Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


બાંગ્લાદેશના વિદેશ મંત્રી મહામહિન ડૉ. એ. કે. અબ્દુલ મોમેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડૉ. મોમેનની વિદેશ મંત્રી તરીકેની વરણી બદલ શુભેચ્છા પાઠવી અને વિદેશ મંત્રી બનવાની સાથે જ પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરવા માટે તેમની પ્રશંસા કરી.

ડૉ. અબ્દુલ મોમેને પ્રધાનમંત્રીને ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં હાલમાં થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા.

પ્રધાનમંત્રીએ આ અવસર પર કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં બંને દેશોની વચ્ચેના સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. તેમણે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને નવા કાર્યકાળમાં પરસ્પર સંબંધોને આ જ ગતિથી આગળ વધારવા માટે બાંગ્લાદેશની સાથે મળીને કાર્ય કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી.

NP/J.Khunt/GP