Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ આખા દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ – ખેડૂત ઉત્પાદક મંડળી) લોંચ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ ચિત્રકૂટમાં દેશભરમાં 10,000 ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) લોંચ કરશે.

નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા લગભગ 86 ટકા છે, જેમની પાસે દેશમાં સરેરાશ 1.1 હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન છે. આ નાનાં, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતોને કૃષિ ઉત્પાદન દરમિયાન મોટા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ટેકનોલોજી, શ્રેષ્ઠ બિયારણ, ખાતર, જંતુનાશક અને ઉચિત નાણાકીય સમસ્યાઓ સામેલ છે. આ ખેડૂતોને પોતાની આર્થિક નબળાઈને કારણે પોતાના ઉત્પાદનો માટે બજાર મેળવવાનાં પડકારોને પણ સામનો કરવો પડે છે.

એફપીઓથી નાનાં, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતોનું સમુદાયીકરણ કરવામાં સહાયતા મળશે, જેથી આ સમસ્યાઓનું સમાધાન કરવામાં ખેડૂતોની સામૂહિક શક્તિ વધી શકે. એફપીઓની સભ્ય મંડળી અંતર્ગત પોતાની કામગીરીનું વ્યવસ્થાપન કરી શકશે, જેથી ટેકનોલોજી, રોકાણ, ધિરાણ અને બજાર સુધી વધારે સારી પહોંચ મળી શકે તથા તેમની આજીવિકા ઝડપથી વધી શકે.

પીએમ-કિસાનનું એક વર્ષ પૂર્ણ

આ પ્રસંગે પીએમ-કિસાન યોજના શરૂ થયાના એક વર્ષ પૂર્ણ થવાને ધ્યાનમાં રાખીને એની વર્ષગાંઠની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવશે.

મોદી સરકારે ખેડૂતોની આવકનાં સમર્થન સ્વરૂપે પ્રધાનમંત્રી સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના શરૂ કરી હતી, જેથી ખેડૂતોને કૃષિ, આનુષંગિક કામગીરીઓ અને સ્થાનિક જરૂરિયાતોનાં ખર્ચને પૂર્ણ કરવામાં મદદ મળી શકશે.

આ યોજના અંતર્ગત દરેક યોગ્ય લાભાર્થીને દર વર્ષે રૂ. 6,000ની રકમ આપવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાનાં ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. દરેક હપ્તો ચાર મહિને આપવામાં આવે છે. આ ચૂકવણી ડાયારેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી – બેંકનાં ખાતામાં સીધુ હસ્તાંતરણ) પદ્ધતિ અંતર્ગત યોગ્ય લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં સીધું ઓનલાઇન મોકલી શકાય છે.

આ યોજના 24 ફેબ્રુઆરી, 2019નાં રોજ શરૂ કરવામાં આવી હતી અને 24 ફેબ્રુઆરી, 2020નાં રોજ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે.

મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ મંત્રીમંડળીય બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય અંતર્ગત તમામ ખેડૂતોને પીએમ-કિસાન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું વિશેષ અભિયાન
પ્રધાનમંત્રી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ પીએમ-કિસાન યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) વિતરણ અભિયાન શરૂ કરશે.

પીએમ-કિસાન યોજના અંતર્ગત લગભગ 8.5 કરોડ લાભાર્થીઓમાંથી 6.5 કરોડથી વધારે ખેડૂતોની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે.

આ અભિયાનથી એ સુનિશ્ચિત થશે કે લગભગ બે કરોડ પીએમ-કિસાન લાભાર્થીઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડની વહેંચણી કરવામાં આવશે.

તમામ પીએમ-કિસાન લાભાર્થીઓને ઓછા દરે સંસ્થાગત ઋણની સુવિધા આપવા માટે 12 થી 26 ફેબ્રુઆરી સુધી 15 દિવસીય વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા માટે એક પાનાનું સાધારણ ફોર્મ ભરવાનું રહેશે, જેમાં બેંક ખાતા નંબર, ખેતીવાડીનાં રેકોર્ડનું વિવરણ જેવી મૂળભૂત જાણકારી આપવાની હોય છે. એમાં ખેડૂતોને એ જાણકારી આપવી પડશે કે હાલ તેઓ કોઈ પણ અન્ય બેંક ખાતામાંથી કેસીસીનાં લાભાર્થી નથી.

જે પીએમ-કિસાન લાભાર્થીઓની અરજી 26 ફેબ્રુઆરી સુધી મળી હોય, તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે 29 ફેબ્રુઆરીનાં રોજ બેંક શાખાઓમાં બોલાવવામાં આવશે.

**********

RP