પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વાતચીત પછી રાત્રિભોજન થશે.
આ વાર્તાલાપમાં આશરે 3000 લોકો ભાગ લેશે, જેમણે જી-20 સમિટની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે સમિટના સુવ્યવસ્થિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે. આમાં વિવિધ મંત્રાલયોના સફાઇ કામદારો, ડ્રાઇવરો, વેઇટર્સ અને અન્ય સ્ટાફ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સંવાદમાં વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com