પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025ની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને મા ગંગાની પૂજા કરશે.
પોષ પૂર્ણિમા (13 જાન્યુઆરી, 2025)ના રોજ શરૂ થયેલ મહાકુંભ 2025, વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. આ મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.
ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે. અગાઉ, 13 ડિસેમ્બર, 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ 5500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી સામાન્ય લોકો માટે કનેક્ટિવિટી, સુવિધાઓ અને સેવાઓમાં સુધારો થયો હતો.
AP/IJ/GP/JD