Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થવાની યાદમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કરશે.

ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સંમેલનમાં પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ન્યાયતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન, તમામ માટે સમાવેશી કોર્ટરૂમ, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક સુખાકારી, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ અને ચર્ચા કરવામાં આવશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, કાયદા અને ન્યાય માટેના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com