Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 27 જાન્યુઆરીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શિબિરમાં કુલ 2361 NCC કેડેટ્સે ભાગ લીધો હતો જેમાં 917 છોકરી કેડેટ્સનો સમાવેશ થતો હતો, જે છોકરીઓ કેડેટ્સ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી હતી. PM રેલીમાં આ કેડેટ્સની ભાગીદારી નવી દિલ્હી ખાતે એક મહિના સુધી ચાલનારા NCC પ્રજાસત્તાક દિવસ શિબિર 2025ના સફળ સમાપનને ચિહ્નિત કરશે. આ વર્ષની NCC PM રેલીની થીમ ‘યુવા શક્તિ, વિકસિત ભારત’ છે.

આ દિવસે 800થી વધુ કેડેટ્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે NCCની પ્રતિબદ્ધતા દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 18 મિત્ર દેશોના 144 યુવા કેડેટ્સની ભાગીદારી આ વર્ષની રેલીમાં ઉત્સાહ વધારશે.

દેશભરમાંથી મેરા યુવા (MY) ભારત, શિક્ષણ મંત્રાલય અને આદિજાતિ બાબતોના 650થી વધુ સ્વયંસેવકો પણ NCC PM રેલીમાં ખાસ મહેમાનો તરીકે હાજરી આપશે.

AP/IJ/GP/JD