Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બલિયા ખાતે ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

બલિયા ખાતે ‘પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના’ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્રેમાળ ભાઇઓ તથા બહેનો,

ભૃગુ બાબાની આ ધરતી પર રઉવા, સભનના પ્રણામ. ઇ ધરતી ત સાક્ષાત ભૃગુજી કી ભૂમિ રહલ. બ્રહ્માજી ભી યહી જમીન પર ઉતર રહલ. રામજી યહી સે વિશ્વામિત્ર મુની કે સાથ ગઈલ. ત સુંદર ધરતી પર સભી કે હાથ જોડ કે ફિર સે પ્રણામ.

ભાઇઓ અને બહેનો હું પહેલા પણ બલિયા આવ્યો છું. આ બલિયાની ધરતી ક્રાંતિકારી ધરતી છે. દેશને આઝાદી અપાવવા માટે આ ધરતીના મંગલ પાંડે તથા અહીંથી લઇને ચિંતુ પાંડે સુધી એક એવો સિલસિલો દરેક પેઢીમાં, દરેક સમય દેશ માટે જીવવા મરવાવાળા લોકો આ બલિયાની ધરતીએ આપ્યા છે. એવી ધરતીને હું નમન કરું છું. આ ધરતી છે જ્યાં ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન ચંદ્રશેખરજીનું પણ નામ જોડાયેલુ છે. આ ધરતી છે, જેનો સીધો સંબંધ બાબૂ જયપ્રકાશ નારાયણની સાથે જોડાયેલો છે. અને આ જ તો ધરતી છે. ઉત્તર પ્રદેશ રામ મનોહર લોહિયા અને દીનદયાલ ઉપાધ્યાય વગર અધૂરું લાગે છે. એવા એકથી એક દિગ્ગજ, જે ધરતીએ આપ્યા છે. તે ધરતીને હું નમન કરું છું. તમારા પ્રેમ માટે સત, સત નમન.

તમે મને જેટલો પ્રેમ આપો છો, મારી પર તમારું દેવું ચડતું જાય છે, ચડતું જ જાય છે પરંતુ મારા પ્રેમાળ ભાઇઓ અને બહેનો હું આ દેવાને આ પ્રેમવાળા દેવાને વ્યાજ સહિત ચૂકાવવાનો સંકલ્પ લઇને કામ કરી રહ્યો છું અને વ્યાજ સહિત હું તે ચૂકાવીશ, વિકાસ કરીને જઇશ. મારા ભાઇઓ તથા બહેનો , વિકાસ કરીને જઇશ.

આજે પહેલી મે છે, એક મે, સમગ્ર વિશ્વ આજે શ્રમિક દિવસના રૂપમાં મનાવે છે. મજૂર દિવસના રૂપમાં મનાવામાં આવે છે. અને આજે દેશના આ ‘મજૂર નંબર એક’ દેશના તમામ શ્રમિકોએ તેમના પુરુષાર્થને, તેમના પરિશ્રમને, રાષ્ટ્રને આગળ વધારવાના તેમના અવિરત યોગદાનને કોટિ કોટિ અભિનંદન કરે છે. આ મહાન પરંપરાને પ્રણામ કરે છે.

ભાઇઓ અને બહેનો દુનિયામાં એક નારો ચાલે છે. જે નારામાં રાજકારણની ગંધ આવે તે સ્વભાવિક છે. અને તે નારો ચાલી રહ્યો હતો. દુનિયાના મજૂર એક હતો, દુનિયાનો મજૂર એક થઇ જાઓ, અને વર્ગ સંઘર્ષ માટે મજૂરોને એક કરવાનું આહ્વાન થતા રહેતા હતા, ભાઇઓ અને બહેનો જે લોકો આ વિચારને લઇને ચાલતા હતા, આજે દુનિયાના રાજકિય નક્શા પર ધીરે ધીરે કરીને તે પોતાનું સ્થાન ગુમાવતા જઈ રહ્યા છે. 21મી સદીમાં દુનિયાના મજૂર એક થઇ જાઓ એટલી વાતથી ચાલવાનું નથી. 21મી સદીની આવશક્યતાઓ અળગ અલગ છે, 21મી સદીની સ્થિતિઓ અલગ છે અને એટલા જ માટે 21મી સદીનો મંત્ર એક જ હોઇ શકે છે. ‘વિશ્વના મજૂરો વિશ્વના શ્રમિકો આવો આપણે દુનિયાને એક કરીએ. દુનિયાને જોડીએ’ તે નારો 21મી સદીનો હોવો જોઇએ.

તે એક સમય હતો. ‘Labourers of the World, Unite’, આજે સમય છે , ‘Labourers, Unite the World’ આ ફેરફાર આ મંત્રની સાથે, આજે દુનિયાને જોડવાની જરૂર છે. અને દુનિયાને જોડવા માટે જો સૌથી મોટું કોઇ કેમિકલ છે, સૌથી મોટું ઉર્જાવાન કોઇ cementing force છે, તો તે મજૂરનો પરસેવો છે . તે પરસેવામાં એક એવી તાકાત છે, જે દુનિયાને જોડી શકે છે.

