણ – આ પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંદાજિત અનુવાદ છે. મૂળ ટિપ્પણીઓ હિન્દીમાં આપવામાં આવી હતી.
<span style=”font-famil
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
y:”Shruti”,”sans-serif””>YP/GP/NP