Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમત્રીએ વારાણસીમાં સામાજિક અધિકારિતા શિબિર દરમિયાન રાહત અને સહાયક ઉપકરણો વહેંચ્યા; મહાત્મા એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમત્રીએ વારાણસીમાં સામાજિક અધિકારિતા શિબિર દરમિયાન રાહત અને સહાયક ઉપકરણો વહેંચ્યા; મહાત્મા એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમત્રીએ વારાણસીમાં સામાજિક અધિકારિતા શિબિર દરમિયાન રાહત અને સહાયક ઉપકરણો વહેંચ્યા; મહાત્મા એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં યોજાયેલી સામાજિક અધિકારિતા શિબિરમાં રાહત તેમજ સહાયક ઉપકરણો વહેંચવા માટે હાજરી આપી હતી.

વહેંચવામાં આવેલી સામગ્રીમાં સિલાઈ કામ માટેનાં મશીનો, બ્રેઈલ કિટ્સ, હિયરીંગ એઈડ્સ (સાંભળવા માટેનાં સાધનો), સ્માર્ટ કેન્સ અને અન્ય સ્માર્ટ ઉપકરણો સામેલ હતાં. લાભાર્થીઓમાં વિકલાંગો અને વિધવાઓનો સમાવેશ થતો હતો.

આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું એ અગાઉ પોતે આપેલું એક વક્તવ્ય યાદ અપાવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર ગરીબ અને કચડાયેલા વર્ગના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ દિશામાં અનેક પગલાં લીધાં છે.

તેમણે કહ્યું કે વારાણસીમાં યોજાયેલી આ શિબિર, એમની સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં યોજાયેલી આવી આશરે 1800 શિબિરોમાંની આ માત્ર એક શિબિર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અગાઉની સરકારોની સરખામણીએ આ પ્રકારની શિબિરોનો આ આંકડો ઘણો ઊંચો છે. તેમણે જણાવ્યું કે આવી શિબિરોને કારણે રાહતો અને સહાયક ઉપકરણો વહેંચવાની પ્રવૃત્તિમાંથી વચેટિયા (વચલા માણસ)ની બાકબાકી થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત હુમલાના ટાર્ગેટ રહ્યા છે, કારણ કે વચેટિયાની બાદબાકી કરવામાં આવી છે અને સુશાસન સુદૃઢ બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ વ્યક્તિગત હુમલાઓ તેમને સમાજના ગરીબ અને નબળા વર્ગની સેવા માટેના પોતાના માર્ગમાંથી ડગાવી શકશે નહીં.

પ્રધાનમંત્રીએ રોજિંદા વપરાશમાં વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ (એટલે કે વિશિષ્ટ ક્ષમતા ધરાવતા લોકો) શબ્દ વાપરવા અંગે લંબાણપૂર્વક જણાવ્યું. તેમણે કહ્યું કે આપણું ધ્યાન વિકલાંગતા (અસામર્થ્ય) પર કેન્દ્રિત ન હોવું જોઈએ, પરંતુ વિશિષ્ટ ક્ષમતા ધરાવતા લોકો પાસે કુદરતની મહેરબાનીથી જે અસાધારણ ક્ષમતા – સામર્થ્ય હોય છે, તેના પર કેન્દ્રિત હોવું જોઈએ.

પ્રધાનમંત્રીએ તેમની સરકારે વિશિષ્ટ ક્ષમતા ધરાવતા લોકોની સુલભતા માટે શરૂ કરેલા સુગમ્ય ભારત અભિયાન વિશે વાત કરી. તેમણે મુસાફરો માટે આધુનિક સવલતો સાથે મહામાના એક્સ્પ્રેસ શરૂ કરવા બદલ રેલવે વિભાગને અભિનંદન આપ્યાં હતાં. આ પ્રસંગે આ ટ્રેનને લીલી ઝંડી ફરકાવીને પ્રધાનમંત્રી શ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઈવેન્ટમાં હાજરી આપવા આવી રહેલા કેટલાક લોકો બસ અકસ્માતનો ભોગ બન્યા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજા પામેલાઓની પર્યાપ્ત કાળજી લેવાશે. ઓછી ઈજા પામેલા કેટલાક લોકોને તેઓ મળ્યા હતા, જેમણે અકસ્માત છતાં, ગમે તેમ કરીને સમારંભમાં હાજરી આપી હતી.

J.Khunt