ભાઇઓ અને બહેનો જ્યારે તમે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમત સાથે વિજયી બનાવી. ત્રીસ વર્ષ બાદ દિલ્હીમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની. અને એનડીએના તમામ ઘટકોએ મને પોતાના નેતા તરીકે સ્વીકાર્યો, તે દિવસે પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મારું પ્રથમ ભાષણમાં મેં જણાવ્યું હતું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે. આ સરકાર જે પણ કરશે તે ગરીબોની ભલાઇ માટે કરશે. ગરીબોના કલ્યાણ માટે કરશે. ભાઇઓ બહેનો અમે મજૂરો માટે પણ શ્રમ કાયદામાં, શ્રમિકોની સરકારની સાથેના સંબંધોમાં એક આમૂલચૂલ પરિવર્તન લાવ્યું છે. અનેક ફેરફાર આવ્યા છે. મારા પ્રેમાળ ભાઇઓ અને બહેનો તમને જાણીને દુ:ખ થશે , પીડા થશે, આશ્ચર્ય થશે કે આપણા દેશમાં સરકાર પાસેથી જેમને પેન્શન મળતું હતું, આ દેશમાં ત્રીસ લાખથી વધારે શ્રમિકો એવા હતા, જેમને પેન્શન કોઇ 15 રૂપિયા મહિનાના, કોઇને 100 રૂપિયા મહિને, કોઇને 50 રૂપિયા મહિને પેન્શન મળતું હતું. તમે મને જણાવો કે પેન્શન લેવા માટે તે ગરીબ વૃદ્ધ ઓફિસમાં જાય તો તેના બસનો ખર્ચો થઇ જાય, ઓટો રિક્શાનો ખર્ચ થઇ જાય , પરંતુ વર્ષથી મારા દેશને બનાવનારા શ્રમિકો 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા પેન્શન મળતું હતું. અમે આવીને તે ત્રીસ લાખથી વધારે મારા શ્રમિક પરિવારોને ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય લીધો, લાગૂ કરી દીધો અને તે ગરીબ પરિવારને તે પેન્શન મળવા લાગ્યું છે.

ભાઇઓ તથા બહેનો આપણે અહીં ક્યારેક ક્યારેક ગરીબો માટે યોજનાઓની ચર્ચાઓ ખૂબ જ થાય છે અને તેમની ભલાઇ માટે કામ કરવાની વાતો પણ ખૂબ જ થાય છે. અમે આવ્યા ત્યાર બાદ શ્રમ સુવિધા પોર્ટલ ચાલૂ કરી દીધું. જેના અંતર્ગત આઠ મહત્વપૂર્ણ શ્રમ કાયદાઓને એકત્ર કરીને તેનું સરળીકરણ કરવાનું કામ કર્યું હતું. પહેલી વખત દેશના શ્રમિકાને એક લેબર આઇડેન્ડીટી નંબર (LIN) આ નંબર આપ્યો હતો. જેથી આપણા શ્રમિકોની ઓળખ બની જાય. એટલું જ નહીં આપણા દેશના શ્રમિકાને પૂરા દેશમાં તક પ્રાપ્ત થાય. એટલા માટે NCSP એનું અમે એક National Career Service Portal, તેની શરૂઆત કરી. જેથી જેને રોજગાર આપવાનો છે તથા જેને રોજગાર લેવાનો છે. બંને વચ્ચે એક સરળતાથી તાલમેલ થઇ શકે.

ભાઇઓ તથા બહેનો બોનસના કાયદા આપણા દેશમાં વર્ષોથી છે. બોનસનો કાયદો તો એવો હતો કે 10 હજાર રૂપિયાથી જો ઓછી આવક છે અને કંપની બોનસ આપવા માગે છે તો તેને મળશે. આજના જમાનામાં 10 હજાર રૂપિયાની આવક કંઇ જ હોતી નથી. અને તેના કારણે મોટાભાગના શ્રમિકાને બોનસ મળતું નહોતું. અમે આવીને નિર્ણય લીધો કે લઘુત્તમ આવક 10 હજારથી વધારીને 21 હજાર રૂપિયા કરવામાં આવે. એટલું જ નહીં પહેલા બોનસ ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા મળતું હતું. અમે નિર્ણય લીધો હતો કે આ બોનસ લઘુત્તમ સાત હજાર રૂપિયા મળશે અને તેનાથી પણ વધારે મેળવવાનો તેનો જો હક બને છે તો એ પણ તેને મળશે.

ભાઇઓ અને બહેનો ક્યારેક આપણો શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી પર જતો રહેતો હતો, તો તેના જો પીએફ વગેરેના પૈસા કપાતા હતા તેનો કોઇ હિસાબ આપતા નહોતા, તે ગરીબ મજૂર બિચારો જૂના સ્થાન પર લેવા માટે પરત આવતો નહોતો. સરકારના ખજાનામાં લગભગ 27 હજાર કરોડ રૂપિયા મારા ગરીબોના પડ્યા હતા. કોઇ સરકાર તેની નોંધ લેવા માટે તૈયાર નહોતી. અમે આવીને તમામ મજૂરોને એવા કાયદામાં બાંધી દીધા કે મજૂરો જ્યાં જશે તેની સાથે તે પ્રોવિડન્ટ ફંડના પૈસા પણ સાથે લઇ જઇ શકશે. અને તેને જરૂર પડશે તો તે પૈસા લઇ શકે છે. આજે તે 27 હજાર કરોડ રૂપિયાનો માલિક બની શકશે. એવી વ્યવસ્થા અમે કરી છે.

