Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જી 20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના પ્રમુખ મહામહિમ શ્રીમાન બોલા અહેમદ ટીનુબુ સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારતના G20 પ્રેસિડન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે G20માં આફ્રિકન યુનિયનનું કાયમી સભ્યપદ સુનિશ્ચિત કરવા અને ગ્લોબલ સાઉથના હિતોને પ્રોત્સાહન આપવા બદલ પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, કૃષિ, બાજરી, નાણાકીય ટેક્નોલોજી અને ક્ષમતા નિર્માણ સહિત વ્યાપક દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ફળદાયી વાટાઘાટો કરી હતી.

CB/GP/JD