Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બસવા જયંતી 2017 અને બસવા સમિતિની સુવર્ણ જયંતી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બસવા જયંતી 2017 અને બસવા સમિતિની સુવર્ણ જયંતી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આપ સૌને ભગવાન બસેશ્વરની જયંતી પર અનેક અનેક શુભકામનાઓ. બસવા સમિતિએ પણ પોતાના 50 વર્ષ પૂર્ણ કરીને એક ઉત્તમ કાર્ય દ્વારા ભગવાન બસેશ્વરના વચનોનો પ્રચાર કરવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી છે. હું હૃદયથી તેમને અભિનંદન આપું છું.

 

હું આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જતી સાહેબનું પણ આ સમયે આદરપૂર્વક સ્મરણ કરવા ઈચ્છીશ. તેમણે આ પવિત્ર કાર્યનો પ્રારંભ કર્યો, આગળ વધાર્યું. હું આજે ખાસ રૂપે આના મુખ્ય સંપાદક રહેલા અને આજે આપણી વચ્ચે નથી રહ્યા તેવા કલબુર્ગીજીને પણ નમન કરું છું, જેમણે આ કાર્ય માટે પોતાની જાતને ખપાવી દીધી હતી. આજે તેઓ જ્યાં હશે તેમને સૌથી વધુ સંતોષ થતો હશે. જે કામને તેમણે કર્યું હતું, તે આજે પૂર્ણતા પર પહોંચી ચુક્યું છે. આપણે સૌ લોકો રાજનીતિમાંથી આવેલા કાદવમાં ડૂબેલા લોકો છીએ. ખુરશીની આસપાસ આપણી દુનિયા ચાલે છે. અને અવારનવાર આપણે જોયું છે કે જ્યારે કોઈ રાજનેતા, જયારે કોઈ રાજપુરુષ તેમનો સ્વર્ગવાસ થાય છે, વિદાય લે છે, તો ખૂબ ગંભીર ચહેરા સાથે તેમના પરિવારજનો જનતા જનાર્દન સામે કહે છે કે હું મારા પિતાજીના અધૂરા કામો પુરા કરીશ. હવે તમે પણ જાણો છો હું પણ જાણું છું જયારે રાજનેતાનો દીકરો કહે છે કે તેમના અધૂરા કામો પુરા કરીશ, અર્થાત શું કરીશ? રાજનીતિ દળના લોકો પણ જાણે છે કે આણે જયારે કહી દીધું કે અધૂરા કામ પુરા કરીશ, તો તેનો અર્થ શું થાય છે. પરંતુ હું અરવિંદજીને અભિનંદન આપું છું કે સાચા અર્થમાં આવા કામ કેવી રીતે પુરા કરવામાં આવે છે. આ દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પર ગૌરવપૂર્ણ જેણે જીવન વિતાવ્યું, દેશ જેમને યાદ કરે છે, તેમનો પુત્ર પિતાના અધૂરા કામ પુરા કરવાનો અર્થ થાય છે, ભગવાન બસવારાજની વાતને જન-જન સુધી પહોંચાડવી. જતિ સાહેબ પોતે આપણી સામે ઘણા આદર્શની વાતો મુકીને ગયા છે, પણ ભાઈ અરવિંદે પણ પોતાના આ ઉત્તમ કાર્ય દ્વારા ખાસ કરીને રાજનૈતિક પરિવારો માટે એક ઉત્તમ આદર્શ પ્રસ્તુત કર્યો છે. હું તેના માટે તેમને અભિનંદન આપું છું.

 

સમિતિના 50 વર્ષ પૂરા થવા બદલ આ કામમાં બે બે પેઢીઓ ખપાઈ ગઈ હશે. અનેક લોકોએ પોતાનો સમય આપ્યો હશે, શક્તિ લગાવી હશે. 50 વર્ષ દરમિયાન જે જે લોકોએ જે જે યોગદાન આપ્યું છે, તે સૌને પણ હું આજે હૃદયથી અભિનંદન આપવા માગું છું, તેમને વધામણી આપવા માગું છું.