ભાઇઓ અને બહેનો આપણા અહીં કંસ્ટ્રક્શનના કામમાં ખૂબ જ મોટી માત્રામાં મજૂરો હોય છે. લગભગ ચાર કરોડથી વધારે મજૂર કંસ્ટ્રક્શનના કામમાં છે, ઇમારત બનાવે છે, મકાન બનાવે છે, પરંતુ તેની સંભાળની કોઇ વ્યવસ્થા નહોતી. શ્રમિક કાયદામાં પરિવર્તન લાવીને આજે અમે એ કંસ્ટ્રક્શનના શ્રમિકો માટે તેમના આરોગ્ય માટે, તેમના વિમા માટે, તેમના બેન્ક એકાઉન્ટ માટે, તેમના પેન્શન માટે એક વ્યાપક યોજના બનાવીને આપણા કંસ્ટ્રક્શન મજૂરોને પણ અમે તેનો ફાયદો અપાવ્યો છે.

ભાઇઓ અને બહેનો આપણું ઉત્તર પ્રદેશ જેણે અનેક અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, પરંતુ શું કારણ છે કે આપણી ગરીબી વધતી જ ગઇ, વધતી જ ગઇ. ગરીબોની સંખ્યા પણ વધતી જ ગઇ. આપણી નિતિઓમાં એવી શું કમી હતી કે આપણે ગરીબોને ગરીબીની સામે લડાઇ લડવા માટે તૈયાર કરી શક્યા નહીં. એવું શું કારણ હતું કે આપણે ગરીબોને ફક્ત ગરીબીની વચ્ચે જીવાનું નહીં, પરંતુ હંમેશાં સરકારોની પાસે હાથ ફેલાવવા માટે મજબૂર બનાવીને છોડી દીધા. તેના ઝમીરને આપણે ખતમ કરી દીધું. ગરીબીની સામે લડવાના તેના જુસ્સાને આપણે તબાહ કરી દીધો. ભાઇઓ અને બહેનો હાલમાં ધર્મેન્દ્રજી જણાવી રહ્યા હતા કે ગાજીપુરના સાંસદ નહેરુના જમાનામાં સમગ્ર હિન્દુસ્તાનને હલાવી દીધું હતું. જ્યારે તેમણે સંસદમાં જણાવ્યું હતું કે મારા પૂર્વી ઉત્તર પ્રદેશના ભાઇઓ અને બહેનો એવી ગરીબીમાં જીવી રહ્યા છે કે તેમની પાસે ખાવા માટે અન્ન હોતું નથી. પશુના ગોબર ધોવે છે અને તે ગોબરમાંથી જે દાણા નીકળે છે તે દાણાથી પેટ ભરીને તે પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે આ વાત સંસદમાં કહેવામાં આવી હતી, ત્યારે સમગ્ર હિન્દુસ્તાન હલી ગયું હતું અને ત્યારે એક પટેલ કમીશન બેઠું હતું. અહીંની સ્થિતિ સુધારવા માટે. ઘણી વાતોનો સુઝાવ આજથી પચાસ વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો પરંતુ તે સુઝાવ પર શું થયું , તે ભગવાન જાણે. પરંતુ ભાઇઓ અને બહેનો તે સુઝાવમાં એક સુઝાવ હતો, તેમાં એમ હતું કે તાડી ઘાટ, ગાજીપુર, અને મઉ તેને રેલવેથી જોડવામાં આવે. પચાસ વર્ષ વિતી ગયા, તે વાત કાગળ પર જ રહી ગઇ. હું ભાઇ મનોજ સિન્હાને હ્દયથી અભિનંદન કરું છું કે અહીંના મારા ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોનું અભિનંદન કરું છું કે તે પચાસ વર્ષ પહેલા જે વાતોને ભુલાવી દીધી હતી. તેને લઇને નિકળી પડ્યા. મારી પર દબાણ મુકતા હતા. વારંવાર મળતા રહ્યા, અને આજે હું સંતોષ સાથે કહી શકું છું કે તેની પર રેલવે લાઇન માટે બજેટ ફાળવવાનો નિર્ણય અમે કરી લીધો છે અને તે કામને અમે આગળ વધારીશું. ગંગાની ઉપર રેલવે તથા રોડ બંનેનો બ્રિજ બનશે. જેથી માળખાગત સુવિધા વિકસશે. જે વિકાસ માટે એક નવો રસ્તો પણ ખોલે છે અને તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો આજે હું બલિયાની ધરતી પરથી મારા દેશના તે એક કરોડ પરિવારો સામે માથું ઝુકાવીને નમન કરવા માગું છું. તેમનું અભિનંદન કરવા માગું છું. લગભગ એક કરોડ દસ લાખથી પણ વધારે પરિવાર એવા છે કે જેમને મેં જણાવ્યું હતું કે જો તમે ખર્ચ કરી શકો છો તે રસોઇ ગેસની સબ્સિડી છોડી કેમ દેતા નથી. શું તમે પાંચ – દસ હજાર રૂપિયાનો બોઝ નથી ઉઠાવી શકતા એક વર્ષમાં. શું તમે સબ્સિડી સ્વેચ્છાએ ન છોડી શકો. મેં એવા જ એક કાર્યક્રમમાં જણાવી દીધું હતું. મેં વધારે વિચાર્યું પણ નહોતું, ન યોજના બનાવી હતી, ન કે તેનું ધ્યાન રાખવાની વ્યવસ્થા કરી હતી. એમ જ દિલમાંથી એક અવાજ ઉઠ્યો અને મેં બોલી લીધું. આજે એક વર્ષની અંદર અંદર મારા દેશના લોકો કેટલા મહાન છે. જો કોઇ સારું કામ હોય તો સરકારથી પણ બે પગલા આગળ જવા તૈયાર રહે છે. એનું આ ઉદાહરણ છે. આજના યુગમાં. આપણે બસમાં જતા હોઇએ, બાજુવાળાની સીટ ખાલી હોય, અને આપણને લાગે કે ચલો ભાઇ બાજુમાં કોઇ નથી તો હું શાંતિથી આરામથી યોગ્ય રીતે બેસી શકીશ. આરામથી પ્રવાસ કરી શકીશ. પરંતુ જો કોઇ પેસેન્જર આવી જાય બાજુંમાં . આપણે તો આપણી જ સીટ પર બેઠા છીએ. તેમ છતાં પણ આપણું મોઢું બગડી જાય છે. મનમાં થાય છે કે આ ક્યાંથી આવ્યો. જેમ કે મારી સીટ જ લઇ લીધી હોય. એવો જમાનો છે. એવા સમયમાં એક કરોડ દસ લાખથી પણ વધારે પરિવારે ફક્ત વાતો વાતોમાં પોતાની સબ્સિડી છોડી દીધી છે. એનાથી મોટું બીજું શું હોઇ શકે. હું તમને સહુંને કહું છું કે તે એક કરોડ દસ લાખથી પણ વધારે પરિવારો માટે જોરથી તાળીઓ વગાડો. તેમનું સન્માન કરો. તેમનું ગૌરવ કરો. હું તમને સહુંને આગ્રહ કરું છું મારા ભાઇઓ અને બહેનો. આ દેશ માટે કરેલું કામ છે. આ ગરીબો માટે કરેલું કામ છે. આ લોકોનું જેટલું ગૌરવ કરીએ તેટલું ઓછું છે. અને આપણા દેશમાં લેનારાથી વધારે આપનારાની ઇજ્જત થાય છે. આ આપવાવાળા લોકો છે. જ્યાં પણ બેઠા હશે તેઓ, તાળીઓની ગૂંજ તેમના સુધી સંભળાતી હશે અને તે ગૌરવ અનુભવતા હશે.

