પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રામંડળે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય હેઠળ ફરક્કા બંધ યોજનાની 58.81 એકર બિનઉપયોગી જમીનનું ગૃહમંત્રાલય હેઠળ સીમા સુરક્ષા દળને મોજા જગન્નાથપુર, જેએલ નંબર – 35 પીએસ કાલિયાચક, જિલ્લો માલદા, પશ્ચિમ બંગાળમાં સીમા સુરક્ષા દળના ચોથી બટાલિયનનું મુખ્યાલય બનાવવા માટે હસ્તાંતરણ કરવાની મંજૂરી આપી દીધી છે.
માલદા જિલ્લામાં બીએસએફ દ્વારા બાંગ્લાદેશ સાથે ભારતની મહત્વપૂર્ણ સીમાઓની દેખરેખથી ફરક્કા બંધ યોજનાને લાભ થશે. ફરક્કા બંધ યોજના માલદાને અડીને છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની પરિયોજના છે. આ હસ્તાંતરણથી ફરક્કા બંધ યોજનાની જમીન પર સંભવિત ઘુસણખોરી પર નિયંત્રણ તથા આ પરિયોજનાની સુરક્ષા ચિંતામાં પણ આ ક્ષેત્રમાં સુરક્ષાકર્મીઓની ઉપસ્થિતિને કારણે ઘટાડો કરી શકાશે.
J.Khunt