Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી NXT કોન્ક્લેવમાં મહાનુભાવોને મળ્યાં અને તેમની સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત એનએક્સટી કોન્ક્લેવમાં વિવિધ મહાનુભાવોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. મહાનુભાવોની યાદીમાં શ્રી કાર્લોસ મોન્ટેસ, પ્રોફેસર જોનાથન ફ્લેમિંગ, ડો. એન લિબર્ટ, પ્રો. વેલેનિન પોપોવસ્કી, ડો. બ્રાયન ગ્રીન, શ્રી એલેક રોસ, શ્રી ઓલેગ આર્ટેમેયેવ અને શ્રી માઇક મેસિમિનોનો સમાવેશ થાય છે.

X પરની અલગઅલગ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કેઃ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એનએક્સટી કોન્ક્લેવમાં આજે શ્રી કાર્લોસ મોન્ટેસ સાથે વાતચીત કરી હતી. તેમણે સામાજિક નવીનતાઓને આગળ વધારવામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેમણે ડિજિટલ ટેકનોલોજી, ફિનટેક અને અન્ય ક્ષેત્રોમાં ભારતની હરણફાળની પ્રશંસા કરી હતી.”

એમઆઇટી સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા પ્રોફેસર જોનાથન ફ્લેમિંગને મળ્યા. જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં જીવન વિજ્ઞાનમાં તેમનું કાર્ય અનુકરણીય છે. આ ક્ષેત્રમાં આવનારી પ્રતિભાઓ અને નવીનતાને માર્ગદર્શન આપવા માટેનો તેમનો જુસ્સો પણ એટલો જ પ્રેરણાદાયક છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉ. એન લિબર્ટને મળીને આનંદ થયો. પાર્કિન્સન્સ રોગની સારવારમાં તેમનું કાર્ય પ્રશંસનીય છે અને આગામી સમયમાં ઘણા લોકો માટે જીવનની વધુ સારી ગુણવત્તાની ખાતરી કરશે.”

પ્રો. વેલેસિન પોપોવસ્કીને મળીને આનંદ થયો. તેમણે ઝડપથી બદલાતા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૌગોલિકરાજકારણની સમજને વધુ ગાઢ બનાવવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભૌતિકશાસ્ત્ર અને ગણિત પ્રત્યે તીવ્ર જુસ્સો ધરાવતા અગ્રણી શિક્ષણવિદ ડૉ. બ્રાયન ગ્રીનને મળીને આનંદ થયો. તેમની કૃતિઓની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે અને આગામી સમયમાં તે શૈક્ષણિક પ્રવચનને આકાર આપશે. @bgreene

આજે મિસ્ટર એલેક રોસને મળીને આનંદ થયો. તેમણે નવીનતા અને અધ્યયનને લગતા પાસાઓ પર ભાર મૂકીને એક પ્રખ્યાત ચિંતક અને લેખક તરીકે એક છાપ ઉભી કરી છે.”

રશિયાના અગ્રણી કોસ્મોનોટ શ્રી ઓલેગ આર્ટેમેયેવને મળીને આનંદ થયો. તે કેટલાક સૌથી અગ્રણી અભિયાનોમાં મોખરે રહ્યો છે. તેમની સિદ્ધિઓ ઘણા યુવાનોને વિજ્ઞાન અને અવકાશની દુનિયામાં ચમકવા માટે પ્રોત્સાહિત કરશે. @OlegMKS

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રતિષ્ઠિત અવકાશયાત્રી શ્રી માઇક મેસિમિનોને મળીને આનંદ થયો. અવકાશ પ્રત્યેનો તેમનો જુસ્સો અને યુવાનોમાં તેને લોકપ્રિય બનાવવાનું પણ વ્યાપકપણે જાણીતું છે. તે ભણતર અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તે પણ પ્રશંસનીય છે. @Astro_Mike

AP/IJ/GP/JD