ભાઇઓ અને બહેનો અમે જણાવ્યું હતું કે ગરીબો માટે જે સબ્સીડી છોડશે તે પૈસા સરકારની તિજોરીમાં નહીં જાય. તે પૈસા ગરીબોના ઘરમાં જશે. એક વર્ષમાં આ ઐતિહાસિક રેકોર્ડ છે ભાઇઓ 1955થી, રસોઇ ગેસ આપવાનું કામ ચાલી રહ્યું છે. એટલા વર્ષોમાં 13 કરોડ પરિવારોને રસોઇ ગેસ મળ્યો છે. ફક્ત 13 કરોડ પરિવારોને લગભગ આઠ વર્ષમાં, મારા ભાઇઓ અને બહેનો અમે એક વર્ષમાં એક ત્રણ કરોડથી વધારે પરિવારોને રસોઇ ગેસ આપી દીધો છે. જે લોકોએ સબ્સિડી છોડી દીધી હતી તે ગેસ સિલિન્ડર ગરીબના ઘરમાં પહોંચી ગયો.

ભાઇઓ અને બહેનો આપણે જાણીએ છીએ કે લોકો કહે છે કે મોદીજી બલિયામાં કાર્યક્રમ કેમ કર્યો. આપણા દેશનું એક દુર્ભાગ્ય છે , અમુક લોકો રાજકારણમાં નથી, પરંતુ તેમને 24 કલાક રાજકારણ સિવાય બીજું કંઇ દેખાતું નથી. કોઇએ લખી દીધું હતું કે બલિયામાં મોદીજી આજે કાર્યક્રમ કરી રહ્યા છે તે ચૂંટણીનું બ્યુગલ વગાડી રહ્યા છે. તે ચૂંટણીનું બ્યુગલ વગાડી રહ્યા છે. અરે મારા મહેરબાનો અમે કોઇ ચૂંટણીનું બ્યુગલ વગાડવા માટે આવ્યા નથી. આ બ્યૂગલ તો મતદાતા વગાડે છે. અમે બ્યૂગલ વગાડવા માટે આવ્યા નથી.