 

મારા વ્હાલા ભાઈઓ બહેનો, ભારતનો ઈતિહાસ માત્ર હારનો ઈતિહાસ નથી, પરાજયનો ઈતિહાસ નથી. માત્ર ગુલામીનો ઈતિહાસ નથી. માત્ર જુલમ અને અત્યાચાર સહનકરનારાઓનો ઈતિહાસ નથી. માત્ર ગરીબી, ભૂખમરો અને અશિક્ષણ અને સાપ અને નોળિયાની લડાઈનો ઈતિહાસ પણ નથી. સમયની સાથે અલગ અલગ કાલખંડોમાં દેશમાં કેટલાક પડકારો આવે છે. કેટલાક અહીંયા પગ જમાવીને બેસી પણ ગયા. પણ આ સમસ્યાઓ, આ કમીઓ, આ ખરાબીઓ એ આપણી ઓળખાણ નથી. આપણી ઓળખ છે આ સમસ્યાઓ સામે લડવાની આપણી રીત, આપણી પહોંચ. ભારત એ દેશ છે જેણે આખા વિશ્વને માનવતાનો, લોકતંત્રનો, સુશાસનનો, અહિંસાનો, સત્યાગ્રહનો સંદેશ આપ્યો છે. જુદા જુદા સમય પર આપણા દેશમાં એવી મહાન આત્માઓ અવતરિત થતી રહી છે, જેમણે સંપૂર્ણ માનવતાને પોતાના વિચારોથી પોતાના જીવનથી દિશા દેખાડી. જયારે દુનિયાના મોટા મોટા દેશોએ, પશ્ચિમના મોટા મોટા જાણકારોએ લોકશાહીને બધાના સમાન અધિકારને એક નવા દ્રષ્ટિકોણ સાથે જોવાનું શરુ કર્યું તે પણ સદીઓ પહેલા અને કોઈ પણ હિન્દુસ્તાની આ વાતને ગર્વ સાથે કહી શકે છે. તેનાથી પણ સદીઓ પહેલા ભારતે આ મુલ્યોને ન કેવળ આત્મસાત કરેલા પરંતુ પોતાની શાસન પદ્ધતિમાં સમાવિષ્ટ પણ કર્યા હતા. 11મી સદીમાં ભગવાન બસેશ્વરે પણ એક લોકશાહી વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું. તેમણે અનુભવ મંડપ નામની એવી વ્યવસ્થા વિકસિત કરી જેમાં દરેક પ્રકારના લોકો ગરીબ હોય, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય ત્યાં આવીને સૌની સામે પોતાના વિચારો મૂકી શકે છે. આ તો લોકશાહીની કેટલી મોટી અદભુત શક્તિ હતી. એક રીતે જોઈએ તો આ દેશની પહેલી સંસદ હતી. અહીંયા દરેક વ્યક્તિ એકસમાન હતી. કોઈ ઊંચ નીચ નહીં, ભેદભાવ નહીં, મારું તારું કંઈ જ નહીં. ભગવાન બસેશ્વરનું વચન. તેઓ કહેતા હતા, જયારે વિચારોનું આદાન પ્રદાન ન થાય, જયારે તર્ક સાથે ચર્ચા ન થાય, ત્યારે અનુભવ ગોષ્ઠી પણ પ્રાસંગિક રહી જાય છે અને જ્યાં આવું થાય છે, ત્યાં ઈશ્વરનો વાસ પણ હોય છે. એટલે કે તેમણે વિચારોના આ મંથનને ઈશ્વરની જેમ શક્તિશાળી અને ઈશ્વરની જેમ જરૂરી બતાવી હતી. આનાથી મોટા જ્ઞાનની કલ્પના કોઈ કરી શકે એમ છે. એટલે કે સેંકડો વર્ષ પહેલા વિચારનું સામર્થ્ય, જ્ઞાનનું સામર્થ્ય ઈશ્વરની બરાબરીનું હોય છે. આ કલ્પના આજે કદાચ દુનિયા માટે અજાયબી છે. અનુભવ મંડપમાં પોતાના વિચારોની સાથે મહિલાઓને ખુલીને બોલવાની સ્વતંત્રતા હતી. આજે આ દુનિયા જયારે આપણને સ્ત્રી સશક્તિકરણના પાઠ ભણાવે છે. ભારતને નીચો પાડવા માટે એવી એવી કલ્પનાઓ વિશ્વમાં પ્રચલિત કરવામાં આવે છે. પરંતુ આ સેંકડો વર્ષ જૂનો ઈતિહાસ આપણી સામે હાજર છે, કે ભગવાન બસેશ્વરે સ્ત્રી સશક્તિકરણ સમાન સહભાગીતા કેટલી શ્રેષ્ઠ વ્યવસ્થા સાકાર કરી, માત્ર કહ્યું નહીં, વ્યવસ્થા સાકાર કરી. સમાજના દરેક વર્ગમાંથી આવેલી મહિલાઓ પોતાના વિચારો વ્યક્ત કરતી હતી.અનેક મહિલાઓ એવી પણ આવતી હતી કે જેમને સામાન્ય સમાજની બદીઓ હેઠળ તિરસ્કૃત સમજવામાં આવતી હતી. જેમની પાસેથી એવી અપેક્ષા નહોતી રાખવામાં આવતી કે તેઓ તે સમયના કહેવાતા સભ્ય સમાજની વચ્ચે આવે. કેટલીક બદીઓ હતી આપણે ત્યાં. તેવી મહિલાઓને પણ આવીને અનુભવ મંડપમાં પોતાની વાત મુકવાનો પૂરે પૂરો અધિકાર હતો. મહિલા સશક્તિકરણને લઈને તે સમયમાં કેટલો મોટો પ્રયત્ન હતો, કેટલું મોટું આંદોલન હતું, આપણે અંદાજ લગાવી શકીએ છીએ. અને આપણા દેશની વિશેષતા રહી છે. હજારો વર્ષો જૂની આપણી પરંપરા છે, તો બદીઓ આવી છે. ના આવવી જોઈએ. આવી, પણ તે બદીઓ વિરુદ્ધ લડાઈ લડવાની હિમ્મત પણ આપણી અંદર જ ઉત્પન્ન થઇ છે. જે સમયે રાજા રામમોહનરાયે વિધવા વિવાહની વાત મૂકી હશે, તે સમયના સમાજે તેમની કેટલી ટીકા કરી હશે, કેટલી તકલીફો આવી હશે, પણ તે અડગ રહ્યા. માતાઓ અને બહેનો સાથે આ ઘોર અન્યાય છે. અપરાધ છે સમાજનો, તે જવો જોઈએ. કરીને બતાવ્યું.

