Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 8મી ડિસેમ્બરે દેહરાદૂનની મુલાકાત લેશે અને ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ડિસેમ્બર, 2023ના રોજ દેહરાદૂન, ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, તેઓ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

‘ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’ એ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેની થીમ – “શાંતિથી સમૃદ્ધિ” છે.

આ સમિટમાં વિશ્વભરમાંથી હજારો રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત અન્ય લોકોની ભાગીદારી જોવા મળશે.

CB/GP/JD