ભાઇઓ અને બહેનો અત્યારે હું છેલ્લા એક અઠવાડિયાથી ઝારખંડમાં એક યોજના લાગૂ કરવા માટે ગયો હતો, ઝારખંડમાં કોઇ ચૂંટણી નથી. હું અમુક દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં એક યોજના લાગૂ કરવા માટે ગયો હતો. ત્યાં કોઇ ચૂંટણી નથી. મેં ‘બેટી બચાવો’ અભિયાન હરિયાણાથી ચાલૂ કર્યું હતું, ત્યાં કોઇ ચૂંટણી નથી. આ બલિયામાં રસોઇ ગેસનો કાર્યક્રમ એટલા માટે નક્કી કર્યો કે ઉત્તર પ્રદેશમાં જે એવરેજ દરેક જિલ્લામાં જે રસોઇ ગેસ છે, બલિયામાં આ રસોઇ ગેસ ઓછોમાં ઓછો છે. એટલા માટે હું બલિયા આવ્યો છું. આ એવો વિસ્તાર છે, જ્યાં અત્યારે પણ ગરીબી રેખાની નીચે જીવનારા 100માંથી મુશ્કેલથી આઠ પરિવારોમાં રસોઇ ગેસ જાય છે. અને એટલા માટે ભાઇઓ અને બહેનો બલિયા જ્યાં ઓછામાં ઓછા પરિવારોમાં રસોઇ ગેસ જાય છે, અને એટલા માટે હું બલિયામાં આવીને દેશની સામે એટલી મોટી યોજના લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. મેં હરિયાણામાં બેટી બચાવોનો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કારણ કે હરિયાણામાં બાળકોની તુલનામાં દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. મોટી ચિંતાજનક પરિસ્થિતિ હતી. અને એટલા માટે ત્યાં જઇને ઉભો થઇ ગયો અને તે કામ માટે પ્રેરિત કર્યા અને આજે હરિયાણાએ બેટી બચાવવાના કામમાં હિન્દુસ્તાનમાં નંબર એક લાવીને ઉભું કરી દીધું. અને એટલા માટે ભાઈઓ અને બહેનો આ પૂર્વી ઉત્તર પ્રદેશમાં બલિયામાં હું આવ્યો છું કારણ કે આપણે ગરીબીની સામે લડાઇ લડવાની છે. જો પૂર્વી હિન્દુસ્તાન પશ્ચિમી હિન્દુસ્તાનની બરાબરી પણ કરી લે તો આ દેશમાં ગરીબીનું નામોનિશાન મટી જશે. મારું માનવું છે. મારું પૂર્વ ઉત્તર પ્રદેશ, મારું બિહાર, મારું પશ્ચિમ બંગાળ, મારું અસમ, મારું નોર્થ ઇસ્ટ, મારું ઓરિસ્સા, આ એવા પ્રદેશ છે કે જો અહીં વિકાસ ગરીબો માટે પહોંચી જાય તો ગરીબીની સામે લડાઇ લડવામાં આપણે સફળ થઇ જઇશું ભાઇઓ.

તમે મને જણાવો, એક જમાનો હતો, ખૂબ જ લોકો આ રસોઇ ગેસની તાકાત શું છે એ અત્યારે પણ સમજતા નથી. બહુ જ લોકોને એ રસોઇ ગેસનું રાજકારણ શું હતું એ પણ ભૂલી ચૂક્યા છે. ખૂબ જ લોકો આ રસોઇ ગેસ કેટલો મૂલ્યવાન માનવામાં આવતો હતો તે ભૂલી ગયા છે. હું આજે જરા યાદ અપાવવા માગું છું કે. હું રાજકિય પંડિતોને યાદ અપાવવા માગું છું. દિલ્હીમાં બેસીને એર કન્ડિશન રૂમમાં મોટી મોટી સલાહ આપનારા લોકોને હું આજે હચમચાવવા માગું છું. તેમને હું હલાવવા માગુ છું , હું તેમને સમજાવવા માગું છું. તે દિવસ યાદ કરો. તે દિવસ યાદ કરો, જ્યારે સાંસદ પાર્લામેન્ટનો સભ્ય બનતો હતો, તે તેને દરેક વર્ષે રસોઇ ગેસની 25 કૂપન આપવામાં આવતી હતી એ તે પોતાના વિસ્તારમાં 25 પરિવારોને વર્ષમાં રસોઇ ગેસ અપાવતા હતા. અને તે એટલો ગર્વ સાથે કહેતો હતો કે મેં મારા વિસ્તારમાં 25 પરિવારોને એક વર્ષ સુધી રસોઇ ગેસનું કનેક્શન અપાવી દીધું છે. આ ખૂબ જ દૂરની વાત નથી કરી રહ્યો. હું અત્યારે છેલ્લા વર્ષોની વાત કરું છું. અને અખબારોમાં સમાચાર આવતા હતા કે સાંસદ મહોદયે કાળાબજારીમાં રસોઇ ગેસની ટિકિટ વેચી દીધી. એવા પણ લોકો હતા કે રસોઇ ગેસનું કનેક્શન લેવા માટે દસ – દસ, 15-15 હજાર રૂપિયાની તે ટિકિટ ખરીદવા માટે બ્લેકમાં ખર્ચ કરતા હતા. તે દિવસ હતા અને આજે આ સરકાર જુઓ. એક – એક સાંસદના ક્ષેત્રમાં હિન્દુસ્તાનના એક – એક પાર્લામેન્ટ સભ્યના ક્ષેત્રમાં કોઇને અહીં વર્ષમાં દસ હજાર ગેસ સિલિન્ડર પહોંચી જશે. કોઇના ત્યાં 20 હજાર, કોઇના માટે અહીં પચાસ હજાર અને ત્રણ વર્ષની અંદરો અંદર પાંચ કરોડ ગરીબ પરિવારોમાં આ રસોઇ ગેસ પહોંચાડવાનો મારો ઇરાદો છે. પાંચ કરોડ પરિવારોમાં, ભાઇઓ અને બહેનો આ પાંચ કરોડ પરિવારોમાં રસોઇ ગેસ પહોંચાડવાનું કામ નાનું કામ નથી. આટલું મોટું કામ, એટલું મોટું કામ આજે હું ગરીબ માતાઓ બહેનો માટે લઇને આવ્યો છું. તમે જોયું હશે કે મેં આ માતાઓને પૂછી રહ્યો હતો કે તમે ક્યારેય વિચાર્યું હતું કે તમારા ઘરમાં ક્યારેય રસોઇ ગેસ આવશે, તેમણે કહ્યું કે નહીં અમે તો વિચાર્યું જ નહોતું કે આપણા બાળકોના નસીબમાં પણ રસોઇ ગેસ આવશે, એ અમે વિચાર્યું નહોતું. મેં પૂછયું રસોઇમાં કેટલો સમય જાય છે. તે કહે છે કે લાકડી લેવા જવું પડે છે. લાકડી બાળીએ છીએ, તે બુઝાઇ જાય છે, ક્યારેક અડધી રોટલી રહી જાય છે પછી લાકડી લેવા જાય છે, પોતાની મોટી મુસીબત જણાવી રહ્યા હતા. ભાઇઓ અને બહેનો આ રસોઇ ગેસના કારણે પાંચ કરોડ પરિવારો 2019માં જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ આવશે. 2019માં જ્યારે મહાત્મા ગાંધીની 150મી જયંતિ આવશે ત્યારે ગામ તથા ગરીબ માટે પાંચ કરોડ રસોઇ ગેસ પહોંચી ચૂક્યા હશે. ભાઇઓ , સમય સીમામાં કામ કરવાનો અમે નિર્ણય લીધો છે.