 

અને એટલા માટે હું ક્યારેક ક્યારેક વિચારું છું, ત્રણ તલાકને લઈને આજે આટલી મોટી ચર્ચા ચાલી રહી છે. હું ભારતની મહાન પરંપરાને જોઇને મારી અંદર એક આશાનો સંચાર થઇ રહ્યો છે. મારા મનમાં એક આશા જાગી રહી છે કે આ દેશમાં સમાજની અંદરથી જ તાકાતવર લોકો નીકળે છે. જેઓ કાનબાહ્ય પરંપરાઓને તોડે છે. નષ્ટ કરે છે. આધુનિક વ્યવસ્થાઓને વિકસિત કરે છે. મુસલમાન સમાજમાંથી પણ આવા વિદ્વાન લોકો પેદા થશે. આગળ આવશે અને મુસ્લિમ દીકરીઓને તેમની સાથે જે થઇ રહ્યું છે જે વીતી રહ્યું છે તેની વિરુદ્ધ તેઓ જાતે લડાઈ લડશે અને ક્યારેક ને ક્યારેક રસ્તો કાઢશે. અને હિન્દુસ્તાનના જ વિદ્વાન મુસલમાનો નીકળશે કે જે દુનિયાના મુસલમાનોને રસ્તો બતાવવાની તાકાત ધરાવે છે. આ ધરતીની આ તાકાત છે. અને એટલે જ તો તે કાલખંડમાં ઊંચ નીચ, છૂત અછૂત ચાલતું હશે. ત્યારે પણ ભગવાન બસેશ્વર કહેતા હતા નહીં તે અનુભવ મંડપમાં આવીને તે મહિલાને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે. સદીઓ પહેલા આ ભારતની માટીની તાકાત છે કે ત્રણ તલાકના સંકટમાંથી પસાર થઇ રહેલી આપણી માતા બહેનોને પણ બચાવવા માટે તે જ સમાજમાંથી લોકો આવશે. અને હું મુસલમાન સમાજના લોકોને પણ આગ્રહ કરીશ કે આ મામલાને રાજનીતિના ઘેરામાં ના જવા દેતા. તમે આગળ આવો આ સમસ્યાનું સમાધાન કરો. અને તે સમાધાનનો આનંદ કંઈક અલગ જ હશે, આવનારી પેઢીઓ પણ તેમાંથી તાકાત મેળવશે.