એક ગરીબ માતા જ્યારે લાકડીના ચૂલ્હાથી ભોજન બનાવે છે, તો વૈજ્ઞાનિકો જણાવે છે કે ગરીબ માતા લાકડીના ચૂલ્હાથી ભોજન બનાવે ત્યારે એક દિવસમાં તેના શરીરમાં 400 સિગારેટ જેટલો ધુમાડો અંદર ચાલ્યો જાય છે, 400 સિગારેટનો. બાળકો ઘરમાં હોય છે. અને એટલા માટે તેમને પણ ધુમાડામાં જ જીવવું પડે છે. ખાવાનું પણ ખાય છે, તો ધુમાડો જ ધુમાડો થાય છે. આંખમાંથી પાણી નીકળે છે અને તે ખાવાનું ખાય છે. મેં તો આ તમામ હાલ, બાળપણમાં હું પણ જીવી ચૂક્યો છું. જે ઘરમાં પેદા થયો, ખૂબ જ નાનું એક ગલી જેવું મારું ઘર હતું. કોઇ બારી નહોતી. આવવા જવા માટે ફક્ત એક જ દરવાજો હતો. અને માતા લાકડીનો ચૂલ્હો જલાવીને ખાવાનું બનાવતી હતી. ક્યારેક ક્યારેક તો ધુમાડો એટલો થતો હતો કે માતા ભોજન પીરસી રહી હોય પરંતુ અમે માતાને જોઇ જ શકતા નહોતા. એવા બાળપણમાં ધુમાડામાં ખાવાનું ખાતા હતા. અને એટલા માટે તે માતાઓની પીડાને, તે બાળકોની પીડાને હું યોગ્ય રીતે અનુભવ કરીને આવ્યો છું. અને તે પીડાને જીવીને આવ્યો છું અને એટલા માટે મારી આ ગરીબ માતાઓને કષ્ટદાયક જિંદગીમાંથી મુક્તિ અપાવવી છે. અને એટલે જ પાંચ કરોડ પરિવારોમાં રસોઇ ગેસ આપવાનો અમે ઉપક્રમ કર્યો છે.

ભાઇઓ અને બહેનો આજે લાકડીના કારણે જે ખર્ચ થાય છે. આ રસોઇ ગેસથી ખર્ચો પણ ઓછો થશે. આજે તેની તબિયતની બર્બાદી થાય છે. તેની તબિયત પણ સારી રહેશે. લાકડી લાવવી ચૂલ્હો બાળવામાં જે સમય જાય છે. તે ગરીબ માતાનો સમય પણ બચી જશે. અને જો તેને મજૂરી કરવી છે , શાક વેચવું છે, તો તે એ આરામથી કરી શકે છે.