 

સાથીઓ ભગવાન બસેશ્વરના વચનોમાંથી. તેમની શિક્ષાઓમાંથી બનેલા સાત સિદ્ધાંત ઇન્દ્રધનુષના સાત રંગોની જેમ આજે પણ આ જગ્યાએ એક છેડેથી બીજા છેડે જોડાયેલા છે. આસ્થા ગમે તેના પ્રત્યે હોય, કોઈની પણ હોય, દરેકનું સન્માન થાય. જાતિ પ્રથા, છૂત અછૂત જેવી બદીઓ ના હોય બધાને બરાબરનો અધિકાર મળે તેનું તેઓ પુરજોશમાં સમર્થન કરતા રહેતા હતા. તેમણે દરેક માનવીમાં ભગવાનને જોયા હતા. તેમણે કહ્યું હતું, દેહ વે એકલ. અર્થાત, આ શરીર એક મંદિર છે. જેમાં આત્મા એ જ ભગવાન છે. સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખતમ થાય. દરેકનું સન્માન થાય. તર્ક અને વૈજ્ઞાનિક આધાર પર સમાજની વિચારધારા વિકસિત કરવામાં આવે. અને આ દરેક વ્યક્તિનું સશક્તિકરણ થાય. આ સિદ્ધાંત કોઈપણ લોકશાહી, કોઈપણ સમાજ માટે એક મજબૂત આધારની જેમ છે, મજબૂત પાયાની જેમ છે. તેઓ કહે છે એ ના પૂછશો કે માણસ કઈ જાતિ અને મતનો છે, ઇબ કે રબ એ કહો કે યું નમવ. આ માણસ અમારો છે. આપણા સૌની વચ્ચેનો એક છે. એ જ પાયા પર એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. આ જ સિદ્ધાંત એક રાષ્ટ્ર માટે નીતિ નિર્દેશનનું કામ કરે છે. આપણી માટે તે ખુબ ગૌરવનો વિષય છે કે ભારતની ધરતી પર 800 વર્ષ પહેલા આ વિચારોને ભગવાન બસેશ્વરે જન ભાવના અને જનતંત્રનો આધાર બનાવ્યો હતો. બધાને સાથે લઈને ચાલવાની તેમના વિચારોમાં એ જ પ્રતિધ્વની છે જે આ સરકારના સૌના સાથ સૌના વિકાસના મંત્રમાં છે. ભેદભાવ વગર, કોઈ જ ભેદભાવ નહીં, ભેદભાવ વગર. આ દેશની દરેક વ્યક્તિને પોતાનું ઘર હોવું જોઈએ. ભેદભાવ ના હોવો જોઈએ. ભેદભાવ વગર દરેકને 24 કલાક વીજળી મળવી જોઈએ. ભેદભાવ વગર દરેક ગામમાં ગામ સુધી રસ્તો હોવો જોઈએ. ભેદભાવ વગર દરેક ખેડૂતને સિંચાઈ માટે પાણી મળવું જોઈએ. ખાતર મળવું જોઈએ, પાકનો વીમો મળવો જોઈએ. આ જ તો છે સૌનો સાથ સૌનો વિકાસ. બધાને સાથે લઈને ચાલવું આ દેશમાં ખુબ જરૂરી છે. સૌને સાથે લઈને સૌના પ્રયાસથી સૌના પ્રયત્નથી સૌનો વિકાસ કરી શકાય છે.

 

તમે સૌએ ભારત સરકારની મુદ્રા યોજના વિષે સાંભળ્યું હશે. આ યોજના દેશના નવયુવાનોને ભેદભાવ વગર બેંક બાહેંધરી પોતાના પગ ઉપર ઊભા થવા માટે, પોતાની રોજગારી માટે લોન આપવા માટે શરુ કરવામાં આવી છે. કોઈપણ બાહેંધરી વગર, અત્યાર સુધી, અત્યાર સુધી દેશના સાડા ત્રણ કરોડ લોકોને આ યોજના હેઠળ ત્રણ લાખ કરોડથી વધુની લોન આપી દેવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યોજના હેઠળ લોન લેનારા લોકોમાં અને આજે 800 વર્ષો પછી ભગવાન બસેશ્વરને ખુશી થતી હશે કે આ લોન લેનારા લોકોમાં 76% મહિલાઓ છે. સાચું કહું તો જ્યારે આ યોજના શરુ કરવામાં આવી હતી, ત્યારે અમને બધાને પણ આશા નહોતી કે મહિલાઓ આટલી મોટી સંખ્યામાં આગળ આવશે અને આની સાથે જોડાશે. અને પોતે આંતરપ્રિન્યોર બનવાની દિશામાં કામ કરશે. આજે આ યોજના મહિલા સશક્તિકરણમાં એક ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ગામડાઓમાં, ગલીઓમાં, નાના નાના કસબાઓમાં મુદ્રા યોજના મહિલા ઉદ્યમીઓનો એક રીતે મોટો તાંતા લાગી રહ્યો છે. ભાઈઓ બહેનો ભગવાન બસેશ્વરનું વચન માત્ર જીવનનું જ સત્ય નથી. તે સુશાસન, ગવર્નન્સ, રાજકર્તાઓ માટે પણ તેટલું જ ઉપયોગી છે. તેઓ કહેતા હતા કે જ્ઞાનના જોરે અજ્ઞાનનો નાશ છે. જ્યોતિના બળે અંધકારનો નાશ છે. સત્યના બળે અસત્યનો નાશ છે. પારસના બળે લોખંડનો નાશ છે. વ્યવસ્થામાં અસત્યને જ દુર કરવું છે તો સુશાસન હોય છે તે જ તો ગુડ ગવર્નન્સ છે. જયારે ગરીબ વ્યક્તિને મૂલ્યવાળી સબસીડી સાચા હાથમાં જાય છે, જયારે ગરીબ વ્યક્તિનું કરિયાણું તેની જ પાસે પહોંચે છે, જયારે પસંદગીઓમાં સિફારિશો બંધ થઇ જાય છે. જયારે ગરીબ વ્યક્તિને ભ્રષ્ટાચાર અને કાળા નાણાથી મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવે છે, તો વ્યવસ્થામાં સત્યતાનો જ માર્ગ આગળ વધે છે અને તે જ તો ભગવાન બસેશ્વરે કહ્યું છે. તે જુઠ્ઠા છે, ખોટું છે, તેને દુર કરવું પારદર્શિતા લાવવી, પારદર્શકતા એ જ તો સુશાસન છે.

 

ભગવાન બસેશ્વર કહેતા હતા, મનુષ્ય જીવન નિઃસ્વાર્થ કર્મ યોગથી જ પ્રકાશિત થાય છે. નિઃસ્વાર્થ કર્મયોગ. શિક્ષામંત્રીજી. તેઓ માનતા હતા કે સમાજમાં નિઃસ્વાર્થ કર્મયોગ જેટલો વધશે તેટલું જ સમાજમાંથી ભ્રષ્ટ આચરણ પણ ઓછું થશે. ભ્રષ્ટ આચરણ એક એવી ઉધઈ છે કે જે આપણા લોકતંત્રને આપણી સામાજિક વ્યવસ્થાને અંદરથી ખોખલી કરી રહી છે. તે મનુષ્ય પાસેથી સમાનતાનો અધિકાર છીનવી લે છે. એક વ્યક્તિ કે જે મહેનત કરીને ઈમાનદારી સાથે કમાઈ રહી છે, જયારે તે જુએ છે કે ભ્રષ્ટાચાર કરીને ઓછી મહેનતે બીજાએ પોતાની માટે જિંદગી સરળ બનાવી દીધી છે, તો એક ક્ષણ માટે, એક જ ક્ષણ કેમ ના હોય પણ તે રોકાઈને વિચારે છે જરૂર કદાચ તે રસ્તો સાચો તો નથી. સચ્ચાઈનો માર્ગ છોડવા માટે ક્યારેક ક્યારેક તે મજબુર થઇ જાય છે. અસમાનતાના આ અહેસાસને દુર કરવો એ આપણા સૌનું કર્તવ્ય છે. અને એટલા જ માટે હવે સરકારની નીતિઓને નિર્ણયોને સારી રીતે જોઈ શકીએ છીએ કે નિઃસ્વાર્થ કર્મયોગને જ અમારે ત્યાં પ્રાથમિકતા છે અને નિઃસ્વાર્થ જોવા મળશે. દરેક પળે અનુભવ કરશો. આજે બસવાચાર્યજીના આ વચનો તેમના વિચારોનો પ્રવાહ કર્ણાટકની સીમાઓથી બહાર લંડનની થેમ્સ નદી સુધી જોવા મળી રહ્યો છે.

મારું સૌભાગ્ય છે કે મને લંડનમાં બસવાચાર્યજીની મૂર્તિનું અનાવરણ કરવાનો અવસર મળ્યો, જે દેશના વિષે કહેવામાં આવતું હતું કે આમાં ક્યારેય સુર્યાસ્ત નથી થતો. ત્યાંની સંસદ સામે લોકતંત્રને સંકલ્પિત કરવાવાળી બસવાચાર્યજીની પ્રતિમા કોઈ તીર્થસ્થળ કરતા ઉતરતી નથી. મને આજે પણ યાદ છે તે સમયે કેટલો વરસાદ થઇ રહ્યો હતો અને જયારે બસવાચાર્યજીની પ્રતિમા લગાવવામાં આવી રહી હતી તો સ્વયં મેઘરાજા પણ અમૃત વર્ષા કરી રહ્યા હતા. અને ઠંડી પણ હતી. પરંતુ તેમ છતાં પણ એટલા દિલથી લોકો ભગવાન બસેશ્વર વિષે સાંભળી રહ્યા હતા. તેમને નવાઈ લાગી રહી હતી કે સદીઓ પહેલા અમારા દેશમાં લોકતંત્ર, સ્ત્રી સશક્તિકરણ, સમાનતા તેના વિષયમાં કેટલી ચર્ચા હતી. હું સમજુ છું તેમના માટે બહુ મોટી અજાયબી હતી. સાથીઓ હવે આ આપણી શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સમજો કે પછી આપણા જ ઈતિહાસને ભૂલી જવાની નબળાઈ માનો. પરંતુ આજે પણ આપણા દેશમાં લાખો કરોડો યુવાનોને આના વિષે ખબર નહીં હોય કે 800-900 વર્ષ પહેલા હજાર વર્ષ પહેલા આપણા દેશમાં સામાજિક મુલ્યોની પુનઃસ્થાપના માટે જનજાગૃતિનો કેવો યુગ ચાલ્યો હતો. કેવું આંદોલન ચાલ્યું હતું, ભારતના દરેક ખૂણામાં કેવું ચાલ્યું હતું. સમાજમાં વ્યાપ્ત ખરાબીઓને ખતમ કરવા માટે તે કાળખંડમાં, 800 હજાર વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું,ગુલામીના તે દિવસો હતા. આપણા ઋષિઓએ સંત આત્માઓએ જન-આંદોલનનો પાયો નાખ્યો હતો. તેમણે જન-આંદોલનને ભક્તિ સાથે જોડ્યું હતું. ભક્તિ ઈશ્વરના પ્રત્યે અને ભક્તિ સમાજના પ્રત્યે દક્ષિણથી શરુ થઈને ભક્તિ આંદોલનનો વિસ્તાર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈને ઉત્તર ભારત સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન જુદી જુદી ભાષાઓમાં જુદા વર્ગોના લોકોએ સમાજમાં ચેતના જગાડવાનો પ્રયાસ કર્યો. તેમણે સમાજ માટે એક અરીસાની જેમ કામ કર્યું. જે સારપો હતી, જે ખરાબીઓ હતી, તેમને માત્ર અરીસાની જેમ લોકોની સામે જ નહોતી રાખી પરંતુ ખરાબીઓથી ભક્તિનો રસ્તો પણ બતાવ્યો. મુક્તિના માર્ગમાં ભક્તિનો માર્ગ અપનાવ્યો. કેટલાય નામો આપણે સાંભળીએ છીએ. રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, સંત તુકારામ, મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, કબીર દાસ, સંત રૈય દાસ, ગુરુ નાનક દેવ, ચૈતન્ય મહાપ્રભુ અનેક અનેક મહાન વ્યક્તિઓના સમાગમથી ભક્તિ આંદોલન મજબૂત બન્યું. તેમના જ પ્રભાવથી દેશ એક લાંબા કાલખંડમાં પોતાની ચેતનાને સ્થિર રાખે છે. પોતાની આત્માને બચાવી શક્યો. બધી જ આપત્તિઓ ગુલામીના કાલખંડની વચ્ચે પણ આપણે પોતાની જાતને બચાવી શક્યા, આગળ વધી શક્યા હતા. એક બીજી વાત પર તમે ધ્યાન આપો, તો તમને જણાશે કે બધાએ ખૂબ જ સહજ અને સરળ ભાષામાં સમાજ સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ભક્તિ આંદોલન દરમિયાન ધર્મ, દર્શન, સાહિત્યની એવી ત્રિવેણી સ્થાપિત થઇ જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તેમના દોહા, તેમના વચનો, તેમની ચોપાઈઓ, તેમની કવિતાઓ, તેમના ગીતો, આજે પણ આપણા સમાજ માટે એટલા જ મુલ્યવાન છે. તેમનું દર્શન, તેમની ફિલસુફી, કોઈ પણ સમયની કસોટી પર પૂરી રીતે ફીટ બેસે છે. 800 વર્ષ પહેલા બસેશ્વરજીએ જે કહ્યું, આજે પણ સાચું લાગે છે કે નથી લાગતું.

 

સાથીઓ, આજે ભક્તિ આંદોલનના તે ભાવને તે દર્શનને આખા વિશ્વમાં પ્રચારિત કરવાની જરૂર છે. મને ખુશી છે કે 23 ભાષાઓમાં ભગવાન બસેશ્વરના વચનોનું કાર્ય આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાષાંતરના કાર્યમાં લાગેલા બધા જ લોકોને હું અભિનંદન આપું છું. તમારા પ્રયાસથી ભગવાન બસેશ્વરના વચનો હવે ઘર ઘર સુધી પહોંચશે. આજે આ અવસર પર હું બસવા સમિતિને પણ કંઈક આગ્રહ કરીશ. કરું ને? લોકશાહીમાં જનતાને પૂછીને કરવું સારું રહે છે. એક કામ આપણે કરી શકીએ છીએ ખરા કે આ વચનોના આધાર પર એક પ્રશ્ન બેંક બનાવવામાં આવે. પ્રશ્નો અને બધા જ વચનો ડિજિટલ રીતે ઓનલાઈન હોય અને દર વર્ષે જુદી જુદી ઉંમરના લોકો આ ક્વીઝ કોમ્પિટિશનમાં ઓનલાઈન ભાગ લે. તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે, રાજ્ય, આંતર-રાજ્ય, આંતરરાષ્ટ્રીય સ્તર પર એક સ્પર્ધા આખું વર્ષ ચાલતી રહે. પ્રયત્ન કરો પચાસ લાખ એક કરોડ લોકો આવે. ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લે. તેના માટે તેને વચનામૃતનો એક વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરવો પડશે. ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લેવો પડશે. અને હું માનું છું અરવિંદજી, આ કામને તમે જરૂરથી કરી શકશો. નહિતર શું થશે કે આ વસ્તુઓને આપણે ભૂલી જઈશું. હું જે દિવસે મારી સંસદમાં મારી મુલાકાત થઇ, જેમ કે તેમણે કહ્યું કે તે દિવસોમાં નોટબંધીને લીધે ચર્ચા હતી. લોકો ખિસ્સામાં હાથ લગાવીને ફરતા રહેતા હતા. જે લોકો પહેલા બીજાના ખિસ્સામાં હાથ નાખતા હતા, તે દિવસોમાં પોતાના ખિસ્સામાં હાથ નાખીને. અને તે સમયે અરવિંદજીએ મને બસવાચાર્યજીનું એક સૂત્ર સંભળાવ્યું હતું. એટલું સચોટ હતું. જો તે મને 7 તારીખે મળી ગયું હોત તો મેં 8 તારીખે જે કહ્યું તેમાં જરૂરથી તેનો ઉલ્લેખ કરત. અને પછી કર્ણાટકમાં શું શું બહાર આવત તમે અંદાજો લગાવી શકો છો. અને એટલા માટે જ હું ઈચ્છીશ કે આ કામને આગળ વધારવામાં આવે. તેને અહીંયા રોકવામાં ના આવે. અને આજે જે નવી પેઢી છે જે તેમના તો ગુગલ ગુરુ છે. તો તેમના માટે રસ્તો સાચો છે તેમનો, ખૂબ મોટી માત્રામાં તેને, બીજું એ પણ કરી શકાય કે આ વચન અમૃત અને આજના વિચાર બંનેની સાર્થકતાની ક્વીઝ કોમ્પિટિશન થઇ શકે છે. તો લોકોને લાગશે કે વિશ્વના કોઈ પણ મોટા મહાપુરુષોના વાક્યની બરાબરી કરતા પણ વધુ ધાર 800-900 વર્ષ પહેલા આપણી ધરતીના સંતાનમાં હતી. આપણે તેની ઉપર વિચાર કરી શકીએ છીએ. અને એક કામ હું અહીંયા સદનમાં જે લોકો છે તેઓ જે દેશ દુનિયામાં જે પણ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે તેઓ પણ. 2022 માં આપણા દેશની આઝાદીને 75 વર્ષ થઇ રહ્યા છે. 75 વર્ષ જેવી રીતે પસાર થઇ ગયા શું તેવી જ રીતે તે વર્ષને પણ વિતાવી દેવું છે? એક બીજું વર્ષ, એ બીજો સમારોહ એવું જ કરવું છે શું? જી ના. આજથી જ આપણે નક્કી કરીશું કે 2022 સુધી ક્યાં પહોંચવું છે. વ્યક્તિ હોય, સંસ્થા હોય, પરિવાર હોય, પોતાનું ગામ હોય, નગર હોય, શહેર હોય, દરેકનો સંકલ્પ હોવો જોઈએ. દેશની આઝાદી માટે જેમણે પોતાના જીવની બાજી લગાવી દીધી, જેલોમાં પોતાની જિંદગી વિતાવી દીધી, દેશ માટે અર્પિત કરી દીધી. તેમના સપના અધૂરા છે તેમને પુરા કરવા એ આપણા સૌની જવાબદારી બને છે. જો સવાસો કરોડ દેશવાસી 2022ના રોજ દેશને અહીંયા લઇ જવો છે મારા પોતાના પ્રયત્નથી લઇ જવો છે. નહિતર સલાહ આપનારા તો ઘણા મળી જશે. હા સરકારે આ કરવું જોઈએ, સરકારે આ ના કરવું જોઈએ. જી ના, સવા સો કરોડ દેશવાસીઓ શું કરશે. અને નક્કી કરો અને નક્કી કરીને નીકળી પડો, કોણ કહે છે દુનિયામાં બસવાચાર્યજીના સપનાવાળો જે દેશ છે, દુનિયા છે તે બનાવામાં આપણે ઉણા ઉતરીએ તેમ છીએ, તે તાકાત લઈને આપણે સાથે ચાલીએ. અને એટલા માટે જ હું તમને આગ્રહ કરું છું કે તમે આ સમિતિ દ્વારા જેમણે આ વિચારોને લઈને કામ ઘણું શ્રેષ્ઠ કર્યું છે, આજે મને તે તમામ સરસ્વતીના પુત્રોને પણ મળવાનું, દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. જેમણે આને પૂર્ણ કરવામાં રાત દિવસ હોમી દીધા છે, કન્નડ ભાષા શીખી હશે, તેમાંથી કોઈએ ગુજરાતી કર્યું હશે, કોઈએ સનીયા કર્યું હશે, ઉર્દુ કર્યું હશે, તે સૌને મને આજે મળવાનો અવસર મળ્યો, હું તે સૌને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કામને તેમણે પરિપૂર્ણ કરવા માટે પોતાનો સમય આપ્યો, શક્તિ આપી, પોતાના જ્ઞાનનું અર્ચન તે કામ માટે કર્યું. હું ફરી એકવાર આ પવિત્ર સમારોહમાં આપ સૌની વચ્ચે આવવાનું મને સૌભાગ્ય મળ્યું, તે મહાન વચનોને સાંભળવાનો અવસર મળ્યો અને એ બહાને મને તેના તરફ જવાનો મોકો મળ્યો, હું પણ ધન્ય થઇ ગયો, મને મળવાનું સૌભાગ્ય મળ્યું, હું ફરી આપ સૌનો એક વાર આભાર માનું છું, ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.   

 

AP/TR/GP