ભાઇઓ અને બહેનો અમારો પ્રયત્ન એ છે કે એટલું જ નહીં આ જે ગેસની સબ્સિડી આપવામાં આવશે, તે પણ એ મહિલાઓના નામે કરવામાં આવશે, તેમનું જે પ્રધાનમંત્રી જનધન અકાઉન્ટ છે. તેમાં સબ્સિડી જમા થશે જેથી તે પૈસા કોઇ બીજાના હાથમાં ન આવી જાય, તે માતાના હાથમાં જ તે પૈસા આવે તેવી વ્યવસ્થા કરી. આ પર્યાવરણ માટે પણ અમારી એક મોટી પહેલ છે. અને એટલા માટે મારા ભાઇઓ અને બહેનો હજારો કરોડ રૂપિયાનો ખર્ચો સરકારને લાગવાનો છે. ક્યાં સાંસદની 25 રસોઇ ગેસની ટિકિટ અને ક્યાં પાંચ કરોડ પરિવારોમાં રસોઇ ગેસ પહોંચાડવાનું અભિયાન, આ ફર્ક હોય છે સરકાર – સરકારમાં. કામ કરનારી સરકાર, ગરીબોનું ભલું કરનારી સરકાર, ગરીબો માટે સામે આવીને કામ કરનારી સરકાર કેવું કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ આજે આ પાંચ કરોડ પરિવારોને રસોઇ ગેસ આપવાનો કાર્યક્રમ છે.

ભાઇઓ અને બહેનો આજે, છેલ્લી કોઇ પણ સરકારે ઉત્તર પ્રદેશના વિકાસ માટે જેટલું પણ કામ નહીં કર્યું હોય, એટલી જ ધનરાશિ આજે ભારત સરકાર ઉત્તર પ્રદેશમાં લગાવી રહી છે. કારણ કે અમે ઇચ્છીએ છીએ કે દેશને આગળ વધારવા માટે આપણા ગરીબ રાજ્ય છે. તે ઝડપથી વિકાસ કરે. અને એટલા માટે અમે આ કામમાં લાગ્યા છીએ. ગંગા સફાઇ અભિયાન જનતાની ભાગીદારીથી સફળ થશે. અને એટલા માટે જન ભાગીદારીની સાથે જન – જન સંકલ્પ કરે. આ મારું બલિયા તો માતા ગંગા તથા સરયૂના તટ પર છે. બંનેની કૃપા તમારી પર વરસેલી છે અને ત્યારે તમામ અહીં બેઠા છે તો જગ્યા પણ એક વખત માતા ગંગાની ગોદમાં તો છે. અને એટલા માટે જ્યારે માતા ગંગાની ગોદમાં બેસીને માતા ગંગાની સફાઇનો સંકલ્પ દરેક નાગરિકે કરવો પડશે. આપણે નક્કી કરીએ હું ક્યારેય પણ ગંગાને ગંદી નહીં કરું. મારાથી ક્યારેય ગંગામાં કોઇ ગંદકી જશે નહીં. એક વખત આપણે નક્કી કરીએ કે હું ગંગાને ગંદી નહીં કરું. આ મારી માતા છે. તે માતાને ગંદી કરવાનું પાપ હું ન કરી શકું. આ જો અપાણે કરી દીધું, તો દુનિયાની કોઇ તાકાત આ માતા ગંગાને ગંદી કરી શકતી નથી.

અને એટલા માટે મારા ભાઇઓ અને બહેનો આપણે ગરીબ વ્યક્તિની જિંદગી બદલવા માગીએ છીએ. તેના જીવમાં ફેરફાર લાવવા માટે કામ કરી રહ્યા છે. અને આજે પહેલી મેએ જ્યારે મજૂર દિવસ છે. ગરીબીમાં જીવનારો વ્યક્તિ મજૂરીથી ઝઝુમી રહ્યો છે. ભાઇઓ અને બહેનો ગરીબી હટાવવા માટે નારા તો ખૂબ જ આપ્યા છે, વચનો ખૂબ જ બતાવાયા છે. યોજનાઓ ખૂબ જ આવી પરંતુ દરેક યોજના ગરીબના ઘરને ધ્યાનમાં રાખીને નથી બની. દરેક યોજના મત પેટીને ધ્યાનમાં રાખીને બની છે. જ્યાં સુધી મત પેટીઓને ધ્યાનમાં રાખીને ગરીબો માટે યોજનાઓ બનશે. ક્યારેય પણ ગરીબી જવાની નથી. ગરીબી ત્યારે જ જશે, જ્યારે ગરીબને ગરીબીથી લડવાની તાકાત મળશે. ગરીબી ત્યારે જશે, જ્યારે ગરીબ નિર્ણય કરશે કે હવે મારા હાથમાં જે સાધન છે, હું ગરીબીને પરાસ્ત કરીને જ રહીશ. હવે હું ગરીબ નહીં રહું, હવે હું ગરીબીમાંથી બહાર આવીશ. અને એટલા માટે તેને શિક્ષા મળે, રોજગાર મળે, રહેવા માટે ઘર મળે, ઘરમાં શૌચાલય હોય, પીવા માટે પાણી હોય, વિજળી હોય, આ જો આપણે કરીશું, ત્યારે ગરીબી સાથે લડાઇ લડવામાં મારો ગરીબ તાકાતવાન બની જશે. અને એટલા માટે ભાઇઓ અને બહેનો આપણે ગરીબીની સામે લડાઇ લડવા માટે કામ કરી રહ્યા છીએ.

આઝાદીના એટલા વર્ષો વિતી ગયા. આઝાદીના આટલા વર્ષ બાદ આ દેશમા 18 હજાર ગામો એવા છે જ્યાં વિજળીનો થાંભલો નથી પહોંચ્યો, વિજળીનો તાર પહોંચ્યો નથી. 18મી શતાબ્દીમાં જેવી જિંદગી તેઓ વિતાવતા હતા, 21મી સદીમાં પણ 18 હજાર ગામ એવી જ જિંદગી વિતાવવા માટે મજબૂર છીએ. મને બતાવો મારા સ્નેહી ભાઇઓ અને બહેનો શું કર્યું ગરીબોના નામે રાજકારણ કરનારા લોકોએ. તે 18 હજાર ગામમાં વિજળી કેમ પહોંચી નથી. મેં બીડું ઝડપ્યું હતું. લાલકિલ્લા પરથી 15મી ઓગસ્ટે મેં જાહેરાત કરી હતી કે એક હજાર દિવસમાં 18 હજાર ગામડાઓમાં હું વિજળી પહોંચાડીશ. રોજનો હિસાબ આપું છું, દેશવાસીઓને અને આજે ઉત્તર પ્રદેશમાં લોકો હેરાન થશે કે એટલા પ્રધાનમંત્રી આવી ગયા ઉત્તર પ્રદેશમાં. આજે ઉત્તર પ્રદેશ મારું કાર્યક્ષેત્ર છે. મને ગર્વ છે, ઉત્તર પ્રદેશે મને સ્વીકાર્યો છે. મને ગર્વ છે, ઉત્તર પ્રદેશે મને આશિર્વાદ આપ્યા છે. મને ગર્વ છે, ઉત્તર પ્રદેશે મને પોતાનો બનાવ્યો છે. અને એટલા માટે ઉત્તર પ્રદેશમાં એટલા પ્રધાનમંત્રી આવ્યા ભાઇઓ અને બહેનો 1529 ગામ એવા હતા, જ્યાં વિજળીનો થાંભલો પણ પહોંચ્યો નહોતો. અત્યારે તો અઢી સો દિવસો થયા છે. મારી યોજનાને અઢી સો દિવસો થયા છે. ભાઇઓ અને બહેનો મેં અત્યાર સુધીમાં 1326 ગામોમાં, 1529માંથી 1326 ગામોમાં થાંભલો પહોંચી ગયો છે, તાર પહોંચી ગયો છે, તાર લાગી ગયો છે. વિજળી ચાલૂ થઇ ગઇ છે અને લોકોએ વિજળીનું સ્વાગત પણ કરી દીધું છે. અને જે ગામોમાં બાકી છે. ત્યાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજે એવરેજ ઉત્તર પ્રદેશમાં અમે એક દિવસમાં ત્રણ ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ, જે કામ સાઇઠ વર્ષો સુધી નથી થયું. તે અમે એક જ દિવસમાં ત્રણ ગામો સુધી પહોંચવાનું કામ કરી રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો આજે સમગ્ર દેશમાં ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ તેનો પ્રારંભ થઇ રહ્યો છે. મારા સવા સો કરોડ દેશવાસીઓ દેશમાં લગભગ 25 કરોડ પરિવાર છે. તેમાંથી આ પાંચ કરોડ પરિવારો માટે યોજના છે. એનાથી મોટી કોઇ યોજના ન હોઇ શકે. ક્યારેક એક યોજના પાંચ કરોડ પરિવારોને અસર કરે છે. એવી એક યોજના ન હોઇ શકે. એવી યોજના આજે લાગૂ થઇ રહી છે. બલિયાની ધરતી પરથી થઇ રહી છે. રામ મનોહર લોહિયા, પંડિત દિનદયાલ ઉપાધ્યાય, તેમના આશિર્વાદથી થઇ રહી છે, ચંદ્ર શેખરજી, બાબુ જયપ્રકાશજી એવા મહાપુરુષોના આશિર્વાદથી પ્રારંભ થઇ રહી છે. અને બલિયાની ધરતી… હવે બલિયા – ‘બલિયા બનવું જોઇએ, એટલા સંકલ્પને લઇને આગળ વધવાનું છે. હું ફરીથી એક વખત આપણા સાંસદ મહોદયભાઇ ભરતનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. એટલા ઉમંગની સાથે આ કાર્યક્રમની તેમણે અર્જના કરી. હું સમગ્ર ઉત્તર પ્રદેશનું અભિનંદન કરું છું. હું શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાન તેમની સમગ્ર ટીમનું અભિનંદન કરું છું. આ પેટ્રોલિયમ ક્ષેત્ર ક્યારેક ગરીબો માટે માનવામાં આવતું નહોતું. અમે પેટ્રોલિયમ ક્ષેત્રને ગરીબોનું બનાવી દીધું છે. આ ખૂબ જ મોટો ફેરફાર ધર્મેન્દ્રજીના નેતૃત્વમાં આવ્યો છે. હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી સમગ્ર ટીમને અભિનંદન આપું છું. તમને સહુંને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ – ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt